ગુગલ મેપ્સ ન્યુ ફ્યૂચર્સ : ફ્લાયઓવરથી જવું કે નીચે જવું? ચાર્જિગ સ્ટેશન ક્યાં છે? રસ્તો સાંકડો છે? હવે કન્ફ્યુઝન દૂર થશે

Google Maps new features : ગુગલ મેપ્સ માં ન્યુ ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમાં ફ્લાયઓવર પર જવાનું કે સર્વિસ રોડ પર જવું, તથા રસ્તો સાંકડો છે કે નહી, ઈવી સ્ટેશન ક્યાં છે, મેટ્રો ટિકિટ બુકિંગ જેવી નવી સુવિધા ઉમેરવામાં આવી છે.

Written by Kiran Mehta
July 26, 2024 12:09 IST
ગુગલ મેપ્સ ન્યુ ફ્યૂચર્સ : ફ્લાયઓવરથી જવું કે નીચે જવું? ચાર્જિગ સ્ટેશન ક્યાં છે? રસ્તો સાંકડો છે? હવે કન્ફ્યુઝન દૂર થશે
ગુગલ મેપ્સ માં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી

Google Maps New Features | ગૂગલ મેપ્સની નવી સુવિધાઓ : ગૂગલ મેપ્સે ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે ઘણી નવી સુવિધાઓ શરૂ કરી છે. હવે ભારતીય યુઝર્સ ગૂગલ મેપ્સ દ્વારા સરળતાથી EV ચાર્જિંગ પોઈન્ટ્સ સર્ચ કરી શકશે. આ સિવાય યુઝર્સ કેટલાક ભારતીય શહેરોમાં મેટ્રો ટિકિટ પણ બુક કરી શકશે.

સૌથી મહત્વની વાત એ છે કે, નવા ગૂગલ મેપ્સ ફીચર દ્વારા યુઝર્સ એ જાણી શકશે કે, તેમણે ફ્લાયઓવર પર જવાનું છે કે નજીકના સર્વિસ રોડ પર વળવાનું છે. નવા ફીચર્સ લોન્ચ કરવાના સમયે, ગૂગલ મેપ્સ ઈન્ડિયાના જનરલ મેનેજર લલિતા રામાણીએ જણાવ્યું હતું કે, ‘યુઝર્સ લાંબા સમયથી ફ્લાયઓવર ગાઈડન્સ સંબંધિત ફીચર લાવવાની માંગ કરી રહ્યા હતા, અમે તેમની વાત સાંભળી અને હવે તે ફીચર આવી ગયું છે.’

ફ્લાયઓવર ચઢવો કે સર્વિસ રોડ પર વળવું, ગુગલ મેપ્સથી જાણી શકાશે

ગૂગલનું કહેવું છે કે, ટ્રાવેલ કરતી વખતે ગૂગલ હવે રૂટની સાથે ફ્લાયઓવર વિશે પણ માહિતી આપશે, જેથી તેઓ નક્કી કરી શકે કે ક્યાં જવું છે. તમને જણાવી દઈએ કે, યુઝર્સને મદદ કરવા માટે, ફ્લાયઓવરના દિશા નિર્દેશો સંબંધિત ઘણી સુવિધાઓ MapMYIndia જેવા અન્ય ડિજિટલ મેપ પ્લેટફોર્મ પર પહેલેથી જ ઉપલબ્ધ છે. Mappls ની માલિકીના આ ડિજિટલ નકશામાં ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ફ્લાયઓવર કોલઆઉટ ફિચર ભારતના 40 શહેરોમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર બંને યુઝર્સ માટે છે. જો કે, પહેલા આ ફીચર એન્ડ્રોઇડ ડિવાઇસમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ તેને iOS અને CarPlay યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

EV ચાર્જિંગ સ્થાનો હવે ભારતમાં Google Maps પર

ટેક જાયન્ટે એમ પણ કહ્યું કે, કંપની EV ચાર્જિંગ પ્રદાતાઓ અને ElectricPe, Ather, Kazam અને Statiq જેવા ડેટા એગ્રીગેટર્સ સાથે મળીને દેશમાં 8000 થી વધુ ચાર્જિંગ સ્થાનો ઉમેરવાની યોજના ધરાવે છે.

ગુગલ મેપ્સના જનરલ મેનેજરએ જણાવ્યું હતું કે, ‘અમે ભારતમાં EV વાહનો – કાર અને ટુ-વ્હીલર્સમાં વધારો જોઈ રહ્યા છીએ અને અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે, EV ડ્રાઈવરો તેમને જોઈતી માહિતી મેળવી શકે.’

Google Maps હવે યુઝર્સને EV ચાર્જિંગ સ્ટેશનો વિશે વિગતવાર માહિતી પ્રદાન કરશે જેમ કે, પ્લગ પ્રકાર અને રીઅલ-ટાઇમ ઉપલબ્ધતા. યુઝર્સ તેમના ચાર્જર પ્રકાર અનુસાર EV ચાર્જિંગ સ્થાનોને પણ ફિલ્ટર કરી શકે છે. આ સિવાય યુઝર્સ નકશામાંથી ખાસ ટુ-વ્હીલર માટે બનાવેલા EV ચાર્જિંગ સ્ટેશન વિશે પણ માહિતી મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ સુવિધા હજુ સુધી અન્ય કોઈપણ દેશમાં ઉપલબ્ધ નથી.

મેટ્રો ટિકિટ હવે ગૂગલ મેપ્સ ઇન્ડિયા પર ઉપલબ્ધ થશે

ગૂગલે એપમાં એક મહત્વપૂર્ણ નવું ફીચર પણ ઉમેર્યું છે. ગૂગલ મેપ્સનું કહેવું છે કે, હવે એપમાં મેટ્રો ટિકિટ બુક કરવાનું ફીચર પણ આવી ગયું છે. આ સુવિધા સરકારની આગેવાની હેઠળના ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) અને રાઈડ બુકિંગ એપ નમ્મા યાત્રીના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ સુવિધા આ અઠવાડિયાથી કોચી અને ચેન્નાઈમાં લાઈવ થઈ જશે.

જ્યારે યુઝર્સ મેટ્રો ટૅબમાં તેમના ગંતવ્ય માટે દિશા નિર્દેશો જોશે, ત્યારે તેઓ ત્યાં મેટ્રો ટિકિટ બુક કરવાનો વિકલ્પ પણ જોશે. તેના પર ટેપ કરવાથી તમને નમ્મા યાત્રી (Namma Yatri) પર ટિકિટ બુકિંગ સ્ક્રીન પર રીડાયરેક્ટ કરવામાં આવશે, ત્યારબાદ તમારે તમારો ફોન નંબર દાખલ કરવો પડશે અને ટિકિટનો QR કોડ પ્રાપ્ત કરવા માટે ચુકવણી કરવી પડશે.

તમને જણાવી દઈએ કે, 2016 માં ગૂગલ મેપ્સે તેના પ્લેટફોર્મ પર OLA અને Uber સાથે મળીને રાઈડિંગ સર્વિસ આપી હતી. જો કે, ગૂગલ કહે છે કે, નમ્મા યાત્રી એકીકરણ ઓલા અને ઉબેરથી અલગ છે.

સાંકડી ગલીઓ અને રસ્તાઓ માટે નવી સુવિધા

ગૂગલ મેપ્સમાં અન્ય એક નવું નેવિગેશન ફીચર આવી રહ્યું છે જે યુઝર્સને ભારતમાં સાંકડી ગલીઓ વિશે એલર્ટ કરશે. આ ફીચર ખાસ કરીને ફોર વ્હીલર ચાલકો માટે સાંકડા રસ્તાઓથી બચવા માટે બનાવવામાં આવ્યું છે.

ગૂગલે કહ્યું કે, હાલના AI રૂટ અલ્ગોરિધમનો ઉપયોગ રસ્તાની પહોળાઈનો અંદાજ કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં સાંકડા રસ્તાઓ વિશે માહિતી આપતું આ ફીચર સૌથી પહેલા હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, કોઈમ્બતુર, ઈન્દોર, ભોપાલ, ભુવનેશ્વર અને ગુવાહાટીમાં શરૂ થશે.

iOS યુઝર્સે આ ફીચર માટે રાહ જોવી પડશે જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સ પહેલા આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ