Google Search: ગૂગલ સર્ચમાંથી ફોન નંબર, ઇમેલ જેવી ખાનગી માહિતી ડિલિટ કરવી સરળ બન્યું, જાણો કેવી રીતે

Google update: ગૂગલ તાજેતરમાં એક નવું અપડેટ લાવ્યું છે જે યુઝરની પ્રાઇવસી અને ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

Google update: ગૂગલ તાજેતરમાં એક નવું અપડેટ લાવ્યું છે જે યુઝરની પ્રાઇવસી અને ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Google

Google chatbot Bard : ગૂગલનો આ ચેટબોટ LaMDA પર આધારિત છે, જેના પર કંપની લાંબા સમયથી કામગીરી કરી રહી છે. (ઇમેજ ક્રેડિટ- ફાઇનાન્સિયલ એક્સપ્રેસ)

How Remove Private Information Form Google Search: ગૂગલ અસંખ્યા ડેટા ઉપલબ્ધ છે. આજે આપણે કોઈ પણ બાબતની માહિતી મેળવવી હોય તો આપણે ગુગલમાં સર્ચ કરીએ છીએ. ગૂગલે તાજેતરમાં એક નવું અપડેટ લાવ્યું છે જે યુઝરની ગોપનીયતા અને સુરક્ષાને સિક્યોર કરવામાં મદદ કરશે. આપણામાંના મોટા ભાગના લોકો ચિંતિત છે કે ડિજિટલ સ્પેસમાં આપણી કેટલી માહિતી ઉપલબ્ધ છે. આવું ત્યારે થાય છે જ્યારે ચિંતાઓ આપણને ઘેરી લે છે અને આપણે તેને દૂર કરવાના રસ્તાઓ શોધવાનું શરૂ કરીએ છીએ. આને ધ્યાનમાં રાખીને ગૂગલ એક નવું અપડેટ લાવ્યું છે. Googleના સર્ચ રિઝલ્ટમાંથી તમારી સંપર્ક માહિતી શોધવાનું અને દૂર કરવું હવે ઘણું સરળ છે. તમારે સર્ચમાંથી તમારું સરનામું, ફોન નંબર અથવા ઇમેઇલ દૂર કરવા માટે Googleને વિનંતી કરવી પડશે.

Advertisment

ખાનગી માહિતી (પ્રાઇવેટ ડેટા) હટાવવી સરળ બની

ગૂગલ સર્ચમાંથી તમારા પર્સનલ પ્રાઇવેટ ડેટા હટાવવા હવે સરળ બન્યા છે. આ બધું મોબાઇલ અને વેબ પર "results about you" માટે Google ના ડેશબોર્ડ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. આ ખાસ ટૂલ્સ સપ્ટેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ અપગ્રેડ સાથે Google પર તમારા પર્સનલ ડેટા શોધવા માટે હવે તમારે જાતે રિયલ સર્ચ કરવાની જરૂર નથી. જેમ તમે તમારી પર્સનલ માહિતી દાખલ કરો છો, ડેશબોર્ડ તરત જ એવી વેબસાઇટ્સને ખેંચી લેશે જેમાં કોઈપણ મેળ થતું હોય. ત્યાર પછી નોટિફિકેશન આવશે અને તમે દેખાતા તમામ પેજને ચેક કરી શકો છો અને પછી તેને હટાવવાની વિનંતી કરી શકો છો.

AIની મદદ લેશે Google?

આ ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે અત્યાર સુધી યુઝર્સને મેન્યુઅલી પોતાની માહિતી શોધવાની અને તેને ડિલીટ કરવાની વિનંતી કરવી પડતી હતી. આ પહેલા ગૂગલે તેના ગૂગલ આસિસ્ટન્ટ માટે એક ફીચર લોન્ચ કર્યું હતું. એક્સિયોસના એક અહેવાલ અનુસાર, ટેક જાયન્ટનો ઉદ્દેશ્ય જનરેટિવ AI પર વિશેષ ભાર આપીને પોતાના આસિસ્ટન્ટને નવું સ્વરૂપ આપવાનો છે. તે OpenAI ના ChatGPT અને Bard જેવું જ હશે.

આ પણ વાંચો | Meta AI-સંચાલિત ચેટબોક્સ લોન્ચ કરે તેવી અટકળો, જે માણસોની જેમ વાત કરશે,શું છે આ સુવિધા?

Advertisment

Google Classroomમાં પણ ફેરફાર થયા

તે ઉપરાંત તાજેતરમાં જ ગૂગલે તેના ક્લાસરૂમમાં વધુ એક ફીચર લોન્ચ કર્યું છે. હવે, Google દ્વારા રજૂ થનાર આ નવા ટૂલના પ્રતાપે ટીચર ક્લાસમાં પોતાના માર્કિંગને પર્સનલાઇઝ કરવામાં સક્ષમ હશે. ગૂગલે એક બ્લોગ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેમની પાસે નિયત તારીખ પછી કોઈપણ અસાઇનમેન્ટ માટે એન્ટ્રી સ્વીકારવાનું બંધ કરવાનો વિકલ્પ હશે. આ ફિચર્સ ઉપયોગી બનેશે કારણ કે ઓનલાઈન ક્લાસ શીખવતી વખતે સબમિશનની તારીખો યાદ રાખવી પડકારજનક હોઈ શકે છે.

science ટેકનોલોજી ટ્રેન્ડિંગ ન્યૂઝ