વિમાનોમાં બોમ્બની અફવાઓ અંગે સરકાર કડક, સોશિયલ મીડિયા કંપની પાસે સહકાર માંગ્યો

દેશભરની એરલાઈન્સને રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. બે દિવસ પહેલા 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

દેશભરની એરલાઈન્સને રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. બે દિવસ પહેલા 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Indian Airlines, bomb calls in planes

દેશભરની એરલાઈન્સને રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Indian Airlines : દેશભરની એરલાઈન્સને રોજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય) એ શનિવારે આવા લોકોને શોધી કાઢવા માટે સોશિયલ મીડિયા કંપની (એક્સ, ફેસબુક) પાસે સહકાર માંગ્યો હતો. જુદા જુદા વિમાનો વિશે સતત આવા કોલ આવી રહ્યા છે. સરકારે તેની સાથે કડક રીતે વ્યવહાર કરવા માટે અનેક પગલા લીધા છે. બે દિવસ પહેલા 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં એર ઇન્ડિયાના 20 વિમાનોનો સમાવેશ થાય છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં 20 ઇન્ડિગો, 20 વિસ્તારા અને 25 અકાસા ફ્લાઇટનો સમાવેશ થાય છે.

Advertisment

મંત્રાલયે શું કહ્યું?

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઈઆઈટીવાય)એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે એરલાઈન્સને આ પ્રકારની બોમ્બની ધમકીઓ રાજ્ય માટે પણ ખતરારૂપ છે, મંત્રાલય કડક શબ્દોમાં કાર્યવાહી કરવાની વાત કરી રહ્યું છે.

મંત્રાલયે એક્સ, ફેસબુક, સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને આઇટી નિયમો 2021 હેઠળ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. જેથી કોઈ પણ ઉપયોગકર્તાને કોઈપણ ગેરકાયદેસર અથવા ખોટી માહિતીને હોસ્ટ કરવા, પ્રદર્શિત કરવા, અપલોડ કરવા, સુધારવા, પ્રકાશિત કરવા, ફેલાવવા, સંગ્રહ કરવા, અપડેટ કરવાની અથવા શેર કરવાની મંજૂરી આપવામાં ન આવે.

આ પણ વાંચો - કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું – ભારત-કેનેડાના સંબંધો ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા, ટ્રુડોએ બર્બાદ કરી દીધા

Advertisment

મંત્રાલયે કહ્યું કે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ (એક્સ, ફેસબુક) સહિત બધાએ પોતાના પ્લેટફોર્મ પર બોમ્બ-ધમકીઓ સહિતના આવા દૂષિત કૃત્યોને પ્રસારિત થતા રોકવા માટે યોગ્ય પ્રયાસો કરવા જોઈએ.

સતત સામે આવી રહ્યા છે આવા કેસો

છેલ્લા 11 દિવસમાં ભારતીય એરલાઈન્સની લગભગ 250 ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈન્ડિગોના પ્રવક્તાએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને 20 ફ્લાઇટ્સ માટે સુરક્ષા સંબંધિત ચેતવણી મળી છે.

અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની 13 ફ્લાઇટ્સને સુરક્ષા ચેતવણી મળી હતી અને વ્યાપક નિરીક્ષણ પછી, તમામ સંબંધિત વિમાનોને સેવામાં પાછા મૂકવામાં આવ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓનો સામનો કરવા માટે આ પ્રકારની ધમકીઓ જારી કરનારાઓને એર પ્રતિબંધની સૂચિમાં મૂકવા સહિત કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે.

એરલાઇન્સ કેન્દ્ર સરકાર india દેશ