ન્યાયાધીશોની નિયુક્તિ પર સરકાર અને ન્યાયપાલિકામાં ગતિરોધ વચ્ચે સરકારે હાઈકોર્ટના જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા 21 પેન્ડિંગ અરજીઓમાંથી 19ને પરત કરી દીધી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસને આ અંગે જાણવા મળ્યું છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યા પ્રમાણે 28 નવેમ્બરે ન્યાયિક નિયુક્તિઓ ઉપર સુપ્રીમ કોર્ટની સુનાવણીના કલાકો પહેલા ભલામણોને પરત કરી દીધી છે. જેમાં 10 નામ એવા છે જેમને કોલેજિયમે પુનરાવર્તન કર્યું હતું અને 9 નામ પહેલી ભલામણ બાદ પેન્ડિંગ હતા. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ મંગળવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે બે ભલામણોને સ્વીકાર કરવામાં આવી છે. વકીલ સંતોષ ગોવિંદ ચપલગાંવકર અને મિલિંદ મનોહર સથાયેને બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરવાની ભલાવણ સ્વીકારાઈ છે.
કોલેજિયમ દ્વારા પુર્નાવર્તન કરાયેલા 10 નામો જેમાંથી પાંચ અલ્હાબાદ હાઇકોર્ટ માટે હતા, કોલકાત્તા હાઇકોર્ટ માટે બે નામ હતા, કેરળ હાઇકોર્ટ માટે બે નામ અને કર્ણાટક હાઇકોર્ટ માટે એક નામ હતું. બોમ્બે હાઇકોર્ટના મુખ્ય નાયાધીશ જિસ્ટીસ દીપાંકર દત્તાને સુપ્રીમ કોર્ટના જજના રૂપમાં ભલામણ કરનાર કોલેજિયમનો 26 સપ્ટેમ્બરનો નિર્ણય પણ સરકાર પાસે પેન્ડિંગ છે.
આ પણ વાંચોઃ- આપ પાર્ટીએ પાટીદાર અનામત આંદોલનના નેતાને ગુજરાતના પ્રવક્તા બનાવ્યા, જાણો કોણ છે?
હાઇકોર્ટ માટે કોલેજિયમ દ્વારા પુનરાવર્તિત કર્યા બાદ પરત મોકલેલી 10 ભલામણો
અલ્હાબાદ હાઇકોર્ટ
- રિશાદ મુર્તઝા; 24/08/2021 ના રોજ ભલામણ કરેલ; 14/07/2022 ના રોજ પુનરાવર્તિત
- શિશિર જૈન; 24/08/2021 ના રોજ ભલામણ કરેલ; 14/07/2022 ના રોજ પુનરાવર્તિત
- ધ્રુવ માથુર; 24/08/2021 ના રોજ ભલામણ કરેલ; 14/07/2022 ના રોજ પુનરાવર્તિત
- વિમલેન્દુ ત્રિપાઠી; 24/08/2021 ના રોજ ભલામણ કરેલ; 14/07/2022 ના રોજ પુનરાવર્તિત
- મનુ ખરે; 06/10/2021 ના રોજ ભલામણ કરેલ; 14/07/2022 ના રોજ પુનરાવર્તિત
કલકત્તા હાઇકોર્ટ
- અમિતેશ બેનર્જી; 24/07/2019 ના રોજ ભલામણ કરેલ; 01/09/2021 ના રોજ પુનરાવર્તિત
- શાક્ય સેન; 24/07/2019 ના રોજ ભલામણ કરેલ; 08/10/2021 ના રોજ પુનરાવર્તિત
કર્ણાટક હાઈકોર્ટ
- નાગેન્દ્ર રામચંદ્ર નાઈક; 03/10/2019 ના રોજ ભલામણ કરેલ; 02/03/2021 અને 01/09/2021 ના રોજ પુનરાવર્તિત
કેરળ હાઈકોર્ટ
- સંજીથા કલ્લૂર અરક્કલ; 01/09/2021 ના રોજ ભલામણ કરેલ; 11/11/2021 ના રોજ પુનરાવર્તિત
- અરવિંદ કુમાર બાબુ થાવરક્કટ્ટિલ; 01/09/2021 ના રોજ ભલામણ કરેલ; 11/11/2021 ના રોજ પુનરાવર્તિત
હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે પ્રથમ વખત ભલામણ કરવામાં આવ્યા બાદ પરત આવેલા 9 નામો આ પ્રમાણે છે
- ગણેશ રામ મીના; રાજસ્થાન HC; 01/09/2021 ના રોજ ભલામણ કરેલ
- મનીષ શર્મા; રાજસ્થાન HC; 06/10/2021
- સૌરભ કિરપાલ; દિલ્હી HC; 11/11/2021
- મિર્ઝા સૈફુલ્લાહ બેગ; તેલંગાણા HC; 01/02/2022
- સોમશેખર સુંદરેસન; બોમ્બે એચસી; 16/02/2022
- આર જોન સત્યન; મદ્રાસ HC; 16/02/2022
- અબ્દુલ ગની અબ્દુલ હમીદ; મદ્રાસ HC; 16/02/2022
- સુમન પટ્ટનાયક; ઓરિસ્સા HC; 25/07/2022
- હરપ્રીત સિંહ બ્રાર; પંજાબ અને હરિયાણા HC; 25/07/2022
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ સ્વાસ્થ્ય, આવાસ, શિક્ષાથી ઉપર એક ચિંતા, “મોદીજીની ઇજ્જત ખરાબ થાય એવું કોઈ કામ નહીં કરીએ”
અગાઉ, 11 નવેમ્બરના રોજ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચે કાયદા અને ન્યાય મંત્રાલયમાં ન્યાય સચિવ અને વધારાના સચિવ (વહીવટ અને નિમણૂક) ને “સરળ નોટિસ” જારી કરી હતી. 28 નવેમ્બર પહેલા જવાબ આપો કે સરકાર કોલેજિયમની ભલામણો પર શા માટે પગ ખેંચી રહી છે.