Lok Sabha Election 2024 Result Live Update: લોકસભા ચૂંટણી પરિણામ 2024 જાહેર થઇ રહ્યા છે, જેમાં અમુક આશ્ચર્યજનક વિગતો સામે આવી રહી છે. ગુજરાતની દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 4800 થી વધુ મત સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે. તેવી જ રીત ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પંજાબની ખડૂર સાહિબ લોકસભાથી 57 હજાર કરતા વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. અમૃતપાલ સિંહનો મુકાબલો કોંગ્રેસના કુલદીપ સિંહ અને આપ પાર્ટીના લાલજીત સિંહ સાથે છે. લોકસભા ચૂંટણીના 8 સ્વતંત્ર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
દીવ દમણ પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ સૌથી આગળ
ગુજરાતની દીવ દમણ લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 4800થી વધુ મત સાથે આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ઉમેશ પટેલનો મુકાબલો ભાજપના લાલુભાઇ પટેલ, કોંગ્રેસના કેતન પટેલ સાથ છે.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ જંગી મત સાથે આગળ
પંજાબની ખડૂર સાહિબ બેઠક પર સ્વતંત્ર ઉમેદવાર અમૃતપાલ સિંહ 57230 મત સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે. નોંધનિય છે કે, અમૃતપાલ સિંહ ખાલિસ્તાન સમર્થક છે અને ખાલિસ્તાન સમર્થન કેસમાં ધરપકડ પણ થઇ હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર અત્યાર સુધી અમૃતપાલ સિંહને અત્યાર સુધી 1.31 લાખથી વધુ મત મળ્યા છે.
ખડૂર સાહિબ બેઠકના અન્ય ઉમેદવારની વાત કરીયે તો કોંગ્રેસ ઉમેદવાર કુલબીર સિંહ ઝિરાને 73995 અને આપ ઉમેદવાર લાલજીત સિંહ ભુલ્લરને 67329 મત મળ્યા છે. તો શિરોમણી અકાલી દળના ઉમેદવાર વિરસાસિંહ વાલતોહન 29213, ભાજપના મનજીત સિંહ મન્નાને 25889 મત મળ્યા છે.
લોકસભા ચૂંટણી પરિણામમાં 6 અપક્ષ ઉમેદવાર આગળ
લોકસભા ચૂંટણી 2024 પરિણામમાં 6 અપક્ષ ઉમેદવાર આગળ છે. જેમા મહારષ્ટ્રની સાંગલી બેઠક પર વિશાલ પાટીલ 18730 મત સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર વિશાલ પાટીલનો મુકાબલો ભાજપના સંજય પાટીલ અને શિવસેનાના ચંદ્રહાર પાટીલ સાથે છે.
આ પણ વાંચો | ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઈવ : ભાજપ 24, તો કોંગ્રેસ 01 બેઠક પર આગળ
પંજાબની ફરિદકોટ બેઠક પર સરબજીત સિંહ ખાલસા 28818 મત, દમણ દિવ પર ઉમેશભાઇ પટેલ 4895, જમ્મુ – કાશ્મિરની બારામુલ્લા બેઠક અબ્દુલ રાશિદ શેખ 47881 અને લદ્દાખ બેઠક મોહમદ હનિફ 17488 મત સાથ આગળ ચાલી રહ્યા છે.