Gujarat Rain Updates : ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 28 લોકોના મોત

Gujarat Rain Weather Updates : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારો પાણીમાં સમાયા છે. આજે પણ ગુજરાતના માથે વરસાદી આફત મંડરાઈ રહી છે.

Written by Ankit Patel
Updated : August 28, 2024 23:36 IST
Gujarat Rain Updates : ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 28 લોકોના મોત
એનડીઆરએફ ટીમ રેસ્ક્યૂ ઓપરેશન photo Social media

Gujarat Rain Updates, Red Alert : દેશના ઘણા ભાગોમાં ચોમાસાએ પોતાની અસર દેખાડી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે.હજારો લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે અને હજી પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. એનડીઆરએફ, સ્થાનિક તંત્ર સહિત સેનાની પણ મદદ લેવાઈ રહી છે. આખા રાજ્યમાં વરસાદને કારણે 28 લોકોના મોત થયાની માહિતી મળી છે.

વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ 3 કોલમ તથા NDRF- SDRFની વધુ 1-1 ટીમ ફાળવાઇ

રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે. વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય, કચ્છ સૌરાષ્ટ્ર માથે મડરાતી વરસાદી આફત

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેમાંથી એક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલ બંગાળની ખાડીનું પ્રેશર તથા દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફ અને ઉત્તર ગુજરાત ઉપર એક મોન્સુન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશન સાથે સંકળાયેલો છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદી આફત મંડરાઈ રહી છે.

આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, આગામી 48 કલાક બાદ તેનું જોર ઘટી શકે છે. હજુ પણ વરસાદનું જોર રહેતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ભારે ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ વરસી શકે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘાની ધબધબાટી

આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 5 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ, ભાણવડમાં 3 ઇંચ, કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ભારે વરસાદના પગલે કૂલ 28,495 લોકોનું કરાયું સ્થળાંતર

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કૂલ 28,495 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે નવસારીમાં 9500 લોકો, સુરતમાં 3859 લોકો, વડોદરા 3249 લોકો, પોરબંદરમાં 1567 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સિઝનનો 105.83 ટકા વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આ સિઝનમાં 105.83 ટકા વરસાદ નોંધાયો હતો. વરસાદની માત્રાની વાત કરીએ તો 934.49 એમએમ વરસાદ નોંધાયો હતો. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 126.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 84.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 102.65 ટકા, સૌરાષ્ટ્રમાં 116.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 109.20 ટકા વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના 118 ડેમ હાઈ એલર્ટ પર

મળતી માહિતી પ્રમાણે ભારે વરાસદના પગલે ગુજરાતના 118 ડેમ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. 18 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર છે. જો ડેમની પાણીની સ્થિતિની વાત કરીએ તો 102 ડેમ 100 ટકા ભરાયા છે. 41 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. તો 22 ડેમ 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. 23 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 18 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.

46 ડેમ 70થી 100% જેટલાં ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરાઃ આજવા ડેમના દરવાજા 213.65 ફૂટ પર બંધ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના અધ્યક્ષ ડૉ. શિતલ મિસ્ત્રીએ આ અખબારને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 10 વાગ્યાથી આજવા દરવાજા 213.65 ફૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. “જો કે, નદીના કિનારે અન્ય જળાશયો તેમજ વિશ્વામિત્રીમાં પ્રવેશતા અન્ય પાણી પણ છે જે તેના સ્તરમાં વધારો કરી શકે છે. અજવા વાલ્વ આપોઆપ 213.85 ફૂટ પર સેટ થઈ જાય છે જે પછી તે આપમેળે શરૂ થશે.

Live Updates

રાજુલાના ચાંચબંદર ગામે દરીયાઇ ખાડીમાં માછીમાર યુવક ડૂબ્યો

રાજુલાના ચાંચબંદર ગામે દરીયાઇ ખાડીમાં માછીમાર યુવક ડૂબ્યો છે. આ ઘટનાને પગલે કોસ્ટગાર્ડ, તલાટી મંત્રી તેમજ મરીન પીએસઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા છે. હાલ તંત્ર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામા આવી છે. દરીયાકાઠે બોટ લંગરતા સમયે યુવક ખાડીમાં ડૂબ્યો.

ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 28 લોકોના મોત

ભારે વરસાદના કારણે છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં 28 લોકોના મોત થયા છે. બીજી તરફ વરસાદની આગાહીના કાપણે રાજ્યમાં અનેક જિલ્લાની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઇ છે. બોટાદ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, સરકારી ગ્રાન્ટેડ, તેમજ તમામ શાળાઓમાં આવતીકાલે રજા રહેશે. ભારે વરસાદના કારણે આવતીકાલે તારીખ 29/8/2024 ને ગુરૂવાર ના રોજ બોટાદ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ તેમજ ખાનગી તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે.

વૈષ્ણોદેવી સર્કલ અંડર બ્રિજમાં પંપની મદદથી પાણી કાઢવામાં આવી રહ્યું છે

અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અંડર બ્રિજ પાણી ભરાવાને કારણે ખોરવાઈ ગયો છે. સ્વિમિંગ પુલ ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પંપની મદદથી અંડર બ્રિજમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઘણા સ્થળો પણ પાણી ભરાયા હતા.

વડોદરા: ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વડોદરા: ગુજરાત સરકારના મંત્ર ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવા અને પૂરની સ્થિતિ સર્જાઈ છે.

દ્વારકા-જામનગર હાઈવે પાણીમાં ગરકાવ

સતત વરસાદના કારણે દ્વારકા-જામનગર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરા જિલ્લામાં રેસ્ક્યુ કામગીરી માટે આર્મીની વધુ ૩ કોલમ તથા NDRF- SDRFની વધુ 1-1 ટીમ ફાળવાઇ

રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે. વડોદરા જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદમાં અનેક જગ્યાઓ પર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આર્મીની વધુ ત્રણ કોલમ, એન. ડી. આર. એફ.ની એક તથા એસ. ડી. આર. એફ.ની એક ટીમ રેસ્ક્યું માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની ચાર કોલમ, એન. ડી. આર. એફ. ની ચાર તથા એસ. ડી. આર. એફ.ની પાંચ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે એમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે

બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 196 તાલુકામાં વરસાદ

આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી 196 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં પોણા 7 ઇંચ, ખંભાળિયામાં સાડા પાંચ ઇંચ, ભાણવડમાં 4 ઇંચ, કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેમાંથી એક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલ બંગાળની ખાડીનું પ્રેશર તથા દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફ અને ઉત્તર ગુજરાત ઉપર એક મોન્સુન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જે ડીપ ડિપ્રેશન સાથે સંકળાયેલો છે. જેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદી આફત મંડરાઈ રહી છે.

સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 188 તાલુકામાં વરસાદ

આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 5 ઇંચ, ખંભાળિયામાં 3 ઇંચ, ભાણવડમાં 3 ઇંચ, કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ભારે વરસાદના પગલે કૂલ 28,495 લોકોનું કરાયું સ્થળાંતર

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કૂલ 28,495 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે નવસારીમાં 9500 લોકો, સુરતમાં 3859 લોકો, વડોદરા 3249 લોકો, પોરબંદરમાં 1567 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં સિઝનનો 105.83 ટકા વરસાદ નોંધાયો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આ સિઝનમાં 105.83 ટકા વરસાદ નોંધાયો હતો. વરસાદની માત્રાની વાત કરીએ તો 934.49 એમએમ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં બોટ ફરતી થઈ, ફાયર બ્રિગેડ દ્વારા પરિવારનું રેસ્ક્યૂ કરાયું

અમદાવાદ શહેરમાં બે દિવસ પડેલા અતિ ભારે વરસાદના કારણે શહેરના પૂર્વ વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજના વિસ્તારમાં સાત વર્ષ બાદ ફરી એકવાર બોટ ચલાવી પડી છે. ફાયર બ્રિગેડ દ્વારા બીમાર યુવક અને ચાર બાળકો સાથે પરિવારનું રેસ્કયૂ કરી બહાર કાઢ્યા હતા.

વડોદરા ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે વધુ પડતા પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

ટ્રેનો સંપૂર્ણપણે રદ

1. ટ્રેન નંબર 22929/22930 દહાણુ રોડ – વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટ 28 ઓગસ્ટ 2024

2. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09182 છોટા ઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર

3. ટ્રેન નંબર 09355 પ્રતાપનગર – 28 ઓગસ્ટ 2024 ના છોટા ઉદેપુર ડેમુ

4. ટ્રેન નંબર 09170 અલીરાજપુર – 28 ઓગસ્ટ 2024 ના પ્રતાપનગર પેસેન્જર

5. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09108 એકતાનગર – પ્રતાપનગર મેમુ

6. ટ્રેન નંબર 09109 પ્રતાપનગર – 28મી ઓગસ્ટ 2024ની એકતાનગર મેમુ

7. ટ્રેન નંબર 09110 એકતાનગર – 28મી ઓગસ્ટ 2024ની પ્રતાપનગર મેમુ

8. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09113 પ્રતાપનગર – એકતાનગર મેમુ

9. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09114 એકતાનગર – પ્રતાપનગર મેમુ

ટૂંકી ટર્મિનેટેડ ટ્રેનો

1. 27 ઓગસ્ટ 2024 ના રોજ, નિઝામુદ્દીનથી ચાલતી ટ્રેન નંબર 20946 – નિઝામુદ્દીન – એકતાનગર સુપરફાસ્ટ વડોદરા સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-એકતાનગર વચ્ચે રદ રહેશે.

2. ટ્રેન નંબર 19484 બરૌની – 26 ઓગસ્ટ 2024 ના રોજ બરૌનીથી ચાલતી અમદાવાદ એક્સપ્રેસ ઉધના સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન ઉધના-અમદાવાદ વચ્ચે રદ રહેશે.

3. 26 ઓગસ્ટ 2024 ના રોજ, પુરીથી દોડતી ટ્રેન નંબર 12994 પુરી – ગાંધીધામ સુપરફાસ્ટ ઉધના સ્ટેશન પર ટૂંકી કરવામાં આવશે. આ ટ્રેન ઉધના-ગાંધીધામ વચ્ચે રદ રહેશે.

4. ટ્રેન નંબર 09164 અલીરાજપુર – 28 ઓગસ્ટ 2024 ના રોજ અલીરાજપુરથી ચાલતી પ્રતાપનગર પેસેન્જર ડભોઈ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ થશે. આ ટ્રેન ડભોઈ-પ્રતાપનગર વચ્ચે રદ રહેશે.

ટૂંકા મૂળની ટ્રેનો

1 ટ્રેન નંબર 09181 પ્રતાપનગર – 28 ઓગસ્ટ 2024 ના અલીરાજપુર પેસેન્જર ડભોઈ સ્ટેશનથી ટૂંકી હશે.

2. ટ્રેન નંબર 09163 પ્રતાપનગર – છોટાઉદેપુર પેસેન્જર 28મી ઓગસ્ટ 2024 ના રોજ ડભોઈ સ્ટેશનથી ટૂંકી ઉપડશે.

આજે સવારે 6થી 8 વચ્ચે ગુજરાતના 140 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારના રોજ સવારે 6થી 8 વાગ્યા વચ્ચે ગુજરાતના 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં દોઢ ઈંચ, સુરતના કામરેજમાં સવા ઈંચ, દેવભૂમી દ્વારાકના કલ્યાણપુરમાં સવા ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, જામનગરના લાલપુરમાં એક ઈંચ, દેવભૂમી દ્વારકાના ભાણવડમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

ખંભાળિયામાં 18, જામનગરમાં સાડા 15 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જામનગર જિલ્લાના જામનાગરમાં સાડા 15 ઈંચ, જામજોધપુરમાં 13 ઈંચ, લાલપુરમાં 13 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં પોણા 12 ઈંચ, જામનગરના કાલાવાડમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો .

ગુજરાતમાં 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વડોદરા પાસે પાણી ભરાતા સૌરાષ્ટ્રથી આવતી ટ્રેનો રદ્દ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

28.08.24 ની ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ

27.08.24 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

28.08.24 ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

28.08.24 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

જામનગર જળમગ્ન, લોકોનું રેસ્ક્યૂ કરાયું

જામનગર શહેરમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય લોકોની હાલત કફોડી બની છે. જામનગર નજીક વસઈ ગામ પાસે પૂરમાં બે લોકો સહિત કાર ફસાતા જામનગર પોલીસ અને સ્થાનિકોએ બે લોકોને ક્રેન, દોરડા અને ટ્યુબની મદદથી રેસ્ક્યૂ કર્યા હતા.

વડોદરાઃ આજવા ડેમના દરવાજા 213.65 ફૂટ પર બંધ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના અધ્યક્ષ ડૉ. શિતલ મિસ્ત્રીએ આ અખબારને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 10 વાગ્યાથી આજવા દરવાજા 213.65 ફૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. “જો કે, નદીના કિનારે અન્ય જળાશયો તેમજ વિશ્વામિત્રીમાં પ્રવેશતા અન્ય પાણી પણ છે જે તેના સ્તરમાં વધારો કરી શકે છે. અજવા વાલ્વ આપોઆપ 213.85 ફૂટ પર સેટ થઈ જાય છે જે પછી તે આપમેળે શરૂ થશે.

ગુજરાતના 76 ડેમ છલકાયા, 46 ડેમ 70થી 100% જેટલાં ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ