Gujarat Lok Sabha Election 2024, Bjp Key Candidate List: ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉનાળાની ગરમીમાં રાજકીય માહોલ વધુ ગરમ કરી રહી છે. સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં સુરત બેઠક પર કોંગ્રેસ સાથે મોટો દાવ થઇ ગયો અને મતદાન પૂર્વે જ સુરત બેઠક ભાજપ જીતી ગયું છે. હવે 26 બેઠકો પૈકી એક બેઠક ભાજપને મળી જતાં 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ મતદાન થશે. ગુજરાતની બેઠકો પર ભાજપ ઉમેદવારોનું પુરુ લિસ્ટ.
અબકી બાર 400 પાર … સ્લોગન સાથે ભાજપે મોદી સરકાર 3.0 માટે દેશમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે. ગત ટર્મ એટલે કે લોકસભા ચૂંટણી 2019 માં ભાજપે 303 બેઠકો સાથે પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. જોકે લોકસભા ચૂંટણી 2024 માં આ વખતે ભાજપે 400 પ્લસ બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતે ગત ચૂંટણીમાં પુરે પુરી 26 બેઠકો ભાજપને અપર્ણ કરી હતી. આ વખતે પણ ભાજપે જીત સાથે શરુઆત કરી છે. મતદાન થયા વગર જ ભાજપે સુરત બેઠક જીતી લીધી છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે અન્ય કોઇ હરિફ ઉમેદવાર ન રહેતાં ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવારને જીતેલા જાહેર કર્યા છે.
આ પણ વાંચો – 400 પ્લસ બેઠકનો રેકોર્ડ કોના નામે છે
ગુજરાતની 26 બેઠકો પૈકી સુરત બેઠક પર ચૂંટણી સમાપ્ત થતાં હવે 25 બેઠકો માટે મતદાન થશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર વચ્ચે ભાજપે પ્રારંભે જ મોટો ઘા કર્યો છે. ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની યાદી જોઇએ તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા સહિત દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. આ ઉમેદવારોના ભાવિ 7 મેના રોજ ઇવીએમમાં કેદ થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.
ક્રમ બેઠક ઉમેદવાર રિપીટ 1 અમદાવાદ ઇસ્ટ હસમુખભાઇ પટેલ હા 2 અમદાવાદ વેસ્ટ દિનેશભાઇ મકવાણા ના 3 અમરેલી ભરતભાઇ મનુભાઇ સુતરિયા ના 4 આણંદ મિતેશ પટેલ (બકાભાઇ) હા 5 બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી ના 6 બારડોલી પરભુભાઇ નાગરભાઇ વસાવા હા 7 ભરુચ મનસુખભાઇ ધનજીભાઇ વસાવા હા 8 ભાવનગર નિમુબેન જ્યંતિભાઇ બાંમણીયા ના 9 છોટા ઉદેપુર જશુભાઇ ભુલાભાઇ રાઠવા ના 10 દાહોદ જશવંતસિંહ સુમનભાઇ ભાંભોર હા 11 ગાંધીનગર અમિત શાહ હા 12 જામનગર પૂનમ હેમંતભાઇ માડમ હા 13 જૂનાગઢ ચૂડાસમા રાજેશભાઇ નારણભાઇ હા 14 કચ્છ ચાવડા વિનોદ લક્ષ્મણસિંહ હા 15 ખેડા દેવુંસિંહ ચૌહાણ હા 16 મહેસાણા હરિભાઇ પટેલ ના 17 નવસારી સી આર પાટીલ હા 18 પંચમહાલ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ ના 19 પાટણ ડાભી ભરતસિંહ શંકરજી હા 20 પોરબંદર ડો. મનસુખ માંડવિયા ના 21 રાજકોટ પુરષોત્તમભાઇ રુપાલા ના 22 સાબરકાંઠા શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયા ના 23 સુરત મુકેશકુમાર દલાલ (બિન હરીફ) ના 24 સુરેન્દ્રનગર ચંદુભાઇ છગનભાઇ શિહોરા ના 25 વડોદરા ડો. હેમાંગ જોશી ના 26 વલસાડ ધવલ લક્ષ્મણભાઇ પટેલ ના
ભાજપે ગુજરાત ચૂંટણી માટે નવોદિત ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. 26 પૈકી 12 સાંસદોને જ રિપીટ કરાયા છે. રિપીટ કરાયેલા સાંસદોની વાત કરીએ તો ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ, અમદાવાદ ઇસ્ટ બેઠક પર હસમુખ પટેલ, આણંદ બેઠક પર મિતેશ પટેલ, બારડોલી બેઠક પર પરભુભાઇ વસાવા, દાહોદ બેઠક પર જશવંત ભાભોર, જામનગર બેઠક પર પૂનમ માડમ, જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમા, કચ્છ બેઠક પર વિનોદ ચાવડા, ખેડા બેઠક પર દેવુંસિંહ ચૌહાણ, નવસારી સી આર પાટીલ અને પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.





