SIR Form Online : SIR ફોર્મ ભરવાનું છે? ઘર બેઠાં ઓનલાઇન ફોર્મ સબમિટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો અહીં

Gujarat SIR Form Online Registration : ગુજરાતમાં એસઆઈઆર (SIR) હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 22 અને 23 નવેમ્બર ખાસ કેમ્પ યોજાશે. ઉપરાંત ઓફલાઇન ઉપરાંત ઓનલાઇન SIR ફોર્મ ભરી શકાય છે. અહીં સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ રીત સમજાવીછે.

Written by Ajay Saroya
November 21, 2025 17:37 IST
SIR Form Online : SIR ફોર્મ ભરવાનું છે? ઘર બેઠાં ઓનલાઇન ફોર્મ સબમિટ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો અહીં
SIR Form Online : એસઆઈઆર ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે.

SIR Form Online Gujarat : ગુજરાતમાં એસઆઈઆર (SIR) હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. SIR અંતર્ગત મતદારોનું વેરિફિકેશન કરવામાં માટે QR કોડ અને ફોટા સાથેનું એક ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ ચૂંટણી પંચના બુથ લેવલ ઓફિસર (BOL) ઘર ઘર જઇને SIR ફોર્મ વિતરણ કરી રહ્યા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, મતદાર SIR ફોર્મ ઓનલાઇન ઘરે બેઠા ભરી શકે છે.

SIR વિશે ચૂંટણી પંચનું કહેવુ છે કે, મતદાર યાદીમાં ડિપ્લેકેશન અને મૃતક મતદાતા નામ હટાવવા માટે કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા લગભગ દરેક ચૂંટણી પહેલા કરવામાં આવે છે. જો તમે મતદારા બીજા શહેર, ગામ કે રાજ્યમાં જતા રહ્યા છે અથવા કોઇ કારણસર ઓફલાઇન SIR ફોર્મ જમા કરાવી શક્યા નથી, તો અહીં ઓનલાઇન SIR ફોર્મ ભરવાની અને તેની માટે જરૂરી દસ્તાવેજોની જાણકારી અહીં આપી છે.

ઓનલાઇન SIR ફોર્મ ભરવાના નિયમ

જો તમે SIR ફોર્મ ઓનલાઇન ભરવા માંગો છો તો સૌથી પહેલા તમારે તમારું મતદાર ઓળખપત્ર મોબાઇલ નંબર સાથે લિંક હોવું જોઇએ. જો તમારો મોબાઇલ નંબર વોટર આઈડી સાથે લિંક નહીં હોય તો તમારે ફોર્મ – 8 ભરવું પડશે. ઓનલાઇન ફોર્મ 8 ભરી તમે તરત જ વોટર આઈડી કે EPIC નંબર સાથે મોબાઇલ નંબર લિંક કરી શકાય છે. આ સાથે જ તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, તમારા મતદાર ઓળખપત્રની જાણકારી આધાર કાર્ડ જેવી જ હોવી જોઇએ.

SIR ફોર્મ ઓનલાઇન કેવી રીતે ભરવું?

SIR ફોર્મ ઓનલાઇન ફરવા માટે તમારે ચૂંટણી પંચના વોટર પોર્ટલ https://voters.eci.gov.in પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે આ પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે, આ પોર્ટલ 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ઓપન રહેશે.

વોટર પોર્ટલ પર રજિસ્ટ્રેશન કે લોગીન કરો

આ પોર્ટલના હોમ પેજ પર તમને ઘણા વિકલ્પ દેખાશે. અહીં મતદારા યાદીમાં તમારું નામ શોધો (Search Your Name in Voter List) ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જો તમને જુની SIR યાદી દેખાય છે તો તેમા તમારું નામ શોધી શકો છો.

જુની SIRમાં મતદાતાનું નામ શોધો

સૌથી પહેલા તમારા રાજ્ય, જિલ્લા, વિધાનસભા અને પોલિંગ સ્ટેશન સિલેક્ટ કરી જુની SIRની મતદાર યાદી ખોલો. હવે તમને આ યાદીમાં તમારું કે તમારા માતા પિતાનું નામ શોધો. આ યાદીમાં તમારું, માતા પિતા કે દાદા દાદીનું નામ છે કે નહીં તે તપાસો.

એન્યૂમરેશન ફોર્મ 2026 ભરો

SIR માં તમારું નામ અપડેટ કરવા માટે તમારે એન્યૂમરેશન ફોર્મ 2026 ભરવું પડશે. આ માટે તમે https://voters.eci.gov.in વેબસાઇટનું હોમ પેજ ઓપન કરો. હોમ પેજ પર ‘Fill Enumeration Form’ પર ક્લિક કરો. આ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર Enumeration Form પેજ ખુલી જશે.

હવે અહીં તમારું રાજ્ય અને વોટર આઈડી કાર્ડનો EPIC નંબર દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.

સર્ચ બટન ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર Enumeration Form નું પ્રી ફિલ્ડ ફોર્મ દેખાશે. આ જાણકારી તમારીને તમારે વેરિફાઇડ કરવાની રહેશે. આ જાણકારી તમારા આધાર કાર્ડ જેવી જ હોવી જોઇએ. જો જાણકારીમાં વિસંગતતા હોય તો BLO નો સંપર્ક કરવો.

નીચે તમારા મતદાર ઓળખપત્ર સાથે લિંક 10 આંકડાનો નંબર દાખલ કરો. મોબાઇલના OTP થી તમારી જાણકારી અપડેટ કરો. જો તમારો મોબાઇલ નંબર વોટર આઈડી કાર્ડથી લિંક નથી તો તમને લિંક કરવાનો પણ વિકલ્પ મળશે. તેની માટે ફોર્મ 8 ભરવું પડશે.

મતદારની વિગત SIR સાથે સરખાવો

OTP વેરિફાઇ કર્યા હબાદ તમને 3 વિકલ્પ દેખાશે. તેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરો.

  • જુની SIR મતદાર યાદીમાં નામ છે
  • જુની SIRમાં માતા પિતા, દાદા દાદીનું નામ છે કે
  • મતદારાનું નામ કે માતા પિતાનું નામ વોટર લિસ્ટમાં નથી

જો તમારું નામ SIR યાદીમાં છે તો તમારા પરિવારના સભ્યોની વિગત ભરી શકાય છે. તો તમારું નામ જુની SIR યાદીમાં નથી તો તમારા માતા પિતા કે દાદા દાદીનું નામ અને તેમની વિગત દાખલ કરવાની રહેશે. આ જાણકારી તમને ઉપર આપેલી છે.

મતદારની વિગત દાખલ કરતી વખતે બહું સાવધાની રાખવાન છે. જુની SIR યાદી, આધાર અને મતદાર ઓળખપત્રમાં તમાનું નામ સમાન હોવું જોઇએ. જો તમારા નામમાં વિસંગતતા હોય તો તમારે ઓફલાઇન ફોર્મ ભરવું પડશે. તમારી પાસે EPIC નંબર છે, તો ફોર્મમાં બધી વિગત પ્રી ફિલ્ડ આવી જશે.

ફોર્મમાં દેખાતી વિગત જેમ કે, નામ, ઉંમર, લિંગ અને સરનામું કાળજી પૂર્વક ચકાસો. જો કોઇ જાણકારી અપડેટ કરવાન જરૂર હોય તો કરો. તેની સાથે જ તમારે સફેદ બેકગ્રાઉન્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, જેમા તમારો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય. ચૂંટણી પંચનું કહેવું છે કે, SIR પ્રક્રિયા માટે ફોટો અપલોડ કરવો જૂરી જરૂરી નથી. એક વખત ફોર્મ ભર્યા બાદ આ પોર્ટલ પર તમારા SIR ફોર્મનું સ્ટેટ્સ ચેક કરી શકાય છે.

આધાર વેરિફિકેશન

એન્યૂમરેશન ફોર્મની વિગત દાખલ કર્યા બાદ સબમિટ બટન દબાવતા ‘Aadhar E-sign’ પર પર લઇ જશે. અહી તમારો આધાર નંબર દાખલ કરો, પછી તમારા આધાર લિંક મોબાઇલ નંબર પર આવેલા OTP થી વેરિફાઇ કરો. આ રીતે તમારું એન્યૂમરેશન ફોર્મ ઓનલાઇન સબમિટ થઇ જશે.

ગુજરાતમાં SIR મતદાર યાદી સુધારા માટે 22 અને 23 નવેમ્બરે ખાસ કેમ્પ

ગુજરાતમાં વર્ષ 2002ની મતદાર યાદીના આધારે SIR સર્વે થઇ રહ્યો છે. રાજ્યમાં 4 નવેમ્બર 2025 થી 4 ડિસેમ્બર 2025 સુધી મતદાતા ચકાસણી કામગીરી ચાલશે. ત્યાર બાદ 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ થશે. જો મતદાર યાદીમાં તમારું નામ ન હોય કે કોઇ સુધારો કરવાનો હોય તો હક્ક દાવા અને વાંધા અરજી 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે. મતદાર યાદી સંબંધિત ફરિયાદની સુનવણી અને ચકાસણી માટેનો નોટિસ સમય 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે. ત્યારબાદ છેલ્લે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી રજૂ થશે. વધુ વાંચા અહીં ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ