Today News in Gujarati, 10 February 2024,આજના તાજા સમાચાર : આજે શનિવાર ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં જાણો
કર્મચારીઓ માટે મોટા સમાચાર, EPFOએ PF એકાઉન્ટ પર વ્યાજ દરમાં વધારો કર્યો
ચૂંટણી વર્ષમાં કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. હવે પીએફ ખાતા પર 8.25 ટકા વ્યાજ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) એ 2023-24 માટે કર્મચારીઓના ભવિષ્ય નિધિ ખાતા માટે નવા વ્યાજ દરની જાહેરાત કરી છે. જે મુજબ, 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર વ્યાજ તેનો દર 8.25 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
વ્યાજ દર ક્યારે હતો?
EPFOએ 2022-23 માટે EPF પરના વ્યાજ દરને 2021-22માં 8.10 ટકાથી વધારીને માર્ચ 2023માં 8.15 ટકા કર્યો હતો. માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો.















