Gujarati News Today 27 January Highlights: વડોદરામાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ, જાનહાની ટળી

Gujarati News Today 27 January Highlights: વડોદરામાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ, જાનહાની ટળી. અહીં જાણો આજના દિવસના મુખ્ય સમાચાર

Gujarati News Today 27 January Highlights: વડોદરામાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ, જાનહાની ટળી. અહીં જાણો આજના દિવસના મુખ્ય સમાચાર

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Vadodara Fire

વડોદરા આગ (ફાઈલ ફોટો)

Today News Live Updates in Gujarati, 27 January 2024, લાઇવ ન્યૂઝ અપડેટ્સ : આજે શનિવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો. અહીં મળશે તમને આજના બ્રેકિંગ ન્યૂઝઅપડેટ્સ

Advertisment

વડોદરા : દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ, મોટા પાયે નુકશાન

વડોદરાના સાવલી તાલુકાના સામડાપુર ગામ ખાતે દવા બનાવતી એશિયન નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. આગના ગોટા પાંચ કિમી સુધી દેખાતા હતા. કંપનીના કર્મચારીઓ આગ લાગતા જ બહાર દોડી ગયા હતા, જેથી જાનહાની ટળી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કર્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાના કારણે કંપનીમાં મોટા પાયે નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

નારાયણ સાઈ 2013 રેપ કેસ - જામીન અરજી પર 29 એ સુનાવણી થશે

આશારામ બાપુના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની એક મહિલા સાથેના 2013 નો રેપ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હાલમાં નારાયણ સાઈએ તેમના પિતા આસારામની તબિયત ખરાબ હોવાની દેખરેખ રાખવા માટે જામીન અરજી કરી, જેમાં જણાવવામાં આવ્યું છે કે, તે તેમના એક માત્ર પુત્ર છે, જેથી તેમની સારવારની જવાબદારી તેમની છે. આ અરજી પર 29 તારીખે કોર્ટ નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે, સેસન્સ કોર્ટે 2019 માં નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, તેને બાદમાં હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

વડોદરા બોટ દુર્ઘટના ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્સનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઉપરાંત રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા ખાસ સૂચના આપી છે.

Advertisment
  • Jan 27, 2024 12:30 IST

    અરવિંદ કેજરીવાલનો BJP પર આરોપ : AAPના 7 નેતાઓએ પાર્ટી છોડવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી

    Arvind kejriwal, aap government, BJP : અરવિંદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી છોડવા માટે સાત ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા અને બીજેપી ટિકિટની ઓફર કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપે ઓપરેશન લોટસ 2.0 શરૂ કર્યું છે અને દિલ્હીમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. વધુ વાંચો



  • Jan 27, 2024 12:14 IST

    વડોદરા હરણી દુર્ઘટના બાદ અમદાવાદના DEO એક્શન મોડમાં

    વડોદરા બોટ દુર્ઘટના ભૂલકાઓના જીવ ગયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્સનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઉપરાંત રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા ખાસ સૂચના આપી છે.



  • Jan 27, 2024 12:09 IST

    Monkey Man Trailer : દેવ પટેલ દ્વારા ડાયરેક્ટ કરેલ મંકી મેનનું ટ્રેલર લોન્ચ

    Monkey Man Trailer : હોલીવુડ-સ્ટાઇલ એકશન અને ઇન્ડિયન એસ્થેટિક સાથે , મંકી મેન (Monkey Man) માં શાર્લ્ટો કોપ્લી, પીટોબાશ, વિપિન શર્મા અને શોભિતા ધુલીપાલા પણ મુખ્ય ભૂમિકામાં છે. મંકી મેન 5 એપ્રિલ, 2024 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. આ પણ વાંચો



  • Jan 27, 2024 10:49 IST

    IND vs ENG 1st Test Match, Day 3 | ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ : ભારતનો પહેલો દાવ 436 પર પુરો, ઇંગ્લેન્ડને આપી 190 રનની લીડ

    IND vs ENG 1st Test Match, Day 3|ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ : બીજા દિવસે કેએલ રાહુલ (86 રન) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (અણનમ 81)ની અડધી સદીના આધારે પ્રથમ દાવમાં સાત વિકેટે 421 રન બનાવ્યા હતા અને 175 રનની લીડ મેળવી હતી. વધુ વાંચો



  • Jan 27, 2024 10:03 IST

    Padma Vibhushan : પદ્મ વિભૂષણ પુરસ્કારથી તેલુગુ એક્ટર ચિરંજીવીને નવાજવામાં આવ્યા

    Padma Vibhushan Chiranjeevi : પદ્મ વિભૂષણ(Padma Vibhushan) એ દેશ બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તાજતેરમાં તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) ને શુક્રવારે પદ્મ વિભૂષણ(Padma Vibhushan)થી નવાજવામાં આવ્યા હતા. તેલુગુ સ્ટારને સોશિયલ મીડિયા પર ઘણાએ અભિનંદન પાઠવ્યા હતા. તેમના ભાઈ પવન કલ્યાણ (Pawan Kalyan) થી લઈને પુત્ર રામ ચરણ (Ram Charan) સુધી ઘણાએ ચિરંજીવીને શુભેચ્છા પાઠવી હતી. વધુ વાંચો



  • Jan 27, 2024 09:26 IST

    ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત, નલિયામાં 2 ડિગ્રી તાપમાન વધ્યું, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

    Today Weather, Gujarat Winter updates : ગુજરાતમાં ઠંડી વધતાં શિયાળો જામ્યો છે. જોકે, શુક્રવારે ઠંડીને બ્રેક લાગી છે અને રાજ્ય ભરતમાં ઠંડીમાં આંશિક રાહત રહી હતી. ગુજરાતમાં ઠંડીમાં આશરે બે ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું હતું. જેના પગલે આંશિક રીતે ઠંડીમાં રાહત મળી હતી. જોકે, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી યથાવત રહી હતી. હજી પણ ઠંડી વધવાનું હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં નલિયામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ઓખામાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. વધુ વાંચો



  • Jan 27, 2024 07:52 IST

    બિહાર રાજકારણ : લાલૂએ 5 વાર કર્યો નીતિશ કુમારને ફોન, CMએ ન આવ્યો કોઈ જવાબ

    Bihar Political Crisis, બિહાર રાજકારણ: રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહેલા બિહારમાંથી દરેક ક્ષણે નવા સમાચાર સામે આવી રહ્યા છે. એવી ચર્ચા છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર NDAમાં સામેલ થઈ શકે છે અને રાજ્યમાં ફરી એકવાર NDAની સરકાર બની શકે છે. આવી સ્થિતિમાં, JDU અને RJD અલગ-અલગ રસ્તા પર હોય તેવું જ નથી લાગતું, પરંતુ તેમની વચ્ચે ઘણા દિવસોથી જે અણબનાવની વાત કરવામાં આવી રહી હતી તે હવે ખાડામાં ફેરવાતી જોવા મળી રહી છે. વધુ વાંચો



  • Jan 27, 2024 07:18 IST

    કેવી રીતે પીએમ મોદીની મુસ્લિમ વિશ્વ મંચ પર પહોંચ ઘરેલું સ્તર પર ધ્રુવીકરણના આરોપોને ફગાવી દે છે? આ છે મોટા ફેક્ટર

    Liz Mathew : કેન્દ્રની ભાજપ સરકાર ઘરેલુ સ્તર પર ધ્રુવીકરણની રાજનીતિના આરોપો સામે ઝઝૂમી રહી છે. વિપક્ષના તમામ રાજકીય પક્ષો ભાજપ પર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવે છે, પરંતુ પીએમ મોદી આ તમામ માર્ગોથી અલગ થઇને ઇસ્લામિક વિશ્વ (મુસ્લિમ દેશો)ને પોતાની તરફેણમાં જોવાનો પ્રયાસ કરે છે. છેવટે તેમના પ્રયત્નો મહદ્ અંશે સફળ રહ્યા છે. વધુ વાંચો



  • Jan 27, 2024 07:17 IST

    ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી, 5 ફેબ્રુઆરીએ વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર

    Uniform Civil Code : ઉત્તરાખંડ સરકાર 5 ફેબ્રુઆરીએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ પસાર કરી શકે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે આ બિલ પર ચર્ચા કરવા માટે વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સમિતિ 2 ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપી શકે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા મે 2022માં સમિતિની રચના કરવામાં આવી હતી. વધુ વાંચો



  • Jan 27, 2024 07:14 IST

    આજનો ઇતિહાસ 27 જાન્યુઆરી : નેશનલ જિયોગ્રાફીક ડે અને આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ કેમ ઉજવાય છે?

    Today history 27 January : આજે 27 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે નેશનલ જિયોગ્રાફીક ડે અને આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



  • Jan 27, 2024 07:14 IST

    Breast Cancer : સ્તન કેન્સર વિષે ઘણી ગેરસમજ છે, અહીં એક્સપર્ટે કહ્યું..

    Breast Cancer : બ્રેસ્ટ કેન્સર (Breast Cancer) વિશે હવે સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણી ખોટી માન્યતાઓ ફેલાયેલી છે. અહીં હેલ્થ એક્સપર્ટે સ્તન કેન્સર વિશેની આઠ ગેરસમજો શેર કરી અને તેને વિગતવાર સમજાવી હતી. વધુ વાંચો



  • Jan 27, 2024 07:13 IST

    Today Horoscope : આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકો આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની મુસાફરી ટાળો

    Horoscope 27 January 2024, saturday Horoscope: આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Jan 27, 2024 07:12 IST

    શનિવારના લાઇવ દર્શન : લોકોના દુઃખ દૂર કરનારા કષ્ઠભંજન દેવના કરો લાઇવ દર્શન

    Today live darshan, kashtabhanjan salangpur temple : સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટભંજન કહેવાણા... સાળંગપુરમાં ગુજરાત સહિત દેશ દુનિયામાં પ્રસિદ્ધ કષ્ઠભંજન દેવનું મંદિર આવે છું. શનિવારનો દિવસ હનુમાન દાદાનો દિવસ ગણવામાં આવ છે. ત્યારે આજના દિવસે ભક્તો હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનભવે છે. આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમા ન દાદાના દર્શન કરાવીશું. લાઇવ દર્શન અહીં કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ