Gujarati News Today 3 February Highlights, આજના તાજા સમાચાર : અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, સમન્સ પર હાજર ન થતા ઇડીની કોર્ટમાં અપીલ

Gujarati News Today 3 February Highlights : અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, સમન્સ પર હાજર ન થતા ઇડીની કોર્ટમાં અપીલ સહિત આજના મુખ્ય સમાચાર જાણો.

Gujarati News Today 3 February Highlights : અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, સમન્સ પર હાજર ન થતા ઇડીની કોર્ટમાં અપીલ સહિત આજના મુખ્ય સમાચાર જાણો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat News Today, Arvind Kejriwal, Gujarat AAP News

અરવિંદ કેજરીવાલ ફાઇલ તસવીર

Today News in Gujarati, 3 February 2024,આજના તાજા સમાચાર : આજે શનિવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે.

Advertisment

વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

આજના સમાચાર અહીં જાણો : નોટિસ આપવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર તેમના કેટલાક ધારાસભ્યોને શિકાર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Advertisment

અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપ તેમના 7 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ દાવા સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ અંગે નોટિસ આપવા તેના ઘરે પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ દાવા અંગે સીએમ કેજરીવાલ પાસે પુરાવા માંગશે.

  • Feb 03, 2024 20:37 IST

    અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, સમન્સ પર હાજર ન થતા ઇડીની કોર્ટમાં અપીલ

    આપ પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી રહી છે. માહિતી મુજબ, સીએમ કેજરીવાલ વિરુદ્ધ ઇડીએ સમન્સ જારી કર્યુ હતુ. સમન્સ પર હાજર ન થતા હવે ઇડીએ દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ મામલે હવે 7 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે.



  • Feb 03, 2024 18:46 IST

    હેમંત સોરેનને રાહત, વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા કોર્ટની મંજૂરી

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં ભાગ લઇ શકશે. રાંચની સ્પેશિયલ કોર્ટે તેમને વિશ્વાસ મત દરમિયાન વિધાનસભામાં ભાગ લેવાની મંજૂરી આપી છે. નોંધનિય છે કે, હાલ તેઓ જમીન કૌભાંડ અને મન લોન્ડરિંગના કેસમાં ઇડીની કસ્ટડીમાં છે.



  • Feb 03, 2024 15:11 IST

    બનાવરીલાલ પુરોહિતનું પંજાબના ગવર્નર પદેથી રાજીનામું

    પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપવાની ઘોષણા કરી છે. તેમઓ વ્યક્તિગત કારણો અને અન્ય બાબતોસર શનિવારે રાજીનામું આપ્યું છે. પંજાબમાં આપ પાર્ટીની સરકાર છે અને મુખ્યમત્રી ભગવંત માન છે. અચાનક રાજ્યપાલના રાજીનામાંથી પંજાબના રાજકારણમાં નવાજૂની થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.



  • Feb 03, 2024 14:52 IST

    બિહારમાં મંત્રીમંડળની રચના, ગૃહ વિભાગ નીતિશ કુમાર પાસે

    બિહારમાં નવી સરકાર રચાયા બાદ મંત્રીમંડળની રચના થઇ ગઇ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. તો બંને નાયબ મંત્રીઓને 9-9 મંત્રાલય મળ્યા છે. સમ્રાટ ચૌધરીને નાણાં, વાણિજ્ય કર, નગર વિકાસ અને આવાસ, આરોગ્ય, રમતગમત, ઉદ્યોગ, પંચાયત રાજ, પશુ અને મત્સ્ય સંશાધન વિભાગ તેમજ કાયદા વિભાગ સંભાળશે.

    તો વિજય કુમાર સિન્હાને ખેતી, માર્ગ નિર્માણ, મહેસૂલ, જમીન, શેરડી ઉદ્યોગ, ખનન અને માઇનિંગ, શ્રમ સંશાધન, કલા સંસ્કૃતિ અને યુવા, લઘુ જલ સંશાધન અને લોક સ્વાસ્થ્ય અભિયંત્રણ વિભાગ મળ્યું છે.



  • Feb 03, 2024 12:46 IST

    Cervical Cancer Poonam Pandey | પૂનમ પાંડે જે બિમારીની શિકાર બની એ સર્વાઇકલ કેન્સર શું છે? જાણો બધું

    Poonam Pandey Death Cause Cervical Cancer In Gujarati : અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે નું 32 વર્ષની ઉંમરે સર્વાઇકલ કેન્સર ને કારણે અવસાન થયું છે. એકટ્રેસની મેનેજર, નિકિતાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં અવસાન અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “તેનું ઉત્તર પ્રદેશમાં તેમના નિવાસસ્થાને મૃત્યુ થયું હતું.” આ સમાચાર ઘણા લોકો માટે આઘાત સમાન હતા, જ્યારે અન્ય લોકોએ તાજેતરના સોશિયલ મીડિયા પ્રવૃત્તિને કારણે શંકા વ્યક્ત કરી હતી. વધુ વાંચો



  • Feb 03, 2024 12:35 IST

    યુસીસી : શું UCC લાગુ કરનાર પહેલું રાજ્ય બની જશે ઉત્તરાખંડ? જાણો કોણ છે ડ્રાફ્ટ તૈયાર કરનાર લોકો?

    Uttrakhand UCC : યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી સમિતિએ શુક્રવારે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ડ્રાફ્ટ દસ્તાવેજો સોંપ્યા હતા. એવું માનવામાં આવે છે કે ધામી સરકાર UCC લાગુ કરશે, જો તે લાગુ થશે તો ઉત્તરાખંડ UCC અપનાવનાર પ્રથમ રાજ્ય બનશે. UCC રાજ્યના તમામ નાગરિકો માટે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા માટે કાનૂની માળખું પ્રદાન કરશે. વધુ વાંચો



  • Feb 03, 2024 11:47 IST

    લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, ખુદ PM મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી

    ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. અડવાણી પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.



  • Feb 03, 2024 11:28 IST

    Poonam Pandey : પૂનમ પાંડેની એક ઇવેન્ટમાં ‘બિગ સરપ્રાઈઝ’ ની વાત શું આ હતી?

    Poonam Pandey Passed Away : પૂનમ પાંડે (Poonam Pandey) ના મેનેજર દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે અભિનેત્રીનું ગુરૂવારે અવસાન થયું છે, પૂનમ પાંડે શુક્રવારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે જ્યારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે 32 વર્ષની વયે સર્વાઇકલ કેન્સરને કારણે મૃત્યુ પામી છે. વધુ વાંચો



  • Feb 03, 2024 10:57 IST

    નોટિસ આપવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી, સીએમએ ભાજપ પર લગાવ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા તેમના ઘરે પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર તેમના કેટલાક ધારાસભ્યોને શિકાર બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપ તેમના 7 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ દાવા સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેની પૂછપરછ અંગે નોટિસ આપવા તેના ઘરે પહોંચી હતી. ક્રાઈમ બ્રાન્ચ આ દાવા અંગે સીએમ કેજરીવાલ પાસે પુરાવા માંગશે.



  • Feb 03, 2024 10:48 IST

    IND vs ENG 2nd Test day 2 live, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ : યશસ્વી જયસ્વાલની બેવડી સદી, ભારતનો લાઇવ સ્કોર 374/7

    IND vs ENG 2nd Test day 2 live, ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે આ મેચનો બીજો દિવસ છે. મેચનો પ્રથમ દિવસ 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 93 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. વધુ વાંચો



  • Feb 03, 2024 10:18 IST

    IND vs ENG 2nd Test, Day 2 : યશસ્વી જયસ્વાલની બેવડી સદી, ભારતનો લાઇવ સ્કોર 374/7

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે આ મેચનો બીજો દિવસ છે. મેચનો પ્રથમ દિવસ 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ હતો. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 93 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા.

    યશસ્વી જયસ્વાલ 179 રન અને રવિચંદ્રન અશ્વિન 5 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારતને દિવસની 91મી ઓવરના છેલ્લા બોલ પર કેએસ ભરત મળ્યો હતો. વિકેટ ગુમાવી. રેહાન અહેમદે તેને શોએબ બશીરના હાથે કેચ કરાવ્યો હતો. કેએસ ભરત 23 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારત ત્રીજા સેશનમાં 30 ઓવરમાં 111 રન બનાવ્યા અને 3 વિકેટ ગુમાવી (રજત પાટીદાર, અક્ષર પટેલ, કેએસ ભરત)



  • Feb 03, 2024 09:51 IST

    Today Weather Updates, આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનો મીશ્ર પ્રભાવ, ક્યાં કેટલી નોંધાઈ? આ જગ્યાએ વરસાદની સંભાવના

    Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીમાં મિશ્ર પ્રભાવ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ક્યાં ઠંડી વીધી છે તો ક્યાંક ઠંડી ઘટેલી જોવા મળી હતી. નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી ઉચકાતા 15 ડિગ્રી લઘુત્તમ તાપમાને પહોંચ્યો હતો. જોકે, અમદાવાદ અને ગાંધીનગરમાં બે ડિગ્રી જેટલી ઠંડી વધી હતી. ગુજરાતમાં ઠંડી 15 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે રહી હતી. વધુ વાંચો



  • Feb 03, 2024 09:13 IST

    Cervical Cancer Poonam Pandey | પૂનમ પાંડે જે બિમારીની શિકાર બની એ સર્વાઇકલ કેન્સર શું છે? જાણો બધું

    Poonam Pandey Death Cause Cervical Cancer In Gujarati : અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે નું 32 વર્ષની ઉંમરે સર્વાઇકલ કેન્સર ને કારણે અવસાન થયું છે. એકટ્રેસની મેનેજર, નિકિતાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં અવસાન અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “તેનું ઉત્તર પ્રદેશમાં તેમના નિવાસસ્થાને મૃત્યુ થયું હતું.” આ સમાચાર ઘણા લોકો માટે આઘાત સમાન હતા, જ્યારે અન્ય લોકોએ તાજેતરના સોશિયલ મીડિયા પ્રવૃત્તિને કારણે શંકા વ્યક્ત કરી હતી. વધુ વાંચો



  • Feb 03, 2024 08:46 IST

    મહારાષ્ટ્ર રાજકારણ : વિવાદ ઉકેલવા પહોંચેલા ભાજપના MLA એ પોલીસ સ્ટેશનમાં જ શિવસનેના નેતા ઉપર કર્યું ફાયરિંગ

    Maharashtra Politics, મહારાષ્ટ્ર રાજકારણ શુક્રવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભાજપના ધારાસભ્ય ગણેશ ગાયકવાડે કથિત રીતે શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી દીધી હતી. હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં એક વરિષ્ઠ પોલીસકર્મીની કેબિનની અંદર ગોળીબાર થયો હતો જ્યાં બંને નેતાઓ અને તેમના સમર્થકો લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે ફરિયાદ નોંધાવવા માટે ભેગા થયા હતા. વધુ વાંચો



  • Feb 03, 2024 07:56 IST

    અરવિંદ કેજરીવાલ : દિલ્હી મુખ્યમંત્રી જેલમાં જશે તો AAP ને ફાયદો? કેમ સતત ઠુકરાવી રહ્યા છે EDનું સમન્સ

    Delhi CM Arvind Kejriwal, ED summon, અરવિંદ કેજરીવાલ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમું સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલને 2 ફેબ્રુઆરીના રોજ હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લી વખતની જેમ, તેમણે ફરી એકવાર કોલ ફગાવી દીધો અને પૂછપરછમાં ભાગ લીધો ન હતો. તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ ED મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું અરવિંદ કેજરીવાલની પણ સોરેનની જેમ ધરપકડ થઈ શકે છે? કેજરીવાલની રાજકીય પેટર્ન પર નજર કરીએ તો હેમંત સોરેનની નકલ કરવાના સંકેત દેખાઈ રહ્યા છે. વધુ વાંચો



  • Feb 03, 2024 07:22 IST

    રાહુલ ગાંધીએ પોતાના નેતાઓને આપ્યું અલ્ટીમેટમ, હિમંતા અને મિલિંદ દેવડા જેવા નેતા તાત્કાલિક છોડી દે પાર્ટી

    Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓને મોટું અલ્ટીમેટમ આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મિલિંદ દેવડા અને હિમંતા બિસ્વા સરમા જેવા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દેવી જોઈએ. રાહુલનું કહેવું છે કે આવા નેતાઓ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે સહમત નથી. તમને જણાવી દઈએ કે હિમંતા 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને તાજેતરમાં જ કોંગ્રેસના મોટા નેતા મિલિંદ દેવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને એકનાથ શિંદે જૂથની શિવસેનામાં જોડાયા હતા. વધુ વાંચો



  • Feb 03, 2024 07:22 IST

    પુરુષોમાં વાળ ખરવાના અને ટાલ પડવાના આ 9 કારણો છે, આજે જ કરો ઉપાય, ફરી વાળ ભરાવદાર થઈ જશે

    પુરૂષોમાં વાળ ખરવાની સમસ્યા : વાળ આપણી ઓલ-ઓવર પર્સનાલિટી વધારવામાં મદદ કરે છે. સ્ત્રીઓ અને પુરુષો બંને પોતાના વાળને સુંદર અને ઘટ્ટ બનાવવા માટે ચિંતિત હોય છે અને વિવિધ ઘરેલું ઉપાય અપનાવે છે. તમે જાણો છો કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ વાળ ખરતા હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, પુરુષોના કપાળના આગળના ભાગથી વાળ ખરવા લાગે છે. જો લાંબા સમય સુધી કાળજી લેવામાં ન આવે તો વાળ વધારે ખરવા માંડે છે. મોટાભાગના પુરુષો માથાની ચામડીની સાઈડમાં અને કપાળ પર વાળ ખરવાની સમસ્યાથી પીડાય છે. તમે જાણો છો કે, પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા માટે કેટલાક ખાસ કારણો જવાબદાર હોય છે. વધુ વાંચો



  • Feb 03, 2024 07:21 IST

    આજનો ઇતિહાસ 3 ફેબ્રુઆરી : ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસિની ગાંગુલીની જન્મજયંતિ, પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું?

    Today history 3 February : આજે તારીખ 3 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના મહિલા સ્વતંત્રતા સેનાની સુહાસીની ગાંગુલીની જન્મજયંતિ છે. હાલ બાંગ્લાદેશમાં આવેલા ઢાકામાં 3 ફેબ્રુઆરી, 1909માં જન્મેલા સુહાસિની ગાંગુલીનો એક માત્ર સપનું હતું ભારતની આઝાદી.દિવસ દરમિયાન એક શિક્ષિકા બનીને રહેતા સુહાસિની ગાંગુલી ક્રાંતિકારીઓમાં સુહાસિની દીદી તરીકે જાણીતા હતા. વર્ષ 1942ના આંદોલનમાં અંગ્રેજોઓ તેમને જેલમાં કેદ કર્યા અને વર્ષ 1945માં મુક્ત થયા હતા. તેમનું અવસાન 23 માર્ચ, 1965માં થયુ હતુ. વધુ વાંચો



  • Feb 03, 2024 07:20 IST

    Today Horoscope : આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકો પૈસાની બાબતમાં કોઈ બાંધછોડ ન કરો

    today Horoscope, 3 February 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Feb 03, 2024 07:19 IST

    Today live Darshan, આજના લાઇવ દર્શન : શનિવારે સાળંગપુરથી કષ્ઠભંજન દેવના કરો દર્શન

    Kashtabhanjan dada, sarangpur today live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. લાઇવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ