Today News in Gujarati,18 february 2024,આજના તાજા સમાચાર : આજે રવિવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.

આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં જાણો
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ફરીથી વધારાયો, જૂન 2024 સુધી અધ્યક્ષ રહેશે
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ફરીથી વધારવામાં આવ્યો છે. હવે તેઓ જૂન 2024 સુધી અધ્યક્ષ રહેશે. ભાજપના સંમેલનમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે અને હવે 2024ની લોકસભા ચૂંટણી જીતવાની જવાબદારી નડ્ડાના ખભા પર રહેવા જઈ રહી છે. ગયા વર્ષે પણ પાર્ટીએ તેમની અધ્યક્ષતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જેપી નડ્ડાની વાત કરીએ તો તેમની અધ્યક્ષતામાં ભાજપે ઘણા રાજ્યોમાં ફરી પોતાની સરકાર બનાવી છે. જેપી નડ્ડાને સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશથી લઇને તાજેતરમાં સમાપ્ત થયેલી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે મોટી જીત મળી છે તેનો શ્રેય જેપી નડ્ડાને મળ્યો છે. આવી સ્થિતિમાં એનડીએ દ્વારા તેમની અધ્યક્ષતામાં 400 સીટ પાર કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.









