/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Mimi-Chakraborty.jpg)
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું (Express Photo by Anil Sharma)
Today News in Gujarati,15 February 2024,આજના તાજા સમાચાર : આજે ગુરુવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/breaking-News.jpg)
આજના બ્રેકિંગ ન્યૂઝ જાણો
ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. અભિનેત્રી કહે છે કે રાજકારણ તેના માટે નથી.
- Feb 15, 2024 23:46 IST
ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ, યથાવત્ રહેશે આંદોલન
ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ રહી છે. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. બેઠક દરમિયાન એમએસપી પર લાંબી ચર્ચા થઈ હતી. સરકારે અનેક તર્ક આપ્યા પરંતુ ખેડૂતો સ્વીકારવા તૈયાર ન હતા. જેના કારણે ત્રીજી વાતચીત પણ નિષ્ફળ રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન સરકારે ખેડૂતોને મનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા પાક પર પહેલેથી જ એમએસપી આપવામાં આવી રહી છે. એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો કે હરિયાણા અને પંજાબના ખેડૂતોને ઘઉં અને ડાંગર પર પહેલેથી જ એમએસપી મળી રહી છે. પરંતુ ખેડુતો તેમની માંગ પર અડગ રહ્યા જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે કાનૂની બાંયધરી જરૂરી છે.
- Feb 15, 2024 23:42 IST
કતરથી પરત ફરેલા પૂર્વ નૌસૈનિકે કહ્યું – વિદેશ મંત્રીએ અમારી પત્નીઓને વચન આપ્યું હતું કે તેમને મુક્ત કરાવીશું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/indian-navy-sailors-Qatar.jpg)
કતરના શેખના આદેશ પર જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ પૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને સોમવારે મુક્ત કર્યા. વધુ વાંચો
- Feb 15, 2024 22:59 IST
Nitish Bhardwaj : ટીવીના કૃ્ષ્ણના ઘરમાં મહાભારત, નીતિશ ભારદ્વાજે પત્ની સ્મિતા ગેટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જાણો શું છે મામલો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/nitish-bhardwaj-Smita-Gate-photo-.jpg)
Nitish Bhardwaj Police Complaint Against Wife Smita Gate : નીતિશ ભારદ્વાજે પત્ની સ્મિતા ગેટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમને જણાવી દઇયે કે મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજે 2009માં સ્મિતા સાથે બીજા લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રી પણ છે. વધુ વાંચો
- Feb 15, 2024 22:02 IST
શુકવારે ભારત બંધ! દેશભરના ખેડૂતો કરશે ચક્કાજામ, જાણો 16 ફેબ્રુઆરીએ બેંકો ખુલશે કે નહીં?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Farmers-protest-1.jpg)
Bharat Bandh : કિસાન આંદોલન 2.0 છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. ખેડૂતોના વિરોધ વચ્ચે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. વધુ વાંચો
- Feb 15, 2024 21:29 IST
ધ્રુવ જુરેલની ક્રિકેટ કિટ ખરીદવા માતાએ ગીરવે મુક્યા હતા ઘરેણાં, કારગિલ યુદ્ધ લડનાર પિતા ઇચ્છતા હતા કે પુત્ર પણ સૈનિક બને
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Dhruv-Jurel-1.jpg)
Dhruv Jurel story : ધ્રુવ જુરેલે ગુરુવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. ધ્રુવના ડેબ્યૂથી તેની માતાનું બલિદાનમાં સફળ થયું છે. વધુ વાંચો
- Feb 15, 2024 21:07 IST
સંદેશખાલી વિવાદની આખી કહાની, જ્યાં મહિલાઓએ મમતા સરકાર વિરુદ્ધ શરૂ કર્યું આંદોલન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/sandeshkhali-.jpg)
Sandeshkhali Controversy : પશ્ચિમ બંગાળનો સંદેશખાલી વિસ્તાર હાલ સસત ચર્ચામાં છે. મહિલાઓના વિરોધના કારણે બંગાળ સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. આરોપ એક ટીએમસીના નેતા પર છે. વધુ વાંચો
- Feb 15, 2024 20:18 IST
ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ સાંસદ પદેથી આપ્યું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. અભિનેત્રી કહે છે કે રાજકારણ તેના માટે નથી.
- Feb 15, 2024 19:24 IST
Income Tax : તમારે ફરી જૂની ટેક્સ રિઝિમમાં પરત આવવું છે? આવકવેરા વિભાગે નવું ફોર્મ જારી કર્યું; જાણો ફોર્મ 10-IEA શું છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Income-Tax-Acts.jpg)
Income Tax Return : ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે. ભારતમાં કરદાતાઓ માટે આઈટી રિટર્ન ફાઇલ કરવા જૂની ટેક્સ રિઝિમ અને નવી ટેક્સ રિઝિમ ઉપલબ્ધ છે. નવી ટેક્સ રિઝિમની તુલનાએ જૂની ટેક્સ રિઝિમમાં આવકવેરાના ફાયદા વધારે છે. વધુ વાંચો
- Feb 15, 2024 18:58 IST
ગુજરાત સહકારી મંડળીઓના નેતા અને પીઢ ગાંધીવાદી દેવેન્દ્ર દેસાઈનું નિધન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Devendra-Desai-passes-away.jpg)
દેવેન્દ્ર દેસાઈનું નિધન, દેસાઈનો જન્મ 1935 માં રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં થયો હતો. તેમનો પરિવાર રાજકોટ જિલ્લાના વાસાવડ ગામનો હતો અને તેમના પિતા રમણીશંકર દેસાઈ વાસાવડના તાલુકદાર હતા. વધુ વાંચો
- Feb 15, 2024 18:31 IST
ગુજરાત રાજ્યસભા ઉમેદવારો : કોણ છે ગોવિંદ ધોળકિયા, ડો. જશવંતસિંહ પરમાર અને મયંક નાયક
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/BJP-Gujarat-Rajya-Sabha-Candidate.jpg)
ગુજરાતના ભાજપના રાજ્યસભા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું, તો જોઈએ કોણ છે ગોવિંદ ધોળકિયા, ડો. જશવંતસિંહ પરમાર અને મયંક નાયક. વધુ વાંચો
- Feb 15, 2024 18:14 IST
સ્પીકર રાહુલ નાર્વેકરે અજિત પવાર જૂથને અસલી એનસીપી ગણાવી
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે અજિત પવાર જૂથને અસલી એનસીપી ગણાવી છે.
- Feb 15, 2024 18:10 IST
IND vs ENG 3rd Test , ભારત વિ ઈંગ્લેન્ડ સ્કોર : રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજાની સદી, પ્રથમ દિવસે ભારતનું પ્રભુત્વ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Rohit-sharma-jadeja.jpg)
India vs England, IND vs ENG : રોહિત શર્મા 196 બોલમાં 14 ફોર 3 સિક્સર સાથે 131 રન, રવિન્દ્ર જાડેજાના અણનમ 110 રન, ડેબ્યૂ ટેસ્ટમાં સરફરાઝ ખાનના 62 રન. વધુ વાંચો
- Feb 15, 2024 14:48 IST
Indonesia Elections 2024 | ઇન્ડોનેશિયા ચૂંટણી 2024 : તમારે જે જાણવાની જરૂર છે તે બધું જ
ઇન્ડોનેશિયા ચૂંટણી 2024 માટે 14 ફેબ્રુઆરીએ મતદાન યોજવામાં આવ્યું. ઈન્ડોનેશિયામાં 1998 માં સરમુખત્યારશાહીથી દૂર થયા પછી તેની પાંચમી રાષ્ટ્રપતિ અને વિધાનસભા ચૂંટણીઓ યોજવામાં આવી. વધુ વાંચો
- Feb 15, 2024 14:16 IST
સોનિયા ગાંધીનો પત્ર : સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને લખ્યો ભાવુક પત્ર,કહ્યું.. પરિવાર અધૂરો…
Sonia Gandhi letter to Raebareli Peoples, સોનિયા ગાંધીનો પત્ર : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભાનું ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે રાયબરેલીના લોકોને એક ભાવુક પત્ર લખ્યો છે. સોનિયા ગાંધી હાલમાં રાયબરેલીથી લોકસભાના સાંસદ છે, પરંતુ હવે રાજ્યસભામાં તેમની એન્ટ્રી બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ હવે અહીંથી ચૂંટણી નહીં લડે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે દિલ્હીમાં મારો પરિવાર અધૂરો છે, તે રાયબરેલી આવીને પૂર્ણ થાય છે. સોનિયા ગાંધીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વધુ વાંચો
- Feb 15, 2024 13:05 IST
Ileana D’Cruz : ઇલિયાના ડી’ક્રૂઝએ હસબન્ડ સાથે આ રીતે કર્યું વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન
Ileana D'Cruz : ઇલિયાના ડીક્રુઝ (Ileana D'Cruz ) એ વર્ષ 2006 માં તેલુગુ ફિલ્મથી સ્ક્રીન ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2012 માં કોમેડી ડ્રામા હિન્દી ફિલ્મ 'બરફી' માં જોવા મળી હતી. વધુ તસવીરો જુઓ
- Feb 15, 2024 13:00 IST
હારીજ ચાણસ્મા હાઈવે અકસ્માત : વરાણા ખોડિયાર મંદિરે જતા પદયાત્રીઓને વાહન ચાલકે ફંગોળ્યા, ત્રણના મોત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Harij-Chansma-Highway-Accident.jpg)
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે પર વરાણા ખોડિયાર માતાના મંદિરે જતા પગપાળા સંઘના પદયાત્રીકો અકસ્માતનો ભોગ બન્યા છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીકોને માતાજીના રથ સાથે ફંગોળ્યા હતા, આ અકસ્માતમાં ત્રણ લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ચારની હાલત ગંભીર છે. વધુ વાંચો
- Feb 15, 2024 12:33 IST
મંગળ ગોચર 2024: મંગળ શનિની રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના જાતકોની કિસ્મત ચમકશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/mangal-gochar-2024.jpg)
Mangal Gochar 2024, મંગળ ગોચર 2024 : ગ્રહોનો સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. હિંમત અને બહાદુરીના કારક મંગળના રાશિચક્રમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ મકર રાશિમાં સ્થિત છે. વધુ વાંચો
- Feb 15, 2024 12:01 IST
Dunky : વિશ્વભરમાં લગભગ ₹ 500 કરોડની કમાણી કર્યા પછી શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી નેટફ્લિક્સ અવેલેબલ
Dunky : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની તાજેતરની ફિલ્મ, કોમેડી ડ્રામા ડંકી (Dunky) થિયેટરમાં 21 ડિસેમ્બરે રિલીઝ થઇ હતી. હવે બે મહિના પછી નેટફ્લિક્સ (Netflix) પર ઉપલબ્ધ છે. સ્ટ્રીમિંગ જાયન્ટ નેટફ્લિક્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લખ્યું, “તમારી બેગ પેક કરો! બધેજ ડંકી પછી, @iamsrk નેટફ્લિક્સ પર આવી રહ્યું છે. રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત, ડંકીમાં તાપસી પન્નુ, બોમન ઈરાની અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં છે. વધુ વાંચો
- Feb 15, 2024 12:00 IST
ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ, લોકસભા ચૂંટણી પહેલા બંધારણીય બેંચનો મહત્ત્વનો નિર્ણય
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Electoral-Bond.jpg)
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ સુપ્રીમ કોર્ટ ચુકાદો : સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ્દ કરી છે. કોર્ટે તેને કલમ 19(1)(A) નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરવી પડશે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, SBI રાજકીય પક્ષો દ્વારા રોકાયેલા ચૂંટણી બોન્ડની વિગતો સબમિટ કરે. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે, SBI 2019 થી જાહેર કરાયેલા બોન્ડ્સ વિશે ભારતના ચૂંટણી પંચને માહિતી આપશે અને ચૂંટણી પંચ તેની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવશે. વધુ વાંચો
- Feb 15, 2024 11:57 IST
સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો, લોકસભા ચૂંટણી પહેલા બંધારણીય બેંચનો મહત્વનો નિર્ણય
- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ચૂંટણી બોન્ડને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. CJI ઉપરાંત આ બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
- સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય જાહેર કરીને તેને રદ કરી દીધા છે.
- સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન અને ગેરબંધારણીય ગણાવી છે.
- ચૂંટણી પંચે 3 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે અને 31 માર્ચ સુધીમાં વેબસાઇટ પર માહિતી આપવાની રહેશે.
- Feb 15, 2024 11:31 IST
ચીન LAC પર ખતરનાક ષડયંત્ર રચી રહ્યું, પહેલા ગામડા બનાવ્યા અને હવે નાગરિકો વસાવી રહ્યું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/China-LAC-conspiracy.jpg)
ભારત અને ચીન સરહદ વિવાદ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. સમયાંતરે એવા સમાચાર આવતા રહે છે કે, કાં તો ચીન ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અથવા તો સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. આવી જ એક માહિતી ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીને 2019 થી ભારતની ઉત્તર-પૂર્વ સરહદો પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક ગામડાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. હવે ચીન પોતાના નાગરિકોને બેઈજિંગ જિયાઓકાંગ બોર્ડર ડિફેન્સ વિલેજના આ ગામોમાં વસાવી રહ્યું છે. વધુ વાંચો
- Feb 15, 2024 11:07 IST
ખેડૂત આંદોલન વધારે ઉગ્ર, દિલ્હીની તમામ સરહદો સીલ, કેટલાક રૂટની ટ્રેનો બંધ
પંજાબ અને હરિયાણાના ખેડૂતો તેમની માંગ પર અડગ છે. તેઓ દિલ્હીમાં કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણામાં શંભુ બોર્ડર પર ખેડૂતોની 'દિલ્લી ચલો' કૂચ હાલ માટે રોકી દેવામાં આવી છે. ખેડૂતોનું એક જૂથ ગુરુવારે ત્રણ કેન્દ્રીય મંત્રીઓને મળી શકે છે. કેન્દ્ર સરકારે એક સપ્તાહની અંદર ત્રીજી વખત ખેડૂત નેતાઓને વાતચીત માટે બોલાવ્યા છે. આજની બેઠકમાં ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવે તેવી શક્યતા છે. દરમિયાન પંજાબમાં ખેડૂત સંગઠનોએ આજે રેલ રોકો આંદોલનનું આહ્વાન કર્યું છે. ભટિંડા-બરનાલા, લુધિયાણા-જાખલ-દિલ્હી, રાજપુરા-દિલ્હી રૂટ અને અમૃતસર ફતેહગઢ સાહિબ રૂટ પર ટ્રેનો બંધ રહેશે.
- Feb 15, 2024 11:04 IST
CBSE Board Exam, સીબીએસઈ બોર્ડ પરીક્ષા : આજથી 10 અને 12ની બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/CBSE-board-exam-today.jpg)
CBSE Board Exam, સીબીએસઈ બોર્ડ પરીક્ષા : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આજથી 15 ફેબ્રુઆરી 2024, ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થઈ ગઈ છે. ભારત અને વિદેશના 26 દેશોમાંથી 39 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. દિલ્હીમાં 877 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં 5,80,192 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. વધું વાંચો
- Feb 15, 2024 10:43 IST
હારીજ-ચાણસ્મા હાઈવે પર અકસ્માત, 3નાં મોત, 5 ઘાયલ
બહુચારાજીના અંબાલા ગામમાંથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખાતે ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઈવે પર દાંતરવાડે ગામ નજીક અજાણ્યા વાહને સંધને અડફેટેલેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચાર લોકોની હાલત ખુબ જ ગંભીર છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Feb 15, 2024 09:25 IST
Today Weather Update, આજનું હવામાન : ગુજરાતમાં ઠંડી ઘટી, ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ, વરસાદની આગાહી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Gujarat-winter-weather-updates-2.jpg)
Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી ઘટવા લાગી છે. ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 20.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી રહી હતી. જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હાલમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. કડકડતી ઠંડી બાદ હવે આછો તડકો દેખાવા લાગ્યો છે. વધુ વાંચો
- Feb 15, 2024 09:18 IST
અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબાર, એકનું મોત, 22 ઘાયલ
અમેરિકાના મિસૌરી રાજ્યના કેન્સાસ સિટીમાં પરેડ દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 9 બાળકો પણ સામેલ છે, જેમની ઉંમર 6 થી 15 વર્ષની વચ્ચે છે. જો કે, આ તમામ ઘાયલ લોકો હવે ખતરાની બહાર છે અને તેમના બચવાની પૂરી સંભાવના છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે.
વાસ્તવમાં, સુપર બાઉલની ફાઈનલ રવિવારે અમેરિકામાં યોજાઈ હતી, જેમાં 'કેન્સાસ સિટી ચીફ્સ' ટીમનો વિજય થયો હતો. આ ઉજવણી માટે શહેરભરમાં પરેડ કાઢવામાં આવી હતી. આ દરમિયાન ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરિંગ બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા.
- Feb 15, 2024 08:32 IST
Akshay Kumar : અક્ષય કુમારે UAE ના પ્રથમ હિન્દુ મંદિર ઉદ્ઘાટનમાં આપી હાજરી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/BAPS-Hindu-Mandir-Abu-Dhabi-Akshay-Kumar-gujarati-news.jpg)
Akshay Kumar : અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) બુધવારે યુએઈના પ્રથમ હિંદુ મંદિરના ઉદ્ઘાટનમાં અબુ ધાબી પહોંચ્યા હતા.અબુ ધાબીના હિન્દૂ મંદિર (temple in Abu Dhabi) નું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા કરવામાં આવ્યું છે , આ વિશાળ મંદિર પ્રાચીન સ્થાપત્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે જે વૈજ્ઞાનિક તકનીકો સાથે જોડાયેલું છે. વધુ વાંચો
- Feb 15, 2024 08:24 IST
ખેડૂત આંદોલન : MSPની માંગ, લોન માફીની ઈચ્છા… ખેડૂતો સાચા છે કે ખોટા? સીધા પ્રશ્નનો સીધો જવાબ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Farmers-protest-delhi-1.jpg)
Farmers Protest, kisan andolan, ખેડૂત આંદોલન : દિલ્હી બોર્ડર પાસે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. દેશના અન્નદાતા દિલ્હી સુધી કૂચ કરવાની વાત કરે છે તે કેટલું સાચું અને કેટલું ખોટું? તે દિલ્હી જવા માંગે છે, આ એક અલગ ચર્ચા છે, તેની માંગણીઓ શું છે તે બધા જાણે છે, પરંતુ સીધો સવાલ એ છે કે તે શું કરી રહ્યા છે. તેઓ શું ઇચ્છે છે. તે પણ યોગ્ય છે કે નહી? આ પ્રશ્નનો સીધો જવાબ મેળવવો મુશ્કેલ છે, તેની તરફેણમાં અને વિરુદ્ધમાં ઘણી દલીલો છે. પરંતુ તેમ છતાં, જો સમગ્ર પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવામાં આવે તો ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકે છે. વધુ વાંચો
- Feb 15, 2024 07:47 IST
અબુધાબીમાં પીએમ મોદીએ કહ્યું – મંદિર સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Narendra-Modi-UAE-Visit-1.jpg)
PM Narendra Modi UAE Visit Updates : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવીય ઈતિહાસનો એક નવો સોનેરી અધ્યાય લખ્યો છે. આજે અબુધાબીમાં અને દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત લાગી છે. આમાં વર્ષો જૂનું સ્વપ્ન સામેલ છે. આમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે, પ્રમુખ સ્વામીજી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે ત્યાં પ્રશન્નતાનો અનુભવ કરી રહી હશે. વધુ વાંચો
- Feb 15, 2024 07:46 IST
Garlic Benefits : શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવા લસણ આ રીતે ખાવો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Garlic-benefits-cholesterol-health-tips-gujarati-news-1.jpg)
Garlic Benefits : આપણે બધા સ્વસ્થ રહેવા માંગીએ છીએ પરંતુ સ્વાદ સાથે સમાધાન કરતા નથી, શું તમે પણ એવું જ ઈચ્છો છો? તો જરા વિચારો કે તમારી ઈચ્છા પૂરી થઈ છે કારણ કે અહીં તમને એક એવા ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા શરીરની સંભાળ રાખવાની સાથે તમારો સ્વાદ પણ જાળવી રાખશે. આ વસ્તુ લસણ (Garlic) છે. વધુ વાંચો
- Feb 15, 2024 07:45 IST
આજનો ઇતિહાસ 15 ફેબ્રુઆરી : આજે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ છે, બાળકોને આ 7 પ્રકારના કેન્સર થવાનું જોખમ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/International-Childhood-Cancer-Day.jpg)
Today History 15 February : આજે 15 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો તો આજે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ છે. આજે ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મદિન અને ઉર્દૂ અને ફારસી ભાષાના પ્રખ્યાત શાયર મીર્ઝા ગાલીબનું અવસાન થયુ હતુ. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Feb 15, 2024 07:44 IST
Today Horoscope : આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોને ઉધાર આપેલા પૈસા પરત મળવાની સંભાવના છે
today Horoscope, 15 February 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Feb 15, 2024 07:44 IST
Today Live Darshan: આજના લાઇવ દર્શન, ગુરુવારે શિરડીથી સાંઈ બાબાના કરો દર્શન
today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us