/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Farmers-Protest-.jpg)
ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Express Photo by Gurmeet Singh)
Today News in Gujarati,13 February 2024,આજના તાજા સમાચાર : આજે મંગળવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/breaking-News.jpg)
આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં જાણો
પ્રદર્શનકારી ખેડૂતો શંભુ બોર્ડર પર જ રાત્રિ વિશ્રામ કરશે
પ્રદર્શનકારી ખેડૂતો શંભુ બોર્ડર પર જ રાત્રિ વિશ્રામ કરશે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે પાક માટે એમએસપીની ગેરંટી વાળો કાયદો બધા હિતધારકો સાથે ચર્ચા કર્યા વગર ઉતાવળમાં લાવી શકાય નહીં. સાથે તેમણે પ્રદર્શનકારી કિસાન સમૂહોને આ મુદ્દા પર સરકાર સાથે રચનાત્મક ચર્ચા કરવાનો આગ્રહ કર્યો.
- Feb 13, 2024 21:49 IST
સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીથી નારાજ? અચાનક મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Swami-Prasad-Maurya.jpg)
Swami Prasad Maurya : સ્વામી પ્રસાદ મૌર્ય છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. વધુ વાંચો
- Feb 13, 2024 21:05 IST
#WATCH | At the 'Ahlan Modi' event in Abu Dhabi, PM Modi says, "I remember my first visit (to the UAE) in 2015 when it had been only some time since I came to the Centre. It was the first visit of an Indian PM to the UAE, after three decades. The world of diplomacy was new to me.… pic.twitter.com/InNZonWPWU
— ANI (@ANI) February 13, 2024
- Feb 13, 2024 21:01 IST
અમને પણ ચાર વખત ભારતમાં તેમનું સ્વાગત કરવાની તક મળી - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે અમને પણ ચાર વખત ભારતમાં તેમનું સ્વાગત કરવાની તક મળી. તે થોડા દિવસ પહેલા જ ગુજરાત આવ્યા હતા. ત્યારે રસ્તાની બંને બાજુએ લાખો લોકો તેમનો આભાર વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. જે રીતે તે યુએઈમાં તમારા બધાનું ધ્યાન રાખે છે, જે રીતે તે તમારા હિતોની ચિંતા કરે છે. આવું ભાગ્યે જ જોવા મળે છે. તેથી તે બધા લોકો તેમનો આભાર માનવા માટે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
- Feb 13, 2024 21:00 IST
છેલ્લા 10 વર્ષમાં યુએઈની આ મારી સાતમી મુલાકાત - પીએમ મોદી
શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં યુએઈની આ મારી સાતમી મુલાકાત છે. આજે પણ UAEના રાષ્ટ્રપતિ નાહયાન મને એરપોર્ટ પર રિસીવ કરવા આવ્યા હતા. તેમનો હૂંફ પણ એટલો જ હતો. આ જ વાત તેમને ખાસ બનાવે છે.
- Feb 13, 2024 20:53 IST
આજે દરેક ધડકન કહી રહી છે કે ભારત-UAE મિત્રતા ઝિંદાબાદ - પીએમ મોદી
અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે તમે લોકોએ અબુ ધાબીમાં નવો ઈતિહાસ રચ્યો છે. આજે દરેક ધડકન કહી રહી છે કે ભારત-UAE મિત્રતા ઝિંદાબાદ.
- Feb 13, 2024 20:24 IST
પીએમ મોદી અબુધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ પહોંચ્યા
#WATCH | PM Narendra Modi arrives at the Zayed Sports Stadium in Abu Dhabi, UAE for the 'Ahlan Modi' event.
PM will address the Indian diaspora here, shortly. pic.twitter.com/tASLXlNnNi— ANI (@ANI) February 13, 2024
- Feb 13, 2024 19:15 IST
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ શું કહ્યું
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે પાક માટે એમએસપીની ગેરંટી વાળો કાયદો બધા હિતધારકો સાથે ચર્ચા કર્યા વગર ઉતાવળમાં લાવી શકાય નહીં. સાથે તેમણે પ્રદર્શનકારી કિસાન સમૂહોને આ મુદ્દા પર સરકાર સાથે રચનાત્મક ચર્ચા કરવાનો આગ્રહ કર્યો.
- Feb 13, 2024 19:07 IST
યુએઈમાં પીએમ મોદીને સાંભળવા માટે સંખ્યામાં ભારતીય ઉમટ્યા
#WATCH | People arrive at Zayed Sports Stadium in Abu Dhabi for PM Narendra Modi's 'Ahlan Modi' event.
PM will address the Indian diaspora here, shortly. pic.twitter.com/Onc5Q7TmFG— ANI (@ANI) February 13, 2024
- Feb 13, 2024 18:57 IST
UAE પહોંચેલા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ સાથે કરી બેઠક, કહ્યું – અહીં આવું ત્યારે લાગે છે પોતાના પરિવારને મળવા આવ્યો છું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Narendra-Modi-UAE-Visit.jpg)
PM Narendra Modi UAE Visit : પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને અબુધાબીમાં યુપીઆઈ રૂપે કાર્ડ સેવા શરૂ કરી. વધુ વાંચો
- Feb 13, 2024 18:07 IST
ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ 'મોદી-મોદી, મોદી હૈ તો મુમકીન હૈ ના નારા લગાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના અબુ ધાબીની એક હોટલમાં પહોંચ્યા. ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ 'મોદી-મોદી, મોદી હૈ તો મુમકીન હૈ અને ભારત માતા કી જય'ના નારા લગાવ્યા.
#WATCH | UAE: Members of the Indian diaspora raise slogans of 'Modi-Modi, Modi Hai to Mumkin Hai and Bharat Mata ki Jai' as Prime Minister Narendra Modi arrives at a hotel in Abu Dhabi, UAE pic.twitter.com/IOEf59HKrr
— ANI (@ANI) February 13, 2024
- Feb 13, 2024 17:57 IST
પીએમ નરેન્દ્ર મોદી યુએઈ પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Immensely grateful to my brother, HH @MohamedBinZayed, for taking the time to receive me at Abu Dhabi airport.
I look forward to a productive visit which will further strength the friendship between India and UAE. 🇮🇳 🇦🇪 pic.twitter.com/OWQivfszI2— Narendra Modi (@narendramodi) February 13, 2024
- Feb 13, 2024 17:26 IST
ખેડૂત વિરોધ પ્રદર્શન : આ વખતે કોણ કરી રહ્યું છે ખેડૂત આંદોલનની આગેવાની? ક્યાં છે રાકેશ ટિકૈત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/rakesh-tikait.jpg)
Farmers Protest : ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, ખેડૂતો એમએસપી કાયદાની ગેરંટી, સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરવા વગેરેની માંગ કરી રહ્યા છે. વધુ વાંચો
- Feb 13, 2024 16:56 IST
લોકસભા ચૂંટણી 2024 : આપે ગુજરાતમાં બીજા ઉમેદવારની જાહેરાત કરી, ભાવનગરથી ઉમેશ મકવાણા ચૂંટણી લડશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Umesh-Makwana.jpg)
Lok Sabha Election 2024 : ભરુચ બેઠક પરથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણ લડશે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે જાહેરાત કરી. વધુ વાંચો
- Feb 13, 2024 16:10 IST
ગુજરાત વિધાનસભા : 1,606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષક, શિક્ષણમંત્રીએ આપ્યો જવાબ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/government-Primary-schools-teachers-Shortage-in-gujarat.jpg)
ગુજરાત માં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત છે, 1606 શળાઓમાં માત્ર એક શિક્ષક, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં આપ્યા જવાબ. વધુ વાંચો
- Feb 13, 2024 15:24 IST
ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડનું નિધન, 95 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Dattajirao-Gaekwad-passed-away-Vadodara.jpg)
ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવાર 13 ફેબ્રુઆરી 2024 ના રોજ વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું. તેઓ ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા, તેઓ 95 વર્ષના હતા. વધુ વાંચો
- Feb 13, 2024 15:23 IST
અમદાવાદ થી રાજપીપળા જઈ રહેલ વર-કન્યા સહિત 20 જાનૈયાઓની તબીયત લથડી, નડિયાદ હોસ્પિટલ પહોંચ્યા
અમદાવાદ લગ્ન કરવા આવેલ વર કન્યા સહિત જાનૈયાઓને લગ્નનો જમણવાર ભારે પડી ગયો. લગ્નની મજા લીધા બાદ જાન ઘરે પહોંચે તે પહેલા જ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થઈ જતા તબીયત લથડી અને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ વાંચો
- Feb 13, 2024 15:20 IST
Ae Watan Mere Watan : સારા અલી ખાનની ‘એ વતન મેરે વતન’ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર આ તારીખે થશે રિલીઝ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Ae-Watan-Mere-Watan-Sara-Ali-Khan-amazon-prime-video-gujarati-news-1.jpg)
Ae Watan Mere Watan : અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) ની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ, એ વતન મેરે વતન (Ae Watan Mere Watan), માર્ચમાં એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video)પર રિલીઝ થવાની તૈયારીમાં છે. ઓટીટી જાયન્ટે જાહેરાત કરી હતી કે આઝાદી પહેલાના યુગમાં સેટ કરેલી આ ફિલ્મ 21 માર્ચથી સર્વિસ પર સ્ટ્રીમિંગ શરૂ કરશે. સંજોગવશાત, સારા હત્યાની રહસ્યમય ફિલ્મ મર્ડર મુબારક (Murder Mubarak) માં પણ અભિનય કરશે, જે નેટફ્લિક્સ પર માત્ર એક સપ્તાહ અગાઉ 15 માર્ચે રિલીઝ થવાની છે. વધુ વાંચો
- Feb 13, 2024 13:54 IST
અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, કહ્યું- નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકીય વર્તુળોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી છોડ્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાયા છે. ચવ્હાણ મુંબઈમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા અને પાર્ટીની સદસ્યતા લીધી. એવા અહેવાલો છે કે ભાજપ તેમને રાજ્યસભામાં મોકલી શકે છે.
ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓની તીવ્રતા વચ્ચે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે રાજ્યસભાના માધ્યમથી રાજનીતિમાં રહી શકે છે. એવી અટકળો છે કે તે આવતીકાલે રાજ્યસભામાંથી ઉમેદવારી નોંધાવશે. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે પાર્ટીની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી.
અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે. તેઓ રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
- Feb 13, 2024 12:33 IST
Vasant Panchami Puja look : વસંત પંચમીના અવસરે રકૂલ પ્રીત સિંહના આ યુનિક સાડી લુક બેસ્ટ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Vasant-Panchami-Rakul-Preet-Singh-Saree-look-Photos-Gujarati-news-.jpg)
Vasant Panchami Puja look : આ વર્ષે 14 ફેબ્રુઆરીએ ભારતમાં હિન્દુઓનો પવિત્ર તહેવાર વસંત પંચમી (Vasant Panchami) ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. આ અવસરે તમે રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ના આ અલગ અલગ સારી લુક ટ્રાય કરી છો, વધુ વાંચો
- Feb 13, 2024 12:25 IST
Mithun Chakraborty : મિથુન દાને આ કારણે PM નરેન્દ્ર મોદીએ આપ્યો ઠપકો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Mithun-Chakraborty-brain-stroke-PM-Narendra-Modi-gujarati-news.jpg)
Mithun Chakraborty : અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને સોમવારે કોલકાતાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 73 વર્ષીય અભિનેતાને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શનિવારે (10 ફેબ્રુઆરી) એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાને મગજના ઇસ્કેમિક સેરેબ્રોવાસ્ક્યુલર અકસ્માત (Brain Stroke) હોવાનું નિદાન થયું હતું. જો કે, હવે તે “એકદમ ઠીક” થઇ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે અને ટૂંક સમયમાં તે આગામી ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરશે. વધુ વાંચો
- Feb 13, 2024 12:15 IST
શંભૂ બોર્ડર પર ભારે તણાવ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, ભારે ફોર્સ તૈનાત
અંબાલામાં શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસે ખેડૂતોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે. ખેડૂતોને દિલ્હી તરફ જતા અટકાવવામાં આવ્યા છે. અહીં સ્થિતિ તંગ છે. ખેડૂતે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો
- Feb 13, 2024 11:42 IST
મેદાન પર મેચ ચાલી રહી હતી, વીજળી પડી અને ખેલાડીનું મોત, પોચા હૃદયવાળાએ આ વિડિયો ન જોવો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Football-player-dies-lightning-indonesia.jpg)
ઈન્ડોનેશિયામાં રમાઈ રહેલી ફૂટબોલ મેચ દરમિયાન એક ખેલાડી સાથે એવી દુર્ઘટના થઈ જેને જોઈને કોઈ પણ ચોંકી જશે. પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હતી અને તેનું ત્યાં જ મોત થયું હતું. વધુ વાંચો
- Feb 13, 2024 10:57 IST
પંજાબ-હરિયાણાથી ટ્રેક્ટર-ટ્રોલી સાથે ખેડૂતોની દિલ્હી કૂચ શરૂ થઈ
- દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ
- અર્ધલશ્કરી દળોની 10 કંપનીઓ તૈનાત- સ્ત્રોતો
- સિંઘુ, ટિકરી, શંભુ બોર્ડર પર ચુસ્ત સુરક્ષા ગાર્ડ
- ગાઝીપુર બોર્ડર પર પણ ટ્રાફિક જામ
- દિલ્હીમાં સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનનો ગેટ નંબર 2 બંધ કરી દેવામાં આવ્યો છે.
- ખેડૂતોના વિરોધને લઈને બાર એસોસિએશને CJIને પત્ર લખ્યો છે.
- Feb 13, 2024 10:55 IST
Sonia Gandhi Rajya sabha : અમેઠી પછી શું ગાંધી પરિવાર રાયબરેલીથી પણ દૂર રહેશે? સોનિયા ગાંધી રાજ્ય સભા ચૂંટણી લડશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/soniya-gandhi-rajya-sabha.jpg)
Sonia Gandhi, Rajya sabha election : કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા માટે બુધવારે એટલે કે આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સોનિયા ગાંધી હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં જશે કે રાજસ્થાનથી. સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી કે તે રાજસ્થાન થઈને રાજ્યસભા પહોંચી શકે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી સિવાય અભિષેક મનુ સિંઘવી પણ રાજ્યસભામાં જઈ શકે છે. વધુ વાંચો
- Feb 13, 2024 10:34 IST
અમેઠી પછી શું ગાંધી પરિવાર રાયબરેલીથી પણ દૂર રહેશે? સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યસભા માટે બુધવારે એટલે કે આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સોનિયા ગાંધી હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભામાં જશે કે રાજસ્થાનથી. સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી કે તે રાજસ્થાન થઈને રાજ્યસભા પહોંચી શકે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા સિવાય અભિષેક મનુ સિંઘવી પણ રાજ્યસભામાં જઈ શકે છે.
- Feb 13, 2024 10:16 IST
પીએમ મોદી યુએઈ પ્રવાસ : પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા આજે અબુ ધાબી પહોંચશે પીએમ મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-modi-UAE-visit.jpg)
PM Modi UAE Visit, પીએમ મોદી યુએઈ પ્રવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસની મુલાકાતે UAE જશે. 14 ફેબ્રુઆરીએ તેઓ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત, તેઓ UAEમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે, આ કાર્યક્રમમાં ભારે ભીડ એકત્ર થવાની સંભાવના છે. જો કે આ કાર્યક્રમ પહેલા વરસાદે તમામ મજા બગાડી નાખી છે. વરસાદના કારણે કાર્યક્રમનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. વધુ વાંચો
- Feb 13, 2024 09:33 IST
અમદાવાદમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગ, જાનૈયાઓને હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. રાજપીપળાથી આવેલા જાનૈયાઓને જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર થતાં તેમને એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાના પગલે હોટલ પર તાળા મારીને સંચાલકો ફરાર થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
- Feb 13, 2024 09:24 IST
લોકસભા ચૂંટણી 2024 : હિન્દુત્વના એજન્ડાને નહીં છોડે BJP! આ મુદ્દાઓ ઉપર રહેશે મોદી સરકારનું ફોકસ
Lok Sabha election 2024, Modi Government, લોકસભા ચૂંટણી 2024 : ગયા શનિવારે 17મી લોકસભા સમાપ્ત થઈ. આ દરમિયાન સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી સામાન્ય ચૂંટણીઓમાં હેટ્રિક ફટકારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી પ્રચંડ બહુમતી સાથે જીતશે.પીએમ મોદીએ ગૃહમાં એમ પણ કહ્યું કે, “અમારો ત્રીજો કાર્યકાળ ઘણા મોટા નિર્ણયોનો સાક્ષી બનશે અને આગામી 1000 વર્ષ સુધી મજબૂત પાયો નાખશે.” વધું વાંચો
- Feb 13, 2024 08:49 IST
જેલમાં બંધ તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીએ આપ્યું રાજીનામું
તમિલનાડુના મંત્રી વી સેંથિસન બાલાજીએ મની લોન્ડરિંગ અને નોકરી કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ કર્યા બાદ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. લગભગ સાત મહિના જેલમાં ગયા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી કાર્યાલયે સેંથિલ બાલાજીના રાજીનામાની પુષ્ટિ કરી છે. તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે.
સેંથિસન બાલાજીએ આ પગલું એટલા માટે લીધું છે કારણ કે તેઓ લાંબા સમયથી કાનૂની લડાઈ લડી રહ્યા હતા અને તેમને કોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી. આનાથી પ્રશ્ન ઊભો થયો કે તેમને મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના નેતૃત્વમાં મંત્રીમંડળમાં શા માટે રાખવામાં આવ્યા. મદ્રાસ હાઈકોર્ટ તેમની જામીન અરજીની સમીક્ષા કરશે તેના થોડા દિવસો પહેલા જ તેમનું રાજીનામું આવ્યું છે.
- Feb 13, 2024 08:32 IST
Arshad Warsi : અરશદ વારસી અને પત્ની મારિયાએ લગ્નના 25 વર્ષ બાદ કરાવી લગ્ન નોંધણી!
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Arshad-Warsi-Maria-Goretti-marriage-Anniversary-gujarati-news-1.jpg)
Arshad Warsi : બોલિવૂડ એક્ટર અરશદ વારસી (Arshad Warsi) અને તેની પત્ની મારિયા ગોરેટી (Maria Goretti) નો આ વર્ષનો વેલેન્ટાઈન ડે (Valentine Day) વિશેષ રહેશે. 14 ફેબ્રુઆરી, 1999 ના રોજ લગ્નના બંધનમાં બંધાયેલા આ કપલે ક્યારેય કાયદેસર રીતે તેમના લગ્નની નોંધણી કરાવી નથી. લગ્નના લગભગ 25 વર્ષ પછી, દંપતીએ 23 જાન્યુઆરી, 2024 ના રોજ તેમના લગ્નની નોંધણી કરાવી છે. વધુ વાંચો
- Feb 13, 2024 08:07 IST
ખેડૂત વિરોધ પ્રદર્શન : 5 કલાકની બેઠકમાં કોઈ સમાધાન નહીં, હરિયાણાથી દિલ્હી સુધી કિલ્લેબંધી, આ 8 પોઇન્ટથી સમજો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/farmers-protest-delhi.jpg)
Farmers Protest, ખેડૂત વિરોધ પ્રદર્શન : ચંડીગઢમાં ખેડૂત નેતાઓ સાથે ચાલેલી કેન્દ્રીય મંત્રીઓની મીટિંગમાં સોમવારે મોડી સાંજ સુધી કોઈપણ પક્ષે કોઈ સમજૂતી થઈ હોવાના સમાચાર મળ્યા ન હતા. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે રાત્રે બેઠક બાદ કહ્યું કે અમે મંગળવારે દિલ્હી જઈશું. તેમણે કહ્યું કે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ નથી, તે માત્ર સમય ખરીદવા માંગે છે.અમે પૂરી કોશિશ કરી પરંતુ બેઠકમાં અમારા પક્ષમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુ વાંચો
- Feb 13, 2024 07:39 IST
મોદી સરકાર 3.0 પર ભાજપ ઉત્સાહિત, સુધારા સાથે હિન્દુત્વ પણ એજન્ડામાં રહેશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Modi-govt-3.0.jpg)
Lok Sabha Elections 2024 : પીએમ મોદીએ ગૃહમાં જણાવ્યું હતું કે અમારો ત્રીજો કાર્યકાળ ખૂબ મોટા નિર્ણયોની સાક્ષી બનશે અને આગામી 1,000 વર્ષ માટે મજબૂત પાયો નાખશે. તેમનું નિવેદન મોદી સરકાર 3.0 ના કાર્યકાળ દરમિયાન લેવામાં આવનાર બોલ્ડ એજન્ડા દર્શાવે છે વધુ વાંચો
- Feb 13, 2024 07:39 IST
Ahlan Modi : પીએમ મોદીના સ્વાગત માટે યુએઇમાં ભવ્ય તૈયારી, અહલાન મોદી કાર્યક્રમમાં પ્રેક્ષકોની સંખ્યા ઘટાડી, જાણો કારણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PM-Narendra-Modi-BAPS-Temple-Abu-Dabhi-UAE.jpg)
PM Narendra Modi Ahlan Modi Event In UAE : પીએમ નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ યુએઇમાં સ્વામી સંપ્રદાયના BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેની પહેલા તેઓ 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીના જાયાદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમને અહલાન મોદી નામ આપવામાં આવ્યું છે. વધું વાંચો
- Feb 13, 2024 07:38 IST
Ginger Tea : આદુની ચાનું સેવન ડેન્ડ્રફ ઓછો કરી શકે? અહીં જાણો
Ginger Tea : આદુની ચા (Ginger Tea) તેના સુખદ સ્વાસ્થ્ય ગુણધર્મોને કારણે ઘણા લોકોની પ્રિય છે, ખાસ કરીને જ્યારે તમને માથાનો દુખાવો હોય. પરંતુ ડાયેટિશિયન સુમન ટિબ્રેવાલાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આદુનો પણ સમાવેશ થાય છે, આદુની ચા તંદુરસ્ત (Ginger Tea) માથાની ચામડીને (Scalp Health) મદદ કરી શકે છે, અહીં ડર્મેટોલોજિસ્ટ શું કહે છે, વધુ વાંચો
- Feb 13, 2024 07:37 IST
આજનો ઇતિહાસ 13 ફેબ્રુઆરી : આજે વિશ્વ રેડિયો દિવસ છે, હિંદની બુલબુલ કોને કહેવામાં આવે છે?
Today History 13 February : આજે 13 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ રેડિયો દિવસ છે. અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, મહિલા સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Feb 13, 2024 07:37 IST
Today Horoscope : આજનું રાશિફળ : મીન રાશિના જાતકોને કોઈ અજાણ્યા વ્યક્તિથી નુકાસન થઈ શકે છે, તેથી સાવચેત રહો
today Horoscope, 13 February 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. આ પણ વાંચો
- Feb 13, 2024 07:36 IST
Today Live Darshan: આજના લાઇવ દર્શન, મંગળવારે સાળંગપુરથી કષ્ઠભંજનદેવના કરો દર્શન
Salangpur hanuman temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us