Gujarati News Today 6 February Highlights: ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ થશે

Gujarati News Today 6 February Highlights: ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ કરાશે. આ ઉપરાંત આજના દિવસના મહત્વના ગુજરાતી સમાચાર જાણો.

Gujarati News Today 6 February Highlights: ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ કરાશે. આ ઉપરાંત આજના દિવસના મહત્વના ગુજરાતી સમાચાર જાણો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
અમિત શાહ સીએએ : અમિત શાહનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણી પહેલા લાગુ થશે CAA

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ (Photo: Screengrab from X/SansadTV)

Breaking Newsin Gujarati, 6 February 2024, આજના તાજા સમાચાર : આજે મંગળવારને 6 ફેબ્રુઆરીના ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનેલી મુખ્ય ઘટનાઓ, લેટેસ્ટ ગુજરાતી સમાચાર અહીં જાણો. ભારત મ્યાનમાર સરહદે 1643 કિલોમીટર લાંબી ફેન્સિંગ કરાશે.

Advertisment

આજના તાજા સમાચાર અહીં જાણો

breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
Today News Live Updaeબ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ

ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ થશે

ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ થવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આની જાહેરાત કરી છે. દેશની સુરક્ષામાં આ એક મોટું પગલું માનવામાં આવે છે. જે રીતે મ્યાનમારથી ગેરકાયદેસર રીતે લોકોની એન્ટ્રી ચાલી રહી છે, આ નિર્ણયથી જમીન પરની સ્થિતિ બદલાઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહે એક્સ અંગે આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપી છે.

ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે મોદી સરકાર સરહદોને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ શ્રેણીમાં ભારત-મ્યાનમારની 1643 કિલોમીટર લાંબી સરહદ પર ફેન્સિંગ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે અલગથી ટ્રેક બનાવવામાં આવશે. મણિપુરના મોરેહથી 10 કિલોમીટર લાંબી ફેન્સિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

  • Feb 06, 2024 23:47 IST

    થલાપતિ વિજયનું રાજનીતિક ડેબ્યૂ, તમિલનાડુમાં સિનેમા-રાજકારણ કેમ આકર્ષક સ્ક્રિપ્ટ બનાવે છે

    તમિલનાડુમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણ અને સિનેમાનું સહજ મિશ્રણ જોવા મળ્યું છે. આમાં તાજેતરમાં થલાપતિ વિજયનો ઉમેરો થયો છે. વધુ વાંચો



  • Feb 06, 2024 21:45 IST

    અંડર 19 વર્લ્ડ કપ : ભારતનો ફાઇનલમાં પ્રવેશ, ગુજરાતના રાજ લિંબાણીએ ફોર ફટકારી જીત અપાવી

    U19 World Cup 2024 : અંડર-19 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિ ફાઈનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 2 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો, ગુજરાતના રાજ લિંબાણીની 3 વિકેટ, કેપ્ટન ઉદય સહારન (81)અને સચિન દાસની (96) અડધી સદી. વધુ વાંચો



  • Advertisment
  • Feb 06, 2024 20:56 IST

    ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ થશે, અમિત શાહે જાહેરાત કરી

    ભારત-મ્યાનમારની 1643 કિલોમીટરની લાંબી સરહદ પર ફેન્સિંગ થવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે આની જાહેરાત કરી છે. દેશની સુરક્ષામાં આ એક મોટું પગલું માનવામાં આવે છે. જે રીતે મ્યાનમારથી ગેરકાયદેસર રીતે લોકોની એન્ટ્રી ચાલી રહી છે, આ નિર્ણયથી જમીન પરની સ્થિતિ બદલાઈ શકે છે. ગૃહમંત્રી અમિત શાહે એક્સ અંગે આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપી છે.

    ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે મોદી સરકાર સરહદોને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ શ્રેણીમાં ભારત-મ્યાનમારની 1643 કિલોમીટર લાંબી સરહદ પર ફેન્સિંગ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે અલગથી ટ્રેક બનાવવામાં આવશે. મણિપુરના મોરેહથી 10 કિલોમીટર લાંબી ફેન્સિંગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.



  • Feb 06, 2024 20:30 IST

    શરદ પવારને ફટકો, ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી એનસીપી ગણાવી

    Election Commission : ચૂંટણી પંચે શરદ પવાર જૂથને મહારાષ્ટ્રમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે નવું નામ લેવાનો નિર્દેશ આપ્યો. વધુ વાંચો



  • Feb 06, 2024 18:59 IST

    દેશમાં લગ્ન નામની વસ્તુ બચવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી, સુપ્રીમ કોર્ટે કેમ આવી ટિપ્પણી કરી?

    સુપ્રીમ કોર્ટમાં એક અપરણિત મહિલાએ સરોગસી માતા બનવા માટે અરજી કરી, જજે કહ્યું, ભારતને પશ્ચિમી દેશોના માર્ગ પર ચાલવાની મંજૂરી આપી શકાય નહીં. વધુ વાંચો



  • Feb 06, 2024 17:43 IST

    દિલ્હીથી પકડાયો લશ્કરનો આતંકી, બોર્ડર પરથી દેશમાં દારૂગોળો લાવતો હતો

    દિલ્હી પોલીસે દેશની રાજધાનીમાંથી લશ્કરના એક આતંકીની ધરપકડ કરી છે. આતંકવાદીની ઓળખ રિયાઝ અહમદ તરીકે થઈ છે અને તેના કબજામાંથી એક મોબાઇલ ફોન અને એક સિમકાર્ડ પણ મળી આવ્યું છે. આ આતંકી રિટાયર્ડ સૈનિક હોવાનું કહેવાય છે.

    આ આતંકી જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સક્રિય હતો. આ આતંકી લશ્કર-એ-તૈયબાના મોડ્યુલના આધારે કામ કરતો હતો. તેણે એલઓસી પારથી હથિયારો અને દારૂગોળો લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે કયા હેતુથી દેશની રાજધાની દિલ્હીમાં આવ્યો હતો તે પણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.



  • Feb 06, 2024 17:24 IST

    Crakk Movie: ક્રેક જીતેગા તો જીયેગા મુવીમાં અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ એક્શન રોલમાં, 23 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

    Crakk Jeetega toh Jiyegaa : ક્રેક જીતેગા તો જીયેગા એક્શન થ્રિલર મુવી છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને અર્જૂન રામપાલની સાથે નોરા ફતેહી છે. ક્રેક ફિલ્મના પોસ્ટર, ટીઝર, ગીત અને ટ્રેલર રિલીઝ થતાં ફેન્સમાં આ મુવીએ ઉત્સાહ અને આતુરતા વધારી દીધી છે. વધુ વાંચો



  • Feb 06, 2024 16:33 IST

    મુકેશ અંબાણી, રતન ટાટા, અઝીમ પ્રેમજી નહીં! આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર

    ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાને છેલ્લી સદીના વિશ્વના સૌથી મોટા પરોપકારી અને દાનવીર વ્યક્તિ, તો જાણો તેમણે કેટલા રૂપિયાનું કર્યું દાન. વધુ વાંચો



  • Feb 06, 2024 16:25 IST

    રાજ લિંબાણી : અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે કચ્છના રણનો સ્વિંગ બોલર

    Raj Limbani journey : રાજ લિંબાણી અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાથી અને એક પણ ટર્ફ વિકેટ ન હોવાથી કચ્છના દયાપરના રાજે ટેનિસ બોલથી બોલિંગ શરૂ કરી હતી. વધુ વાંચો



  • Feb 06, 2024 14:43 IST

    Vasant Panchami 2024, વસંત પંચમી પર મહાસંયોગ, શિક્ષા અને કરિયરમાં તરક્કી મેળવવા કરો આ ઉપાય

    Vasant Panchami 2024, Saraswati Puja 2024, વસંત પંચમી : વૈદિક કેલેન્ડર મુજબ વસંત પંચમી પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરસ્વતી પૂજા 14 ફેબ્રુઆરીના રોજ યોજાશે, કારણ કે શાસ્ત્રો અનુસાર, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા. તેથી જેઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે, તેઓ જ્ઞાન અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે. આ દિવસે બાળકોના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હતા. વધુ વાંચો



  • Feb 06, 2024 14:42 IST

    Rose Day : રોઝ ડે કેમ ઉજવાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

    Rose Day : લાલ ગુલાબ (Red Rose) પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે લાલ ગુલાબના ગુલદસ્તાથી સારી ગિફ્ટ બીજી હોઈ શકે ખરી? દર વર્ષે સમગ્ર વિશ્વમાં ‘રોઝ ડે’ થી શરૂ થઇ વેલેન્ટાઇન ડે (Valentine’s Day) સુધી 7 દિવસ પ્રેમની ઉજવણીનો માહોલ હોય છે. રોઝ ડે (Rose Day) પર સુગંધ વાતાવરણમાં છવાઈ જાય છે કારણ કે યન્ગસ્ટર્સ તેમના પાર્ટનરને પ્રપોઝ કરવા અથવા પ્રેમ વ્યક્ત કરવા ગુલાબ આપે છે. વેલેન્ટાઈન વીક (Valentine’s week) દરમિયાન અને ખાસ કરીને રોઝ ડે પર લાલ ગુલાબની માંગ અને કિંમતમાં પણ વધારો થાય છે. વધુ વાંચો



  • Feb 06, 2024 14:17 IST

    લોકસભા ચૂંટણી 2024 |’PM મોદીના 370 સીટો જીતવાના દાવાથી શંકા…શું EVM સેટ છે?’: મનોજ ઝા

    લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષે ભાજપ અને એનડીએના જીતના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા અને સાંસદ મનોજ કુમાર ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પૂછ્યું કે, તેમના દાવાનો આધાર શું છે. આરજેડી નેતાએ પૂછ્યું કે, શું ઈવીએમ સેટ થઈ ગયા છે. તેમણે કહ્યું, “જો તેઓ કહે છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ 370 સીટો જીતશે અને એનડીએ 400 થી વધુ સીટો જીતશે, શું તેનો મતલબ ઈવીએમ સેટ છે?… જ્યારે નિશ્ચિત સંખ્યા આપવામાં આવે છે તો શંકા ઉભી થાય છે….” પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા દાવો કર્યો હતો કે, પાર્ટીને 370 સીટો મળશે. વધુ વાંચો



  • Feb 06, 2024 13:57 IST

    મધ્ય પ્રદેશ બ્લાસ્ટ : હરદાની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 km સુધી સંભળાયો અવાજ, 25થી વધારે ઘાયલ

    Madhya Pradesh Crackers factory blast, મધ્ય પ્રદેશ બ્લાસ્ટ: મધ્યપ્રદેશના હરદામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, હરદા શહેરની બહાર ફટાકડાની ફેક્ટરી છે, ફાયર ટેન્ડર અહીં હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે. વધુ વાંચો



  • Feb 06, 2024 13:56 IST

    પેપર લીક વિરોધી બિલ : કરોડોનો કાળો કારોબાર, મોદી સરકાર કેમ કડક થઈ? જાણો આ કાયદાની સંપૂર્ણ વિગતો

    પેપર લીક વિરોધી બિલ : કેન્દ્ર સરકારે કોપી અને પેપર લીક પર કાર્યવાહી કરવા માટે સોમવાર 5 ફેબ્રુઆરી 2024 ના રોજ સંસદમાં આ બિલ રજૂ કર્યું. આ બિલનું આખું નામ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ પરીક્ષાના પેપર લીક કરવા માટે દોષિત ઠરશે તો તેને 10 વર્ષની જેલની સાથે 1 કરોડ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. વધુ વાંચો



  • Feb 06, 2024 12:49 IST

    CM પુષ્કર સિંહ ધામીએ રજૂ કર્યું UCC બિલ, હોબાળાને કારણે વિધાનસભા 2 વાગ્યા સુધી સ્થગિત

    યુનિફોર્મ સિવિલ કોડ બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ પછી વિપક્ષના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. અગાઉ આ બિલ રવિવારે કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાના પ્રવાસે છે. EDએ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે. EDએ દારૂના કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં દરોડા પાડ્યા છે. પુષ્કર સિંહ ધામીએ યુસીસી બિલ રજૂ કરતાની સાથે જ વિપક્ષના ધારાસભ્યોએ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. ધારાસભ્યોના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.



  • Feb 06, 2024 12:43 IST

    Shattila Ekadashi 2024,ષટતિલા એકાદશી પર કરો તલ સંબંધી છ કામ, વિષ્ણુ થશે પ્રસન્ન, ધન-ધાન્ય વધશે

    Shattila Ekadashi 2024, ષટતિલા એકાદશી: હિંદુ ધર્મમાં ષટતિલા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પરંપરા છે.એવું માનવામાં આવે છે કે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનું વ્રત કરવાથી સાધકના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. તેમને જાણવાથી વ્યક્તિ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ ષટતિલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વખતે 6 ફેબ્રુઆરી 2024ના રોજ ષટતિલા એકાદશીનું વ્રત કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ આ દિવસે તલનો ઉપયોગ કેવી રીતે કરવો. વધુ વાંચો



  • Feb 06, 2024 12:00 IST

    ગુજરાત વિધાનસભા: સિંહના મૃત્યુમાં વધારો, કાયમી પશુચિકિત્સકોની 80 ટકા જગ્યાઓ ખાલી

    સોહિની ઘોષ : રાજ્યના વન અને વન્યજીવ વિભાગનો દાવો છે કે, તે અકુદરતી કારણોસર દીપડા અને સિંહોના મૃત્યુની સંખ્યામાં વધારાને રોકવા માટે પશુચિકિત્સકોની ભરતી સહિતના પગલાં લઈ રહ્યું છે, સોમવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે, મંજૂર કરાયેલી ઘણી કાયમી જગ્યાઓ હજુ ખાલી છે. લગભગ 80 ટકા વન્યજીવ સંભાળ કેન્દ્રોમાં ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. વધુ વાંચો



  • Feb 06, 2024 11:35 IST

    કૃષ્ણ જન્મભૂમિ કેસમાં ASI નો મોટો ખુલાસો, ઔરંગઝેબે મથુરામાં કેશવદેવ મંદિર તોડ્યું હતું

    કૃષ્ણ જન્મભૂમિ કેસ મથુરામાં ASIએ મોટો ખુલાસો કર્યો છે. ASIએ એક RTIના જવાબમાં જણાવ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મસ્જિદ બનાવવા માટે એક હિંદુ મંદિર તોડી પાડ્યું હતું. એએસઆઈએ જણાવ્યું કે આ મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ASI તરફથી મળેલા જવાબમાં કૃષ્ણજન્મભૂમિનું નામ સીધું નથી લેવામાં આવ્યું પરંતુ, કેશવદેવ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મંદિરને ઔરંગઝેબના કાર્યકાળમાં તોડી પાડવામાં આવ્યું હતું. વધુ વાંચો



  • Feb 06, 2024 10:22 IST

    અરવિંદ કેજરીવાલના PS અને સાંસદ એનડી ગુપ્તા સહિત 12 ઠેકાણે ઈડીના દરોડા

    દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધવાની છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાર્ટીના મોટા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમના રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રાઈવેટ સેક્રેટરી વી ભવના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.આજે આતિશી એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી હતી અને તેણે X પર લખ્યું હતું કે તે આનો પર્દાફાશ કરશે. પરંતુ તે પહેલા જ EDએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

    EDના 12થી વધુ સ્થળો પર દરોડા ચાલુ છે. ED લાંબા સમયથી મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે અને આ સંદર્ભમાં દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. EDના દરોડાને લઈને આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આતિષીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આતિશીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપ આમ આદમી પાર્ટીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે ED અમારા નેતાઓના ઘરે પહોંચી ગઈ છે.



  • Feb 06, 2024 10:15 IST

    Britain King Charles : બ્રિટન કિંગ ચાર્લ્સને કેન્સર, થોડા દિવસો પહેલા કરાવી હતી પ્રોસ્ટેટ સર્જરી

    Britain King Charles : બ્રિટન કિંગ ચાર્લ્સ ત્રીજાને કેન્સર હોવાનું નિદાન થયું છે. બકિંગહામ પેલેસે પોતે આ માહિતી આપી છે અને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેની સારવાર શરૂ કરવામાં આવી છે. હવે તે કેવા પ્રકારનું કેન્સર છે, તે કયા સ્ટેજમાં છે, હજુ સુધી કંઈ જણાવવામાં આવ્યું નથી. રજૂ કરાયેલા નિવેદનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે કિંગ તેમના સ્વાસ્થ્યને લઈને સકારાત્મક છે. વધુ વાંચો



  • Feb 06, 2024 10:10 IST

    મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દિલ્હીમાં આપના નેતાઓને ત્યાં ઈડીનું સર્ચ

    દિલ્હીમાં આમ આદમી પાર્ટીના અનેક નેતાઓના ઠેકાણાઓ પર ઈડી ત્રાટક્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાંસદ એનડી ગુપ્તા સહિત અનેક નેતાઓના દિલ્હી અને એનસીઆર મળી કુલ 12 જગ્યાઓએ ઈડીનું સર્ચ ચાલી રહ્યું છે.



  • Feb 06, 2024 09:24 IST

    જ્ઞાનવાપીના બંધ ભોંયરાઓનો ASI સર્વે પર આજે સુનાવણી, મુસ્લિમ પક્ષની અરજી પર પણ આવી શકે છે નિર્ણય

    વારાણસીના જ્ઞાનવાપી કેસ સંબંધિત બે અરજીઓ પર આજે સુનાવણી થવાની છે. પ્રથમ પિટિશન બંધ બેઝમેન્ટના ASI સર્વેની માંગને લઈને છે. સોમવારે, હિન્દુ પક્ષ દ્વારા ઈન્ચાર્જ જિલ્લા ન્યાયાધીશ અનિલ કુમાર પંચમની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જ્ઞાનવાપીના બંધ ભોંયરાઓનું સર્વેક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી મા શૃંગાર ગૌરી કેસની વકીલ રાખી સિંહ વતી દાખલ કરવામાં આવી છે.

    શું છે મામલો?

    31 જાન્યુઆરીના રોજ વારાણસી કોર્ટે એક આદેશ જારી કરીને હિન્દુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. આ પછી હિન્દુ પક્ષે પૂજા શરૂ કરી. મસ્જિદની જાળવણી કરતી અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિએ આ આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જિલ્લા અદાલતના નિર્ણયને મુસ્લિમ પક્ષે પડકાર્યો છે.



  • Feb 06, 2024 09:17 IST

    today Weather Update : ગુજરાતમાં ઠંડી ઘટી, ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ, જાણો કેવું રહેશે આજનું હવામાન

    Today Weather Updates, Gujarat Winter updates, આજનું હવામાન : ગુજરાતમાં શિયાળો પોતાના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઠંડી ઘટવા લાગી છે. હવામાન વિભાગના આંકડા જોઈએ તો છેલ્લા ત્રણ દિવસમાં નલિયા સિવાય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલી ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતની વાત કરીએ તો દિલ્હી એનસીઆરનું હવામાન ફરી એકવાર બદલાતું જોવા મળી રહ્યું છે. સોમવારે દિવસ પણ તડકો રહ્યો હોવા છતાં સવારે અને સાંજે ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે બપોરના સમયે તડકો રહેશે, તેમ છતાં લોકોને ઠંડીનો અહેસાસ થશે, આ ઠંડીનું કારણ પહાડોમાં થઈ રહેલ હિમવર્ષા હોવાનું કહેવાય છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં તેજ બર્ફીલા પવનોને કારણે લોકો થરથરી રહ્યા છે. વધુ વાંચો



  • Feb 06, 2024 08:45 IST

    Lata Mangeshkar Death Anniversary : નાઇટેન્ગલ લતા મંગેશકરે ક્યારેક પોતાના ગીત સાંભળ્યા નથી, ગાયિકાએ ઘણા હિટ સોન્ગ આપ્યા

    Lata Mangeshkar Death Anniversary : લતા મંગેશકર (Lata Mangeshkar) ભારતની પ્રખ્યાત ગાયિકા છે. લતા મંગેશકરનું બે વર્ષ પહેલા 6 ફેબ્રુઆરી 2022ના રોજ અવસાન (Lata Mangeshkar Death) થયું હતું. લતાજીના નિધનને બે વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ તેમના ફેન્સ તેમને ભૂલી શક્યા નથી. આજે પણ ગાયિકાના ગીત લોકોની યાદમાં છે. અહીં તમને સ્વરા કોકિલાના જીવનની કેટલીક વાતો જણાવીશું, વધું વાંચો



  • Feb 06, 2024 08:04 IST

    ચંદીગઢ મેયર ચૂંટણી : સુપ્રીમ કોર્ટમાં વર્ષો પછી વિપક્ષની જીત,ચંદીગઢ મેયરની ચૂંટણી ભાજપ માટે રેડ એલર્ટ?

    Chandigarh mayoral elections, Modi Government, Supreme Court ચંદીગઢ મેયર ચૂંટણી : મોદી સરકારને સત્તામાં આવ્યાને 10 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર ભાજપ સતત પુનરાગમનના સંકેતો આપી રહી છે. તેમ છતાં પીએમ નરેન્દ્ર મોદી લોકસભાના ફ્લોર પરથી 400 નારા આપી ચૂક્યા છે. હવે ભાજપ માની રહ્યું છે કે મંદિરની રાજનીતિ, પછાત કાર્ડ અને પીએમ મોદીની લોકપ્રિયતા તેને ફરી સત્તામાં લાવશે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલત તરફથી સમગ્ર વિપક્ષ માટે પણ મોટી રાહત મળી છે. વધુ વાંચો



  • Feb 06, 2024 07:22 IST

    પીએમ મોદીએ સેટ કર્યો રેકોર્ડ ટાર્ગેટ, એનડીએ 400ને પાર, ભાજપને 370 સીટ

    PM Narendra Modi Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં મોટી હુંકાર ભરતા કહ્યું કે આ વખતે દેશનો જેવો મિજાજ ચાલી રહ્યો છે, એનડીએનો આંકડો 400ને પાર કરી જશે અને ભાજપ પોતાના દમ પર 370થી વધુ સીટો જીતશે. પીએમ મોદીનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે, તેમના દ્વારા આ પ્રકારનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જે દરેક અર્થમાં મહત્વાકાંક્ષી છે. અત્યાર સુધી આઝાદ ભારતમાં માત્ર રાજીવ ગાંધીની સરકારને જ 400થી વધુ સીટો મળી હતી. વધુ વાંચો



  • Feb 06, 2024 07:18 IST

    Almonds Benefits : બદામ ખાવાથી ત્વચાની કરચલીઓ ઓછી થઇ શકે? હેલ્થ એક્સપર્ટે કહ્યું..

    Almonds Benefits For Skin : બદામ (Almonds) નું સેવન સ્વાસ્થ્ય (Health) માટે ખુબજ ફાયદાકારક (Benefits) માનવામાં આવે છે. ડેઇલી ડાયટ (Diet) માં બદામનો સમાવેશ કરવાથી ચહેરાની કરચલીઓ ઘટાડવા સહિત સ્કિન હેલ્થ માટે ફાયદાકારક થઈ શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે? વધુ વાંચો



  • Feb 06, 2024 07:18 IST

    આજનો ઇતિહાસ 6 ફેબ્રુઆરી : મોતીલાલ નહેરુ અને લતા મંગેશકરની પુણ્યતિથિ

    Today history 6 February : આજે 6 ફેબ્રુઆરી છે. આજે ભારતના મહાન સ્વતંત્ર સેનાની મોતીલાલ નહેરુ તેમજ ભારત રત્નથી સમ્માનિત સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરની પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



  • Feb 06, 2024 07:17 IST

    Today Horoscope : આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકો માટે વ્યાપાર વધારવા માટે જનસંપર્ક લાભદાયી રહેશે

    today Horoscope, 6 February 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Feb 06, 2024 07:17 IST

    Today Live Darshan: આજના લાઇવ દર્શન, મંગળવારે સાળંગપુરથી કષ્ઠભંજનદેવના કરો દર્શન

    Salangpur hanuman temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. વધુ વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ