Gujarati News Today 29 January Highlights: ઉત્તરાખંડમાં 2 ફેબ્રુઆરીએ યુસીસી કમિટી સરકારને રિપોર્ટ સોંપશે : સીએમ પુષ્કર સિંહ ધામી

Gujarati News Today 29 January Highlights: ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુસીસી કમિટી રિપોર્ટ અંગે આપ્યું મોટું નિવેદન આ ઉપરાંત અહીં જાણો આજના મુખ્ય સમાચાર.

Gujarati News Today 29 January Highlights: ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુસીસી કમિટી રિપોર્ટ અંગે આપ્યું મોટું નિવેદન આ ઉપરાંત અહીં જાણો આજના મુખ્ય સમાચાર.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Pushkar dhami, Uniform Civil Code, Uttarakhand

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (@pushkardhami)

Today News in Gujarati, 29 January 2024, લાઇવ ન્યૂઝ એપડેટ્સ : આજે સોમવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો. અહીં તમને મળશે તમામ લાઇવ ન્યૂઝ અપડેટ્સ

Advertisment
breaking news, latest news updates, બ્રેકિંગ ન્યૂઝ, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ
બ્રેકિંગ ન્યૂઝ,

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે આગામી 2 ફેબ્રુઆરીએ યુસીસી ડ્રાફ્ટને કેબિનેટમાં રજુ કરવામાં આવશે. કમિટીએ પોતાનું કામ પુરું કરી લીધું છે અને 2 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ મળી જશે. 2 ફેબ્રુઆરીએ રિપોર્ટ મળ્યા પછી તેને કેબિનેટમાં લાવવામાં આવશે અને આ પછી રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે.

  • Jan 29, 2024 23:46 IST

    મરાઠા અનામત : છગન ભુજબળે પટેલ, જાટ, ગુર્જરોનો ઉલ્લેખ કેમ કર્યો?

    Maratha Reservation : છગન ભુજબળે કહ્યું - મરાઠા અનામત આંદોલનથી હાલના ઓબીસી સમુદાયના સભ્યોમાં ચિંતા ઉભી કરી છે. વધુ વાંચો



  • Jan 29, 2024 21:58 IST

    બેંક હોલીડે : ફેબ્રુઆરીમાં બેંક 11 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો આ તારીખ નહીંત્તર ધક્કો પડશે

    Bank Holidays List In February 2024 : બેંક સંબંધિત કામકાજ ફેબ્રુઆરીમાં વહેલાસર પતાવી લેજો. ફેબ્રુઆરી 2024માં બેંકો કુલ 11 દિવસ બંધ રહેવાની છે. અહીં બેંક રજાની યાદી એક વખત ધ્યાનથી જોઇ લો. વધુ વાંચો



  • Advertisment
  • Jan 29, 2024 21:44 IST

    લોકસભા ચૂંટણી : આંકડા દર્શાવે છે કે યુપીમાં સમાજવાદી પાર્ટી ‘ઇન્ડિયા એલાયન્સ’નું કેન્દ્રબિંદુ કેમ?

    lok sabha election 2024 : સમાજવાદી પાર્ટી દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલી 11 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપે 2019માં જીતી હતી. કોંગ્રેસ માત્ર 3 બેઠકો (અમેઠી સહિત) માં બીજા અને 6 બેઠકો પર ત્રીજા સ્થાને રહી હતી.



  • Jan 29, 2024 20:59 IST

    મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – મોદી ફરી સત્તામાં આવશે તો કોઇ ચૂંટણી નહીં થાય, તમારી પાસે મતદાન કરવાની છેલ્લી તક

    નીતિશ કુમારના એનડીએમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને કહ્યું કે એક વ્યક્તિના છોડી દેવાથી મહાગઠબંધન નબળું નહીં પડે. વધુ વાંચો



  • Jan 29, 2024 20:17 IST

    ચાંગોદર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતા બ્લાસ્ટ, ટ્રકમાં જ 2 લોકોના મોત, એક રાહદારી ઘાયલ

    અમદાવાદ બાવળા હાઈવે પર ચાંગોદર નજીક સઈ ગામના પાટીયા પાસે ઓક્સિજન સિલિન્ડર ભરેલી ટ્રકમાં આગ લાગતા બે લોકોના મોત, એક રાહદારી ઘાયલ. વધુ વાંચો



  • Jan 29, 2024 18:26 IST

    ચાંગોદર-બાવળા હાઇવે પર ઓક્સિજન સિલિન્ડર ભરેલા આઇશરમાં બ્લાસ્ટ, બે મજૂરોના મોત

    અમદાવાદ-બાવળા હાઈ વે પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ઓક્સિજન સિલીન્ડર ભરેલી આઇશર ટ્રકમાં બ્લાસ્ટ થતા બે મજૂરોના મોત થયા છે. જ્યારે એક રાહદારી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. ઇજાગ્રસ્ત રાહદારી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.



  • Jan 29, 2024 18:14 IST

    લોકસભા ચૂંટણી રાજસ્થાન : ભાજપ અહીં હેટ્રિક ફટકારવા મજબૂત નેતાને મનાવવાનો કરી રહી પ્રયાસ, શું છે રણનીતિ

    લોકસભા ચૂંટણી 2024 : રાજસ્થાનમાં હેટ્રીક જીત માટે ભાજપ વસુંધરા રાજેને મનાવવાનો પ્લાન બનાવી રહી. સીએમ ભજનલાલ શર્મા મળવા પહોંચ્યા. વધુ વાંચો



  • Jan 29, 2024 17:20 IST

    ઉત્તરાખંડમાં 2 ફેબ્રુઆરીએ યુસીસી કમિટી સરકારને રિપોર્ટ સોંપશે : સીએમ પુષ્કર સિંહ ધામી

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે આગામી 2 ફેબ્રુઆરીએ યુસીસી ડ્રાફ્ટને કેબિનેટમાં રજુ કરવામાં આવશે. કમિટીએ પોતાનું કામ પુરું કરી લીધું છે અને 2 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ મળી જશે. 2 ફેબ્રુઆરીએ રિપોર્ટ મળ્યા પછી તેને કેબિનેટમાં લાવવામાં આવશે અને આ પછી રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે.



  • Jan 29, 2024 17:04 IST

    Reliance Industries : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રેકોર્ડ હાઈ, માર્કેટકેપ 19.59 લાખ કરોડને પાર; જાણો રોકાણકારોએ હવે શું કરવું

    Reliance Industries Share All Time High And Marketcap : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 2900 રૂપિયાને કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી શેર વધી રહ્યો છે. આ શેર વધશે કે ઘટશે જાણો માર્કેટકેપ એક્સપર્ટ્સ પાસેથી. વધુ વાંચો



  • Jan 29, 2024 16:09 IST

    રાજ્યસભા ચૂંટણી : ગુજરાતની 4 સહિત 56 રાજ્યસભા સીટો પર 27 ફેબ્રુઆરીએ મતદાન

    Rajya Sabha Election : ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. વધુ વાંચો



  • Jan 29, 2024 14:59 IST

    ટીમ ઇન્ડિયાને વધુ એક ફટકો, વિરાટ કોહલી પછી આ ખેલાડી બીજી ટેસ્ટમાંથી થઇ શકે છે બહાર

    India vs England Test : ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પરાજય પછી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી નથી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટમાં તેની ગેરહાજરીમાં ભારતીય ટીમને મોંઘી પડી હતી. હવે અહેવાલ છે કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. આ ડાબોડી ઓલરાઉન્ડરની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો આંચકો બની શકે છે. જાડેજા બેટ અને બોલ બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. વધુ વાંચો



  • Jan 29, 2024 14:31 IST

    Pariksha pe charcha 2024, પરીક્ષા દરમિયાન તણાવ દૂર કેવી રીતે કરવો? પરીક્ષા પે ચર્ચા 2024માં PM એ આપી ટીપ્સ

    Pariksha pe charcha 2024, PM modi live, પરીક્ષા પે ચર્ચા 2024 : પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ યોજાયો હતો. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ પ્રશ્નો કર્યા હતા. જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન થતાં તણાવને દૂર કરવા અંગે પ્રશ્નો કર્યા હતા. પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ આપ્યો હતો. વધુ વાંચો



  • Jan 29, 2024 12:50 IST

    હરણી લેક દુર્ઘટના તપાસમાં એફએસએલનો મોટો ખુલાસો

    હરણી લેક દુર્ઘટનામાં પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાના કારણે જ આ મોટી દુર્ઘટના ઘટી હતી. રિપોર્ટ પ્રમાણે બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી. જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યું હતું. આ કમકમાટી ભરી દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા.



  • Jan 29, 2024 12:07 IST

    pariksha pe charcha 2024 live : પરીક્ષાના તણાવ પર વારંવાર પૂછાતા સવાલ પર પીએમ મોદી હસી પડ્યા

    વિદ્યાર્થીઓ PM મોદીને પૂછે છે કે પરીક્ષા દરમિયાન છેલ્લી ઘડીના તણાવને કેવી રીતે હેન્ડલ કરવું. "તણાવ પાછો આવ્યો છે" એમ કહીને પીએમ મોદી વારંવાર આ પ્રશ્નો સાંભળીને હસી પડ્યા. વડાપ્રધાને કહ્યું કે "પરીક્ષા શરૂ થાય તે પહેલા ખુશ રહેવું, અને જોક્સ ક્રેક કરવું મહત્વપૂર્ણ છે. થોડી મિનિટો માટે તમારા માટે જીવો અને જ્યારે તમે પરીક્ષા હોલમાં બેસો ત્યારે ઊંડો શ્વાસ લો, "શિક્ષક ક્યાં છે, સીસીટીવી ક્યાં છે વગેરે જેવી વિવિધ બાબતો વિશે ચિંતા કરશો નહીં. તેમાંથી કોઈ તમને અસર કરતું નથી. માત્ર ઊંડો શ્વાસ લો અને આરામ કરો,"



  • Jan 29, 2024 12:04 IST

    pariksha pe charcha 2024 live : વિદ્યાર્થીના જીવનને બદલવું શિક્ષકનું કાર્ય

    પરીક્ષા પે ચર્ચા 2024માં ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પાસે ડિગ્રી હોય છે, પરંતુ કેટલાક ડોકટરો વધુ સફળ થાય છે કારણ કે તેઓ દર્દીને ફરીથી ફોન કરીને પૂછે છે કે તેણે દવા લીધી છે કે નહીં. આ બંધન દર્દીને અડધા સાજા કરે છે. ધારો કે કોઈ બાળકે સારું કર્યું અને શિક્ષક તેના ઘરે જઈને મીઠાઈ માંગે તો તે પરિવારને શક્તિ મળશે. પરિવારને પણ લાગતું હશે કે શિક્ષકે આપણા વખાણ કર્યા છે, તો આપણે પણ થોડું ધ્યાન આપવું જોઈએ.શિક્ષકનું કામ નોકરી બદલવાનું નથી પરંતુ વિદ્યાર્થીનું જીવન બદલવાનું છે.



  • Jan 29, 2024 12:01 IST

    વડોદરા ચોરી નો વિચિત્ર કેસ : 4 મહિલા ચોરે ટોળાથી બચવા રસ્તા પર કપડા ઉતારી દીધા

    વડોદરા ચોરી મામલે એક વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરામાં 25,000 રૂપિયાની ચોરીની આરોપી ચાર મહિલાઓએ ટોળાના આક્રોશથી બચવા કથિત રીતે રસ્તા પર તેમના કપડા ઉતારી દીધા, પોલીસે રવિવારે વડોદરામાં લોન્ડ્રીની દુકાનમાં કથિત ચોરીના એક રસપ્રદ કેસની તપાસ શરૂ કરી હતી. વડોદરા ચોરી મામલે કારેલીબાગ પોલીસે ચારેય મહિલા આરોપીઓનું કાઉન્સિલિંગ શરૂ કર્યું છે, પોલીસનું કહેવું છે કે “તેમની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે”. વધુ વાંચો



  • Jan 29, 2024 11:23 IST

    CAA દેશમાં 7 દિવસમાં લાગુ થશે, હું આપી રહ્યો છું ગેરંટી…, કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો મોટો દાવો

    CAA એક્ટને લઈ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દાવો કર્યો હતો કે, આગામી 7 દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં જાહેર ભાષણ આપી રહ્યા હતા. તેમણે મંચ પરથી આ અંગે ગેરંટી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હું મંચ પરથી બાંહેધરી આપું છું કે, માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં CAA એક સપ્તાહની અંદર લાગુ થઈ જશે. વધુ વાંચો



  • Jan 29, 2024 11:06 IST

    Pariksha Pe Charcha 2024 Live: પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત, અહીં લાઈવ અપડેટ્સ વાંચો

    Pariksha pe charcha live, પરીક્ષા પે ચર્ચા : આજે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની સાતમી આવૃત્તિનું આયોજન થવા જઈ રહ્યું છે. હવે કાર્યક્રમ શરૂ થવામાં થોડી જ મિનિટો બાકી છે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે સવારે 11:00 કલાકે શરૂ થશે. તેમના માસિક ‘મન કી બાત’ પ્રસારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે 2.25 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે નોંધણી કરાવી છે. 2018માં જ્યારે પ્રથમ વખત આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેની સંખ્યા માત્ર 22,000 હતી. વધુ વાંચો



  • Jan 29, 2024 10:34 IST

    આજનો ઇતિહાસ 29 જાન્યુઆરી : ભારતનું પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’ પ્રકાશિત થયું

    Today history 29 January : આજે 29 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ 1779માં ભારતના પ્રથમ અંગ્રેજી સમાચાર પત્ર ‘હિકીઝ બંગાળ ગેજેટ’નું પ્રકાશન થયુ હતુ. તો મુઘલ વંશના સ્થાપક બાબરે મેવાડના રાજા રાણા સાંગાને હરાવીને ચંદેરીનો કિલ્લો કબજે કર્યો હતો. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો



  • Jan 29, 2024 09:23 IST

    Today Weather, આજનું હવામાન: પહાડોમાં વરસાદ, મેદાનોમાં કડકડતી ઠંડી, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

    Today Weather, આજનું હવામાન, 29 january 2024: હાલ દેશભરમાં ઠંડીથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસોમાં ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજનું હવામાન સોમવારે સવારે દિલ્હીમાં આછું ધુમ્મસ હતું. લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો હતો. નલિયા 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખા 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. વધુ વાંચો



  • Jan 29, 2024 08:10 IST

    Calcium : દૂધ પીવું નથી પસંદ? તો શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા આ ફૂડનું કરો સેવન

    How To increase Calcium Levels : કેલ્શિયમ (Calcium) નું સેવન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ (Deficiency of calcium) ને કારણે ઘણી શારીરિક સમસ્યાઓ થાય છે. કેલ્શિયમની માત્રા વધારવા માટે આપણને વારંવાર દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે- દૂધ કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. કેટલાક લોકોને દૂધ પીવું ગમતું નથી. તેથી તેઓ વારંવાર દૂધ પીવાનું ટાળે છે. આવા લોકોમાં કેલ્શિયમની ઉણપ હોય છે. જો તમે દૂધ પણ પીતા નથી, તો તમે તમારા કેલ્શિયમના સેવનને અલગ રીતે વધારી શકો છો. પરંતુ તે પહેલા આવો જાણીએ કે કેલ્શિયમ આપણા શરીર માટે કેમ જરૂરી છે. આ સંદર્ભે નવી મુંબઈની એપોલો હોસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ વર્ષા ગોરે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં વિગતવાર માહિતી આપી હતી કે, “કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે” વધુ વાંચો



  • Jan 29, 2024 08:09 IST

    ગઠબંધનમાં ફૂટ, મંદિર નેરેટિવ અને પછાત કાર્ડ, 60 દિવસમાં BJP એ બદલી લોકસભા ચૂંટણીની હવા

    lok sabha election, BJP, INDIA alliance :લોકસભા ચૂંટણી 2024 નજીક છે. આવી સ્થિતિમાં કોઈપણ ઘટનાક્રમની સીધી અસર સૌથી મોટા રાજકીય ફાઈનલ પર પડવાની જ છે. નીતિશ કુમારે માત્ર પક્ષો બદલ્યા છે પરંતુ ભાજપે મોટો જુગાર રમ્યો છે. આ હિલચાલ હવે તેને ઇન્ડિયા ગઠબંધન કરતા આગળ દર્શાવે છે. આ નિષ્કર્ષ કોઈ આંકડા પરથી નહીં પણ જનતા વચ્ચે સર્જાયેલા વાતાવરણ પરથી સમજી શકાય છે. વધુ વાંચો



  • Jan 29, 2024 08:09 IST

    Today Live Darshan : સોમવારના દર્શન, ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભગવાન શિવના કરો લાઇવ દર્શન

    Today live darshan ujjain mahakaleshwar,લાઇવ દર્શન: ભારતમાં 12 જ્યોતિર્લિંગ આવે છે. જે પૈકી એક જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. લાઇવ દર્શન કરો



  • Jan 29, 2024 08:07 IST

    Today Horoscope : આજનું રાશિફળ : મકર રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત પણ ફાયદાકારક રહેશે

    Horoscope 29 January 2024, sunday Horoscope: આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ