/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/manvendra-singh-chitra-singh.jpg)
અકસ્માતમાં માનવેન્દ્ર સિંહ જસોલની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું (Express photo by Hamza Khan)
Today News in Gujarati, 30 January 2024, આજના તાજા સમાચાર : આજે મંગળવાર ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
અહીં બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવ્યા છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/breaking-News.jpg)
પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર અને કોંગ્રેસ નેતા માનવેન્દ્ર સિંહ જસોલની કારને મંગળવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહ જસોલની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું છે. જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માનવેન્દ્ર સિંહની કારનો અકસ્માત રાજસ્થાનના અલવર જિલ્લામાં થયો હતો. જ્યારે તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા.
- Jan 30, 2024 23:44 IST
Gujarat : ગુજરાત સરકાર દ્વારા એક સાથે 50 આઈએએસ અધિકારીઓની બદલીનો આદેશ, જુઓ યાદી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-Legislative-Assembly.jpg)
Gujarat Government IAS Transfer Ordered : ગુજરાત સરકારે એક સાથે 50 આઈએએસ અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડરથી ઉચ્ચ અધિકારી બેડામાં ખળભળાટ મચ્યો છે. વધુ વાંચો
- Jan 30, 2024 22:24 IST
તમિલનાડુમાં વધુ એક પક્ષનો ઉદય! અભિનેતા ‘થલાપતિ’ વિજય રાજકીય પાર્ટી લોન્ચ કરશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Thalapathy-Vijay.jpg)
Tamil Politics : અભિનેતાની નજીકના સૂત્રોના મતે લોકસભાની ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાન આપશે. વધુ વાંચો
- Jan 30, 2024 21:52 IST
Kinjal Dave : કિંજલ દવેની કોર્ટ કેસમાં જીત, હવે ચાર ચાર બંગડીવાળી ગીત હવે ગાઇ શકશે, જાણો શું છે સમગ્ર મામલો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/kinjal-dave-char-char-bangdi-song-.jpg)
Kinjal Dave Char Char Bangdi Song Case Dismisses : કિંજલ દવેની ચાર ચાર બંગડીવાળી ગીત કેસમાં મોટી જીત થઇ છે. ચાર ચાર બંગડી ગીત પર દાવો કરનાર કંપની પોતાના હક સાબિત ન કરી શકતા અદાલતે કિંજલ દવે વિરુદ્ધ કેસ રદબાતલ કર્યો છે. વધુ વાંચો
- Jan 30, 2024 20:10 IST
પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહની કારનો અકસ્માત, પત્ની ચિત્રા સિંહનું મોત
પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહના પુત્ર અને કોંગ્રેસ નેતા માનવેન્દ્ર સિંહ જસોલની કારને મંગળવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહ જસોલની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું છે. જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માનવેન્દ્ર સિંહની કારનો અકસ્માત રાજસ્થાનના અલવર જિલ્લામાં થયો હતો. જ્યારે તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા.
- Jan 30, 2024 19:25 IST
Chhattisgarh Naxal attack : છત્તીસગઢ નક્સલી હુમલામાં 3 જવાનો શહીદ, 14 ઇજાગ્રસ્ત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Chhattisgarh-naxal-attack.jpg)
Chhattisgarh Naxal attack : અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાનો સુકમા જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો. વધુ વાંચો
- Jan 30, 2024 18:33 IST
લોકસભા ચૂંટણી 2024 : સમાજવાદી પાર્ટીએ 16 ઉમેદવારોની જાહેરાત કરી, યાદવ પરિવારના 3 સભ્યો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/akhilesh-yadav.jpg)
Lok Sabha election 2024 : સમાજવાદી પાર્ટીએ મૈનપુરીથી ડિમ્પલ યાદવ, બદાયૂથી ધર્મેન્દ્ર યાદવ અને ફિરોઝાબાદથી અક્ષય યાદવને મેદાનમાં ઉતાર્યા. વધુ વાંચો
- Jan 30, 2024 17:02 IST
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફટકો, કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ દિવસો ખતમ થવાનું નામ લઈ રહ્યા નથી. કોર્ટે ગોપનીયતાના ઉલ્લંઘન બદલ ઇમરાન ખાનને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ તેમના સહયોગી પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને 10 વર્ષ સુધી જેલમાં જવું પડી શકે છે. પ્રાઈવસી ઉલ્લંઘન મામલે કોર્ટે મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં કોર્ટે બંને નેતાઓને 10-10 વર્ષની સજા સંભળાવી છે.
ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. આ ચુકાદો ત્યાં જ સંભળાવવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી ઇમરાન ખાનને મોટો ફટકો પડવાનો છે. તે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી લડવા માંગતા હતા. હવે 10 વર્ષની જેલ બાદ ઈમરાન ખાન માટે ચૂંટણી લડવી મુશ્કેલ છે.
- Jan 30, 2024 16:47 IST
LIC Share : એલઆઈસીનો શેર પહેલીવાર ઇશ્યૂ પ્રાઇસની ઉપર, તળિયેથી 76 ટકા ઉછળ્યો, જાણો શેરમાં તેજીનું કારણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/LIC-Share-Price.jpg)
LIC Share Crossed IPO Issue Price First Time : એલઆઈસીનો શેર લિસ્ટિંગના દિવસે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયા બાદ ઘણા મહિના સુધી ઇશ્યૂ પ્રાઇસથી નીચે રહ્યો હતો. આ કંપનીના શેરમાં માર્ચ 2023માં 530 રૂપિયાનો સૌથી નીચો ભાવ ક્વોટ થયો હતો. વધુ વાંચો
- Jan 30, 2024 16:07 IST
બીજી ટેસ્ટ : વિશાખાપટ્ટનમમાં 4 સ્પિનર્સ રમાડશે ઇંગ્લેન્ડ! બ્રેન્ડન મેક્કુલમે ભારતને ટર્નિંગ પિચ બનાવવા આપ્યો પડકાર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/brendon-mccullum.jpg)
IND vs ENG Test : બીજી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીને શુક્રવારથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે. વધુ વાંચો
- Jan 30, 2024 15:43 IST
હેમંત સોરેન ધરપકડની આશંકા વચ્ચે રાંચી પરત ફર્યા, પત્નીની હાજરીમાં ધારાસભ્યો સાથે મીટિંગ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/cm-hemant-soren.jpg)
Hemant Soren : હેમંત સોરેન 31 જાન્યુઆરીને બુધવારે બપોરે 1 વાગ્યે પોતાના નિવાસસ્થાને ઇડીને નિવેદન આપવા માટે તૈયાર. વધુ વાંચો
- Jan 30, 2024 14:32 IST
બજેટ 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી ઈવી સેક્ટરને શું મોટી અપેક્ષાઓ છે, જાણો અહીં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Budget-2024-Nirmala-Sitharaman-1.jpg)
બજેટ 2024 ને લઈને ઘણા ક્ષેત્રોને ઘણી અપેક્ષાઓ છે, જેમાંથી એક EV સેક્ટર પણ છે, જેમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોને આશા છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આ વર્ષે EV ક્ષેત્રને ઘણી મોટી ભેટો આપી શકે છે, જેમાં EV ને ફેમ સબસિડીનો સમાવેશ થઈ શકે છે. ઉત્પાદન પર ભારે ડિસ્કાઉન્ટ અને નિકાસ સામેલ હોઈ શકે છે. આ લેખમાં જાણો કે બજેટ 2024 ને લઈને EV સેક્ટરની અપેક્ષાઓની સંપૂર્ણ જાણકારી. વધુ વાંચો
- Jan 30, 2024 14:24 IST
AMTSનું 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, શહેરમાં 300 બસ શેલ્ટર બનાવાશે
એએમટીએસનું 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હવે હવે ઈ-બસ, CNG બસ દોડાશે, જ્યારે અમદાવાદ શહેરમાં દોડતી ડીઝલ એએમટીએસ બસોને દૂર કરવાની પણ ડ્રાફ્ટમાં જોગવાઈ છે. શહેરમાં મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન, જેમાં મેમનગર, અખબારનગર, RTO ખાતે હબ બનશે. નવા 300 બસ શેલ્ટર બનાવવાનું આયોજન પણ ડ્રાફ્ટમાં દર્શાવ્યું છે. દૈનિક 1020 બસ દોડાવવાનું AMTSનું આયોજન છે.
- Jan 30, 2024 12:15 IST
કેરળ: ભાજપના નેતાની હત્યાના કેસમાં PFIના 15 સભ્યોને મૃત્યુદંડની સજા
કેરળ: ભાજપના નેતાની હત્યાના કેસમાં PFIના 15 સભ્યોને મૃત્યુદંડની સજા
- Jan 30, 2024 12:11 IST
પ્રીતિ ઝિન્ટા જન્મ દિવસ : જ્યારે અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી, શરૂ થયા ધમકીભર્યા ફોન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Preity-Zinta-Birthday.jpg)
પ્રીતિ ઝિન્ટા જન્મ દિવસ : બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ તરીકે પ્રખ્યાત પ્રીતિ ઝિન્ટાને કોઈ ઓળખની જરૂર નથી. આજે પ્રીતિ ઝિન્ટાનો બર્થ ડે છે, તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની ક્યૂટ સ્ટાઇલ લોકોને ખૂબ આકર્ષે છે. અભિનેત્રી બુધવારે તેનો 49 મો જન્મદિવસ ઉજવશે. પ્રીતિ ઝિન્ટાનો જન્મ 31 જાન્યુઆરી 1975 ના રોજ શિમલામાં થયો હતો. અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘દિલ સે’થી કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વધુ વાંચો
- Jan 30, 2024 12:03 IST
Sony Zee : સોનીનું ઝી સાથે $10 બિલિયનનું મર્જર રદ, સોનીએ લગાવ્યા આવા આરોપો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Sony-Zee-Merger-1.jpg)
Sony Zee : સોની (Sony) એ ઝી એન્ટરટેઈનમેન્ટ (Zee Entertainment) સાથેની તેની ઇન્ડિયન બ્રાન્ચની $10 બિલિયનની ડીલ રદ કરી હતી. રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલ ટર્મિનેશન નોટિસ અનુસાર, ડીલ રદ થવાનું કારણ ઝી ડીલની કેટલીક નાણાકીય શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી.ઝી ઇન્ડિયાએ સોનીને લખેલા લેટરમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને જાપાની કંપની સોની પર મર્જરને રદ કરવામાં “બેડ ફેઈથ”નો આરોપ મૂક્યો હતો. વધુ વાંચો
- Jan 30, 2024 11:45 IST
Martyrs’ Day quotes in Gujarati 2024 | શહીદ દિવસ, જીવનમાં ઉતારવા જેવા મહાત્મા ગાંધીના સુવિચારો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mahatma-gandhi-quotes-2.jpg)
Martyrs’ Day ( Shaheed Diwas ) 2024 quotes in Gujarati: આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશો આપ્યો છે. તેમના બનાવેલા પથ પર લાખો લોકો ચાલી રહ્યા છે. મહાત્મા ગાંધીએ જીવનમાં અપનાવવા જેવા વ્રતો પણ આપ્યા છે. તેમણે પોતાના જીવન દરમિયાન અનેક સુવાક્યો, સુત્રો, સંદેશાઓ આપ્યા છે. આજે શહીદ દિવસે મહાત્મા ગાંધીએ આપેલા સુવિચારોના કેટલાક અંસ અહીં આપવામાં આવ્યા છે. વધુ વાંચો
- Jan 30, 2024 11:12 IST
કાશ્મીરમાં ઓછી હિમવર્ષા ખતરાની ઘંટી! હજુ પણ ઘૂસણખોરીના માર્ગો ખુલ્લા, ભારતીય સેના હાઈ એલર્ટ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Indian-Army-1.jpg)
આ વખતે કાશ્મીર ઘાટીમાં ઓછી હિમવર્ષા થઈ છે. ઓછી હિમવર્ષાને કારણે, ઘૂસણખોરીના માર્ગો હજુ પણ એલઓસી પર ખુલ્લા છે, જેના દ્વારા આતંકવાદીઓ સામાન્ય રીતે ઉનાળામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, આ કારણથી ભારતીય સેનાએ આ વખતે કાશ્મીરમાં આવા વિસ્તારોમાં શિયાળામાં પણ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. વધુ વાંચો
- Jan 30, 2024 10:41 IST
Anti-piracy Operation, ઇન્ડિયન નેવી ઓપરેશન : ભારતીય નૌ સેનાએ સોમાલિયન ચાંચિયાઓથી 19 પાકિસ્તાનીઓને બચાવ્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Indian-navy-operation.jpg)
Indian navy Anti-piracy Operation, ઇન્ડિયન નેવી ઓપરેશન : ભારતીય નૌસેનાએ 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હવે ઇન્ડિયન નેવીએ સોમાલિયાના 11 ચાંચિયાઓના ચુંગાલમાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેના જહાજ સુમિત્રાન એફવી નૈમી (માછીમારી જહાજ) પર લૂંટનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો છે. વધુ વાંચો
- Jan 30, 2024 10:22 IST
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, જગ્યાઓમાં કરાયો વધારો, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/gsssb-bharti.jpg)
GSSSB Recruitment 2024, GSSSB bharti, Government jobs bharti, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે વધારે નોકરીની તકો ઊભી થઈ છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4300થી વધારીને 5200 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી હતી. વધુ વાંચો
- Jan 30, 2024 08:48 IST
Amy Jackson : એમી જેક્સનને બોયફ્રેન્ડએ કર્યું સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રપોઝ, જુઓ ખાસ તસવીરો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Amy-Jackson-boyfriend-love-life.jpg)
Amy Jackson : એમી જેક્સન (Amy Jackson) અને તેના બોયફ્રેન્ડ, એક્ટર-મ્યુઝિશિયન એડ વેસ્ટવિકે (Ed Westwick) એ ઇન્સ્ટાગ્રામ પર હાર્ટફેલ્ટ પોસ્ટ સાથે તેમની સગાઈની જાહેરાત કરી છે. એડએ એમીને સ્વિત્ઝલેંડના એક બ્રિજ પર પ્રપોઝ કર્યું હતું અને આ કપલએ ખાસ પળોની તસવીરો શેર કરી હતી.પહેલા ફોટામાં એમીને રોમેન્ટિક પ્રપોઝ કરતી મોમેન્ટ કેપ્ચર કરી છે, એડ તેના ઘૂંટણ પર બેસીને પ્રોપોઝ કર્યું ત્યારે એમીના રીએકશન સરપ્રાઈઝ ભર્યા હતા. પછીની કેટલીક તસવીરોમાં ડ્રિમ લોકેશનની ઝલક જોવા મળી હતી અને એમી પણ તેની રિંગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વધુ વાંચો
- Jan 30, 2024 08:27 IST
Today Weather | આજનું હવામાન : નલિયામાં ઠંડીનો પારો 5 ડિગ્રી જેટલો ઉચકાયો, ઉત્તર ભારત ધુમ્મસના લપેટામાં
Today Weather updates, north India Gujarat winter updates, આજનું હવામાન : ગુજરાતમાં શિયાળો પોતાની ચરમ સીમાએ પહોંચી ગયો છે. જોકે, સોમવારે ગુજરાતમાં ઠંડીમાં નજીવો ઘટાડો થયો હતો. રાજ્યના સૌથી ઠંડા ગણાવા નલિયામાં એકાએક ઠંડીનો પારો પાંચ ડિગ્રી જેટલો ઉચકાયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રીથી સીધું 13.8 ડિગ્રી પહોંચી ગયું હતું. આમ ગુજરાતમાં સોમવારે ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, આજના હવામાનમાં ઉત્તર ભારતમાં ઠંડીની વાત કરીએ તો મંગળવારે સવારથી દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ખૂબ જ ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગલન પણ ખૂબ જ ઝડપી છે. વધુ વાંચો
- Jan 30, 2024 07:40 IST
Reverse Walking : રિવર્સ વોકિંગ કરવાનો ક્યારેય તમે પ્રયત્ન કર્યો છે? આ પ્રેક્ટિસથી થાય આટલા ફાયદા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Health-Benefits-Of-Reverse-Walking-1.jpg)
Reverse Walking : વોકિંગ (Walking) આપણા સ્વાસ્થ્ય (Health) માટે ખબુજ ફાયદાકારક છે. તેથી, નિષ્ણાતો સલાહ આપે છે કે તમારે નિયમિતપણે 10,000 પગલાં ચાલવા જોઈએ, પરંતુ શું તમે ક્યારેય પાછળની તરફ ફરીને ચાલવાનો પ્રયાસ (Reverse walking) કર્યો છે? પાછળ ચાલવાથી તમને શું ફાયદો થાય છે? શું તમે જાણો છો કે પાછળની તરફ ચાલવાથી માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા છે. યોગા પ્રેક્ટિશનર રીતુ સિંહએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિવર્સ વૉકિંગના ફાયદા શેર કર્યા છે. અહીં તેના રિવર્સ વોકિંગના ફાયદા વિશે (Benefits Of Reverse Walking) વિગતવાર જાણીએ. વધુ વાંચો
- Jan 30, 2024 07:39 IST
આજનો ઇતિહાસ 30 જાન્યુઆરી : મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી, હરિયાળી ક્રાંતિના પિતા કોને કહેવાય છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/mahatma-gandhi-death.jpg)
Today history 30 January : આજે 30 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે જેને ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે. ઉપરાંત આજે વિશ્વ કુષ્ઠ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Jan 30, 2024 07:38 IST
Today Horoscope : આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો માટે આ સમયે આર્થિક તણાવ રહેશે
Horoscope 30 January 2024, tuesday Horoscope: આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Jan 30, 2024 07:38 IST
Today Live Darshan: આજના લાઇવ દર્શન, મંગળવારે સાળંગપુરથી કષ્ઠભંજનદેવના કરો દર્શન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/kasthbhanjan-dev-live-darshan.jpg)
salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. અહીં કરો લાઇવ દર્શન


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us