/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/PM-Modi-Emmaunel-Macron.jpg)
પીએમ નરેન્દ્ર મોદી અને ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોનો રોડ શો શરૂ (Screengrab/X)
Today News in Gujarati, 25 January 2024 : આજે ગુરુવારે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓ વિશે અહીં જાણકારી આપવામાં આવશે. વેપારથી લઈને કરિયર સુધી, સ્પોસ્ટ્સ લઈને ટેક્નોલોજી સુધીના તમામ સમાચાર વાંચવા માટે અમારી ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો રાજસ્થાન પહોંચી ગયા છે. જ્યાં આમેર કિલ્લામાં તેમનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજસ્થાનના ડિપ્ટી સીએમ દિયા કુમારી હાજર રહ્યા હતા.
- Jan 26, 2024 00:02 IST
Padma Awards 2024 : પદ્મ પુરસ્કારોની જાહેરાત, વેંકૈયા નાયડુ સહિત 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ, મિથુન ચક્રવર્તીને પદ્મભૂષણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Padma-Awards-.jpg)
Padma Awards 2024 : વર્ષ 2024 માટે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત. વધુ વાંચો
- Jan 25, 2024 21:27 IST
પ્રજાસત્તાક દિવસ : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ભાષણની ખાસ વાતો, પ્રાણ પ્રતિષ્ઠા-કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ, વૈજ્ઞાનિકોને સલામ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/President-Droupadi-Murmu.jpg)
Republic Day 2024 : પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. વધુ વાંચો
- Jan 25, 2024 20:49 IST
બજેટ 2024 : કરદાતાઓની Budget 2024માં ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માંગ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/budget-2024-nirmala-sitharaman-Income-tax.jpg)
Budget 2024 Expectations : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામન પાસેથી કરદાતાઓ ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર અને સ્ટાન્ડર્ડ ડિડક્શન તેમજ હોમ લોન વ્યાજદરમાં કાર રાહત વધારવા અપેક્ષા રાખી રહ્યા છે. વધુ વાંચો
- Jan 25, 2024 19:08 IST
પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો જયપુરના હવા મહેલ પહોંચ્યા
#WATCH | Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visit Hawa Mahal in Jaipur pic.twitter.com/SLnupFX0yT
— ANI (@ANI) January 25, 2024
- Jan 25, 2024 19:06 IST
જયપુરમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનો રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
#WATCH | People in large numbers welcome PM Modi and French President Emmanuel Macron during their roadshow in Jaipur, Rajasthan pic.twitter.com/JyhT8GgMhl
— ANI (@ANI) January 25, 2024
- Jan 25, 2024 19:02 IST
પ્રજાસત્તાક દિવસ : ભારત ફ્રાન્સ વચ્ચે સંબંધ જૂનો છે, 4 પોઈન્ટમાં સમજો શા માટે મેક્રોન સાથે મિત્રતા મહત્વપૂર્ણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/India-France-Relations.jpg)
પ્રજાસત્તાક દિવસ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતના અતિથી છે. તો જોઈએ ભારત ફ્રાન્સ વચ્ચે સંબંધ અને મિત્રતા કેટલી મજબૂત છે. વધુ વાંચો
- Jan 25, 2024 18:59 IST
આઈસીસી એવોર્ડ્સ : વિરાટ કોહલી બન્યો 2023નો વન-ડે કિંગ, ICC વન-ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર
Virat Kohli Award : વિરાટ કોહલીએ શુભમન ગિલ, મોહમ્મદ શમી અને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને પાછળ રાખીને આ એવોર્ડ્સ જીત્યો છે. વધુ વાંચો
- Jan 25, 2024 18:06 IST
બિહાર રાજનીતિ : શું નીતિશ કુમાર ફરી યૂ ટર્ન મારશે? લાલુ યાદવની પુત્રીના ટ્વિટથી મોટી ગરબડીના સંકેત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/nitish-kumar-1.jpg)
રાજકીય જાણકારોના જણાવ્યા અનુસાર રાજનીતિથી દૂર રહેતા રોહિણી આચાર્યએ નામ લીધા વગર નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. વિવાદ વધતા ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. વધુ વાંચો
- Jan 25, 2024 17:18 IST
પ્રથમ ટેસ્ટ : પ્રથમ દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે પકડ મજબૂત બનાવી
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે પકડ મજબૂત બનાવી લીધી છે. ઇંગ્લેન્ડના 246 રનના જવાબમાં ભારતે 1 વિકેટે 119 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસના અંતે ભારત 127 રન પાછળ છે અને તેની 9 વિકેટો જમા છે. યશસ્વી જયસ્વાલ 76 અને શુભમન ગિલ 14 રને રમતમાં છે. રોહિત શર્મા 24 રને આઉટ થયો છે.
- Jan 25, 2024 17:08 IST
Republic Day 2024 : ગણતંત્ર દિવસ 2024 પરેડનો સમય, લાઈવ ટેલિકાસ્ટ કેવી રીતે જોશો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Republic-Day-2024-Parade.jpg)
Republic Day 2024 : ગણતંત્ર દિવસ પરેડ દરેક ભારતીય માટે ગૌરવ અને ઉજવણીની ક્ષણ છે. તે વિવિધતામાં એકતા, લોકશાહીની તાકાત અને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. વધુ વાંચો
- Jan 25, 2024 16:22 IST
ભારત વિ. ઇંગ્લેન્ડ ટેસ્ટ : અશ્વિન-જાડેજાની જોડીએ રચ્યો ઇતિહાસ, કુંબલે- હરભજનનો રેકોર્ડ તોડ્યો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/r-ashwin-ravindra-jadeja-.jpg)
IND vs ENG : ભારત વિ. ઇંગ્લેન્ડ ટેસ્ટ : અશ્વિન-જાડેજાની જોડીએ 50મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી, ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 246 રનમાં ઓલઆઉટ. વધુ વાંચો
- Jan 25, 2024 16:21 IST
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો રાજસ્થાન પહોંચ્યા, પારંપરિક રીતે કરાયું સ્વાગત
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો રાજસ્થાન પહોંચી ગયા છે. જ્યાં આમેર કિલ્લામાં તેમનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાજસ્થાનના ડિપ્ટી સીએમ દિયા કુમારી હાજર રહ્યા હતા.
VIDEO | French President Emmanuel Macron receives a traditional welcome at Amer Fort in Jaipur. pic.twitter.com/ivFQdy3tut
— Press Trust of India (@PTI_News) January 25, 2024
- Jan 25, 2024 14:02 IST
લોકસભા ચૂંટણી 2024 : ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતાઓ સહિત અન્ય પક્ષના 1,500 નવા સભ્યો ભાજપમાં જોડાયા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Lok-Sabha-Elections-2024-Congress-Leader-BJP-Join.jpg)
લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) : આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા નવા જોશ સાથે, ભાજપે બુધવારે ગાંધીનગરમાં રાજ્યના પક્ષના મુખ્ય મથક ‘શ્રી કમલમ’ ખાતે ગુજરાત પક્ષના વડા સીઆર પાટીલની હાજરીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોના લગભગ 1,500 પૂર્વ નેતાઓ ભાજપમાં જોડાતા તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું. મહુધાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ઈન્દરજીતસિંહ ઠાકોર, વિપુલ પટેલ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ યુથ કોંગ્રેસના નેતા સુધીર પટેલ પણ પક્ષ પલટો કરવામાં સામેલ છે. વધુ વાંચો
- Jan 25, 2024 14:01 IST
Shaitaan Teaser Launch : શૈતાન ટીઝર લોન્ચ, અજય દેવગણ અને જ્યોતિકા..
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/shaitaan-teaser-launch-1.jpg)
Shaitaan Teaser Launch :શૈતાન (Shaitaan) ફિલ્મનું ટીઝર આજ લોન્ચ થયું છે. અજય દેવગણ (Ajay Devgn) હિન્દી સિનેમાના બેસ્ટ એક્ટરો માંથી એક છે. ફેન્સના આધારે અભિનેતા તેની ફિલ્મ પસંદગીઓ અને આકર્ષક સ્ટોરી દ્વારા તેના ફોલોઅર્સને સતત ખુશ કરે છે. હવે, અભિનેતા વર્ષ 2024માં મોટા પડદા પર નોંધપાત્ર વાપસી કરી રહ્યો છે. તે આ વર્ષે પાંચ ફિલ્મોમાં કામ કરશે, જેમાં પ્રથમ શૈતાન (Shaitan) હશે. શૈતાન ફિલ્મનું ટીઝર (Shaitaan Teaser Launch) આખરે આજે (ગુરુવારે) 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ગયું છે. વિકાસ બહલ દ્વારા ડાયરેક્ટ કરાયેલ ફિલ્મ રોમાંચક હશે એવું લાગે છે. તેમાં અજય દેવગનની સાથે જ્યોતિખા અને આર માધવન સહિતની સ્ટાર કલાકારો છે. વધુ વાંચો
- Jan 25, 2024 12:08 IST
તેલંગાણા એસીબી રેડ : 40 લાખ રોકડા, 2 કિલો સોનું…, સરકારી અધિકારીના ઘરેથી 100 કરોડથી વધુની સંપત્તિ મળી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Telangana-ACB-raid-1.jpg)
Telangana ACB Raid : તેલંગાણા એસીબી રેડ બુધવારે હૈદરાબાદમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરના ઘર અને ઓફિસમાં પડી હતી, જેમાં આશરે રૂ. 100 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અધિકારીની ઓળખ શિવ બાલકૃષ્ણ તરીકે થઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ જણાવ્યું હતું કે, 14 ટીમોએ અધિકારી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ હાથ ધર્યું હતું અને ગુરુવારે પણ સર્ચ ચાલુ રહેશે. જપ્ત કરાયેલી સંપત્તિમાં સોનું, ફ્લેટ અને બેંક ડિપોઝિટનો સમાવેશ થાય છે. વધુ વાંચો
- Jan 25, 2024 12:06 IST
પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિનો જયપુર પ્રવાસ, મોદી સાથે કરશે રોડ શો, શું છે કાર્યક્રમ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/PM-modi-and-macron.jpg)
Republic day, chief guest france president : ભારત દેશ 26 જાન્યુઆરીએ પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ભારતના ગણતંત્ર દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારે પ્રજાસત્તાક દિવસ પહેલા એટલે કે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં રોડ શો કરશે. તેઓ શહેરના પ્રસિદ્ધ સ્મારકો, જેમ કે જંતર-મંતર, હવા મહેલ, આમેર ફોર્ટ અને આલ્બર્ટ હોલની પણ મુલાકાત લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. વધુ વાંચો
- Jan 25, 2024 12:03 IST
ગુજરાતના પાંચ IPS સહિત અનેક પોલીસમેનને મળ્યા રાષ્ટ્રપતિ મેડલ
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરાઈ છેગુજરાતના પાંચ IPS ઓફિસર સહિત અનેક પોલીસમેનને મેડલ મળશે. જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગતનો પણ સમાવેશ થયો છે. અમદાવાદ રેન્જના આઈ જી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનીંદર પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને મળ્યા પ્રેસિડેન્ટ મેડલ મળશે.
- Jan 25, 2024 10:33 IST
Ayodhya Ram Mandir: રામલલા પર દાનનો વરસાદ, રામ મંદિર માટે ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, કેટલું આવ્યું દાન?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ram-mandir-donation.jpg)
Ayodhya Ram Mandir donation, live updates : અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેક બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. પહેલા બે દિવસમાં 7.5 લાખથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યા છે. ગુરુવારે પણ સવારથી એક કિલોમીટરથી વધુ લાંબી બે લાઈનો સર્જાઈ હતી. આ દરમિયાન રામ ભક્તો પણ ખુલ્લેઆમ દાન કરી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. રામ મંદિરમાં અભિષેક પછીનો પ્રથમ દિવસ 3.17 કરોડનું દાન આવ્યું છે.આમાં ડોનેશન કાઉન્ટર અને ઓનલાઈન ડોનેશનનો સમાવેશ થાય છે. વધુ વાંચો
- Jan 25, 2024 09:31 IST
Gujarat Today Weather : ગુજરાતમાં કડકડતી ઠંડી, નલિયામાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે પહોંચ્યો, ક્યાં કેટલું તાપમાન રહ્યું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gujarat-winter-1-1.jpg)
Today weather updates, IMD forecast : રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. વધુ વાંચો
- Jan 25, 2024 08:32 IST
Hrithik Roshan : ફાઈટર એક્ટર હૃતિક રોશને અનિલ કપૂરની એકટિંગના કર્યા વખાણ, અનિલ કપૂર રડી પડ્યો..
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Fighter-Anil-Kapoor-Hrithik-Roshan-.jpg)
Hrithik Roshan : એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) , અનિલ કપૂર (Anil Kapoor) અને દીપિકા પાદુકોણ(Deepika Padukone) સિદ્ધાર્થ આનંદ(Siddharth Anand) ની ફિલ્મ ફાઇટર (Fighter) માં ભારતીય વાયુસેનાના પાઇલટની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આજે થિયેટરમાં રિલીઝ થશે. એક વાતચીતમાં, રિતિકે અનિલને જણાવ્યું કે કેવી રીતે વરિષ્ઠ અભિનેતાના અભિનયથી તેને પ્રેરણા મળી છે. રિતિકે ફાઈટરના સેટ પરથી એક ઘટના પણ વર્ણવી હતી જ્યાં અનિલના ડેડિકેશનથી તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રિતિકે આ સ્ટોરી શેર કરતાં જ અનિલ કપૂર રડી પડ્યો હતો. વધુ વાંચો
- Jan 25, 2024 08:19 IST
અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર, એક કિલોમીટર લાંબી બે લાઈનોમાં રામ ભક્તો
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં ભક્તોના આગમનની પ્રક્રિયા ચાલુ છે. 22 જાન્યુઆરી પછી પહેલા દિવસે 5 લાખ લોકો અયોધ્યા પહોંચી ગયા હતા અને સંખ્યા સતત વધી રહી છે. અયોધ્યામાં પહેલા દિવસે 3.17 કરોડ રૂપિયાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં બે દિવસમાં 7.5 કરોડ રૂપિયાનો પ્રસાદ આપવામાં આવ્યો છે. લાખો ભક્તોએ દર્શન કર્યા છે.
આઈજી રેન્જ અયોધ્યા પ્રવીણ કુમારે મીડિયા સાથે વાત કરતા માહિતી આપી કે આજે સવારથી એક બે કિલોમીટર લાંબી કતારો હતી. તેમણે કહ્યું કે આજે પોષ પૂર્ણિમાનો તહેવાર છે જેના કારણે લોકોની સંખ્યા વધી રહી છે. લોકોને ઓછો સામાન લાવવા અપીલ કરવામાં આવી છે. માહિતી સામે આવી રહી છે કે આગામી દિવસોમાં વિવિધ રાજ્યોના સીએમ અને મંત્રીઓ પણ આવશે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી 2 ફેબ્રુઆરીએ તેમની કેબિનેટ સાથે અયોધ્યા જશે.
- Jan 25, 2024 07:57 IST
TMC એ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો કેમ ઇન્કાર કરો? મમતા બેનર્જીએ ખૂબ સમજી વિચારીને કર્યો નિર્ણય
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/TMC-mamta-benerjee.jpg)
lok sabha election 2024, mamta benerjee, INDIA alliance : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરી દીધો છે. ચૂંટણી પહેલા દીદી પોતાનો નિર્ણય બદલશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં, પરંતુ તેમણે આ નિર્ણય શા માટે લીધો તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જી કોઈપણ સંજોગોમાં બંગાળમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. આ સિવાય તેઓ ઈન્ડિયા એલાયન્સમાં CPI(M)ની હાજરીથી પણ ખુશ નથી. વધુ વાંચો
- Jan 25, 2024 07:29 IST
Diet Tips : કિયારા અડવાણી વર્ક આઉટ કરતા પહેલા આ નાસ્તો કરે છે..
Diet Tips : કિયારા અડવાણી (Kiara Advani) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તે માત્ર તેની એકટિંગ માટે જ નહીં પરંતુ તેની ફિટનેસ (fitness) માટે પણ જાણીતી છે. તમે વિચારતા હશો કે તેની ફિટનેસનું રહસ્ય શું છે? તે સોશિયલ મીડિયા પર વર્કઆઉટ (workout) ના ઘણા ફોટા અને વીડિયો શેર કરે છે,પરંતુ એક વસ્તુ જે તેના ફિટનેસમાં ઉમેરો કરે છે તે છે તેનો વર્કઆઉટ પહેલાનો નાસ્તો (pre-workout breakfast). આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વર્કઆઉટ કરતા પહેલા તમે જે નાસ્તો કરો છો તે તમારા શરીરને એનર્જી તો આપે જ છે, પરંતુ તે સ્વાદિષ્ટ પણ બને શકે છે. કિયારાનો નાસ્તો સ્વાદ અને પોષણમાં બનેમાં સારો છે. અભિનેત્રીનો આ નાસ્તો શું હોઈ શકે? અહીં વધુ જાણો
- Jan 25, 2024 07:28 IST
આજનો ઇતિહાસ 25 જાન્યુઆરી : રાષ્ટ્રીય મતદાર દિવસ કેમ ઉજવાય છે, પ્રવાસન દિવસનું શું મહત્વ છે? જાણો ઇતિહાસ
Today history 25 January : આજે 25 જાન્યુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ભારતમાં આજે રાષ્ટ્રીય મતદાર દિવસ, રાષ્ટ્રીય પ્રવાસન દિવસ અને હિમાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધું વાંચો
- Jan 25, 2024 07:28 IST
Today Horoscope : આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો વ્યવસાયમાં નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે
today Horoscope, 25 January 2024, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Jan 25, 2024 07:27 IST
Today Live Darshan: ગુરુવારના દર્શન, સબકા માલિક એક, સાંઈ બાબાના કરો લાઇવ દર્શન
today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે. લાઈવ દર્શન


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us