Bird Flu H5N1 Avian Influenza In Human In United States : કોરોના થી પણ વધુ ખતરનાર નવા વાયરસની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ H5N1 Avian Flu વાયરસ અંતે ચેતવણી આપતા કહ્યું કે, તે કોવિડ 19 વાયરસ કરતા 100 ગણો વધારે ખતરનાક હોઇ શકે છે. H5N1 Avian Flu ને સામાન્ય ભાષામાં બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. ન્યૂયોર્ક પોસ્ટના ગુરુવારના એક અહેવાલમાં આ વાત સામે આવી છે. ટેક્સાસમાં બર્ડ ફ્લૂ સંબંધિત એક દુર્લભ રોગની તપાસ બાદ નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે.
કોરોના થી 100 ગણો ખતરાનાક H5N1 Avian Flu બર્ડ ફ્લૂ
અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઘાતક બર્ડ ફ્લૂ મહામારી ફેલાવાની ચેતવણી આપે છે. તેમનું કહેવું છે કે, તે કોવિડ 19 વાયરસ કરતાં 100 ગણો ખરતનાક સાબિત થઇ શકે છે: વૈજ્ઞાનિકો અને ડોકટરોનું કહેવું છે કે, બર્ડ ફ્લૂની મહામારી કોરોના મહામારી / કોવિડ 19 વાયરસ કરતાં 100 ગણો વધુ ખતરનાક હોઈ શકે છે.
એચ5એન1 એવિયન ફ્લૂ મહામારી
તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં વાયરસના નવા સ્ટ્રેનની શોધ થયા બાદ H5N1 એવિયન ફ્લૂનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એચ5એન1 એવિયન ફ્લૂના નવા સ્ટ્રેનું સંક્રમણ જંગલના પક્ષીઓ અને મરઘાંમાં ઝડપી ફેલાઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં એચ5એન1 એવિયન ફ્લૂનું સંક્રમણ સસ્તન પ્રાણીમાં પણ ફેલાયું હોવાના સમાચાર આવ્યા છે.

વ્યક્તિને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો
અમેરિકાના ટેક્સાસના ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં પશુઓને H5N1 એવિયન ફ્લૂનો ચેપ લાગ્યો છે. અમેરિકાના આરોગ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ટેક્સાસમાં એક ડેરીમાં કામ કરનાર એક વ્યક્તિને પ્રાણીથી બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. કોઇ વ્યક્તિને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોય તેવો સમગ્ર વિશ્વમાં બીજો કેસ છે.
આ પણ વાંચો | ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2040 સુધીમાં બમણા થઈ શકે, કેન્સરના કારણો શું હોઈ શકે?
બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિના જીવને જોખમ
અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિમાં તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો, ન્યુમોનિયા, આંચકો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળી છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી અમુક કેસોમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ પણ હોઈ શકે છે.





