40 કરોડ ટ્વિટર એકાઉન્ટ હેક : સલમાન ખાન, સુંદર પિચાઇ સહિત ઘણી સેલિબ્રિટીના ડેટા ચોરી લીધા હોવાનો હેકરનો દાવો

40 Twitter accounts Hacked: એક હેકરે (Hacker)s 40 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સના એકાઉન્ટ હેક (40 Twitter accounts Hacked) કર્યા હોવાનો દાવો કર્યો છે અને જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan), ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ (Sundar Pichai), યુએસના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર, પ્રખ્યાત કોમ્પ્યુટર એન્જિનિયર સ્ટીવ વોઝનિયાક, અમેરિકન સિંગર ચાર્લી પુટ જેવી જાણીતી વ્યક્તિઓના નામ સામેલ છે. હેકરે ડેટા પરત કરવા માટે એલન મસ્ક (Elon Musk) પાસે ખંડણી માંગી

Written by Ajay Saroya
December 26, 2022 22:51 IST
40 કરોડ ટ્વિટર એકાઉન્ટ હેક : સલમાન ખાન, સુંદર પિચાઇ સહિત ઘણી સેલિબ્રિટીના ડેટા ચોરી લીધા હોવાનો હેકરનો દાવો

ટ્વિટર યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. એક હેકરે 40 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સના એકાઉન્ટ હેક કર્યા છે અને ફોટા, મેસેજ સહિતના પર્સનલ ડેટા ચોરી લીધા હોવાનો દાવો કર્યો છે. હેકરે જે 40 કરોડથી વધારે ટ્વિટર યુઝર્સના એકાઉન્ટ હેક કર્યા છે તેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર, પ્રખ્યાત કોમ્પ્યુટર એન્જિનિયર સ્ટીવ વોઝનિયાક, અમેરિકન સિંગર ચાર્લી પુટ અને તમામ દિગ્ગજોના નામ સામેલ છે. આ હેકરે તેણે કરેલો દાવો સાચો છે તે સાબિત કરવા માટે પુરાવા તરીકે ભારત સહિત વિશ્વની અનેક જાણીતી હસ્તીઓનો ડેટા શેર પણ કર્યા છે.

હેકરે ચોરી કરેલા ડેટા વેચવા મૂક્યા

સોશિયલ મીડિયા ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ તેના નવા માલિકી એલન મસ્ક ચારેય બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે તેમની સામે વધુ એક સમસ્યા ઉભી થઇ છે. Ryushi નામના એક હેકરે 40 કરોડથી વધારે ટ્વિટર યુઝર્સના એકાઉન્ટ હેક કર્યા હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ ટ્વિટર યુઝર્સની પ્રાઇવસી જોખમમાં મુકાઈ જવાની આશંકા છે.Ryushi નામના હેકરે હેક થયેલા ડેટા માટે ટ્વિટરના નવા એલોન મસ્કની સામે સોદો કરવાનો વિકલ્પ આપ્યો છે.

હકીકતમાં, હેકરની ડીલ સ્વીકાર્યા પછી, એલોન મસ્ક GDPR ડેટા ઉલ્લંઘનનો દંડ ચૂકવવાથી બચી જશે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ વખતે ડેટ હેક થવાથી ટ્વિટરને 27.6 કરોડ ડોલરથી વધુનો દંડ ચૂકવવો પડી શકે છે. હેકરે દાવો કર્યો છે કે તેની પાસે 40 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સના પર્સનલ ડેટા છે જેમાં તેમના નામ, ઈમેલ અને મોબાઈલ નંબર, ફોટા અને મેસેજની વિગતો સામેલ છે.

અગાઉ પર ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ ટ્વિટરના 54 લાખ યુઝર્સના એકાઉન્ટ હેક થયા હતા અને તે બદલ ટ્વિટર કંપનીએ કરોડો ડોલરનો દંડ ભર્યો હતો. એક મેસેજ મારફતે આ વખતે હેકરે છેલ્લી વખતની ઘટના યાદ અપાવી અને લખ્યું કે ટ્વિટર કે ઈલોન મસ્ક, જો તમે આ મેસેજ વાંચી રહ્યા છો, તો યાદ રાખો કે તમે 54 લાખ યુઝર્સના ડેટા લીક કેસમાં દંડ ચૂકવી ચૂક્યા છે.

આ વખતે તમારે 40 કરોડ યુઝર્સના ડેટા હેક માટે GDPR પેનલ્ટી ચૂકવવી પડશે. તેણે આગળ લખ્યું છે કે, 27.6 કરોડ ડોલર ચૂકવીને, તમે પણ ફેસબુકની જેમ GDPR ડેટા વાયોલન્સના દંડની ચૂકવણી કરવાથી બચી શકો છો. તમારા હેક થયેલા ડેટાને બચાવવા માટે આ તમારા માટે આ બેસ્ટ વિકલ્પ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ