Hardik Natasha Divorce: હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક ના છૂટાછેડા બાદ પુત્ર અગસ્ત્ય કોની પાસે રહેશે? જાણો અહીં

Hardik Natasha Divorce Son Agastya Custody: હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિચ બંને ડિવોર્સ લઇ રહ્યા છે. બંને એ ઈન્સ્ટાગ્રામ પર આ વિશે જાણકારી આપી છે. આવી સ્થિતિમાં છૂટાછેડા બાદ પુત્ર અગસ્ત્ય ની કસ્ટડી કોને મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે?

Hardik Natasha Divorce Son Agastya Custody: હાર્દિક પંડયા અને નતાશા સ્ટેનકોવિચ બંને ડિવોર્સ લઇ રહ્યા છે. બંને એ ઈન્સ્ટાગ્રામ પર આ વિશે જાણકારી આપી છે. આવી સ્થિતિમાં છૂટાછેડા બાદ પુત્ર અગસ્ત્ય ની કસ્ટડી કોને મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે?

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
hardik pandya natasha stankovic divorce | hardik pandya son agastya | natasha stankovic son agastya | Hardik Natasha Divorce

Hardik Natasha Divorce Son Agastya Custody: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંને ડિવોર્સ લઇ રહ્યા છે. તે બંનેને અગત્સ્ય નામનો એક પુત્ર પણ છે. (Photo: hardikpandya93 / natasastankovic__)

Hardik Natasha Divorce Son Agastya Custody: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના અલગ થવાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા, હવે બંનેએ સ્પષ્ટ કરી દીધું છે કે તે બંને ડિવોર્સ લઇ રહ્યા છે. હાર્દિક અને નતાશા બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કન્ફર્મ કર્યું છે કે લગ્નના 4 વર્ષ બાદ તેઓ અલગ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે તેમનો પુત્ર અગત્સ્ય કોની સાથે રહેશે? તેની કસ્ટડી નતાશા સ્ટેનકોવિક કે હાર્દિક પંડ્યા બંનેમાંથી કોને આપવામાં આવશે?

Advertisment

હાર્દિક અને નતાશાના ડિવોર્સ બાદ અગત્સ્યા કોની પાસે રહેશે?

નતાશા સ્ટેનકોવિક એ પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. નતાશાએ લખ્યું છે કે તે અને હાર્દિક પુત્ર અગત્સ્યને કો-પેરેન્ટ કરશે. એટલે કે બંને લોકો મળીને દીકરાને ઉછેરશે. નતાશા હાલમાં તેના પુત્ર સાથે તેના માતાના ઘરે છે.

hardik pandya, natasa stankovic
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે (Images: Hardik Pandya/Instagram)
Advertisment

નતાશા સ્ટેનકોવિક એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિવોર્સ ની જાણકારી આપી (Hardik Pandya Natasha Stankovic Divorce)

નતાસા સ્ટેનકોવિક એ હાર્દિક પંડ્યા સાથે ડિવોર્સની ઘોષણા કરતા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમા નતાશા સ્ટેનકોવિક લખે છે, "ચાર વર્ષ સાથે રહ્યા બાદ મેં અને હાર્દિકે સાથે મળીને અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે મળીને અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો અને અંતે અમને લાગ્યું કે આ વધુ સારું લાગ્યું. તે એક મુશ્કેલ નિર્ણય હતો, અમે સાથે સારો સમય પસાર કર્યો, અમે સાથે મળીને એક પરિવાર બનાવ્યો. અમને અગસ્ત્ય મળ્યો, તે હજી પણ અમારા બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને અમે તેનું સહ- પેરન્ટિંગ કરીશું અને તેને દરેક ખુશી આપવાનો પ્રયાસ કરીશું. અમે તમારા સમર્થનની અપેક્ષા રાખીએ છીએ, આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઇવસી સમજો.”

https://www.instagram.com/p/CvUikRiIoBN/?hl=en

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંનેએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કોમેન્ટનો વિકલ્પ બંધ રાખ્યો છે.

હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર ત્યારે આવવા લાગ્યા જ્યારે ન તો નતાશા કોઈ મેચમાં દેખાઈ કે ન તો તેણે આઈપીએલ દરમિયાન કંઈ પોસ્ટ કર્યું. જે પછી ટી-20 વર્લ્ડ કપમાં નતાશાએ ન તો હાર્દિક માટે કોઈ પોસ્ટ કરી હતી કે ન તો ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર. અહીં પણ નતાશા કોઇ મેચમાં દેખાઇ નહોતી. નતાશા જ્યારે પણ સામે આવતી અને મીડિયાએ તેને આ અંગે સવાલ કર્યો તો તે ચૂપ રહી. હવે પહેલી વાર નતાશા અને હાર્દિકે ડિવોર્સના સમાચારને સમર્થન આપ્યું છે.

નતાશા તેની માતાના ઘરે જતી રહી

આ દરમિયાન નતાશા સ્ટેનકોવિક પોતાના દીકરા સાથે પોતાના હોમટાઉન સર્બિયામાં છે. નતાશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચો | નતાશા સાથે તલાક વચ્ચે હાર્દિક પંડ્યાની આ રશિયન મોડલ સાથે તસવીર વાયરલ, જાણો શું છે કહાની

હાર્દિક પંડ્યા નતાશા સ્ટેનકોવિક એ 2020માં કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે, લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એ વર્ષ 2020માં વેલેન્ટાઈન ડેના અવસર પર ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્ન પુત્ર અગત્સ્યાના જન્મ પછી થયા હતા. આ લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી બંને રીતિ રિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા.

હાર્દિક ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities સ્પોર્ટ્સ