Assembly Election Result 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર, આજે જાહેર થશે પરિણામ

Jammu Kashmir-Haryana Election Result 2024 : હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ઓક્ટોબર જાહેર થશે. સવારે 8 કલાકેથી મતગણતરી શરુ થશે

Written by Ashish Goyal
Updated : October 08, 2024 00:02 IST
Assembly Election Result 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર, આજે જાહેર થશે પરિણામ
Jammu Kashmir-Haryana Election Result 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Jammu Kashmir-Haryana Election Result 2024 : હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે (8 ઓક્ટોબર) જાહેર થશે. સવારે 8 કલાકેથી મત ગણતરી શરુ થશે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 1 ઓક્ટોબરે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. આ પહેલા પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બરે અને બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે યોજાયો હતો. બીજી તરફ 5 ઓક્ટોબરે હરિયાણાની તમામ 90 સીટો પર વોટિંગ થયું હતું.

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ અહીં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. બીજી તરફ હરિયાણામાં કોંગ્રેસે સીપીએમ સાથે ગઠબંધન કરીને 90 સીટો પર ચૂંટણી લડી હતી, સીપીએમને એક સીટ આપી હતી. ભાજપે 89 બેઠકો પર ચૂંટણી લડી છે. આ સિવાય અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ તમામ 90 સીટો પર ચૂંટણી લડી છે.

જમ્મુ કાશ્મીર એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 6 ઓક્ટોબરે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલમાં જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન આગળ હોવાનો અંદાજ છે. જોકે કોઇને સ્પષ્ટ બહુમતી મળી રહ્યું હોય તેવું લાગતું નથી.

આ પણ વાંચો – હરિયાણા વિધાનસભા ચૂંટણી એક્ઝિટ પોલ, ભાજપ હેટ્રિક કરશે કે કોંગ્રસ સરકાર બનાવશે? જાણો

હરિયાણા એક્ઝિટ પોલના પરિણામો શું કહે છે?

બીજી તરફ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળી રહી છે. બધા જ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ છે અને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 50-58 મળી રહી છે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ