હરિયાણા વિધાનસભા ચૂંટણી : ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, વિનેશ ફોગાટ સામે યોગેશ બૈરાગીને ટિકિટ

BJP Candidates Haryana Assembly Election 2024 : ભાજપે વર્તમાન યાદીમાં છ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. નૌરથી પાર્ટીએ નિર્મલ રાનીને અને રાઇ સીટથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીને ટિકિટ આપવામાં આવી નથી

Written by Ashish Goyal
Updated : September 10, 2024 16:13 IST
હરિયાણા વિધાનસભા ચૂંટણી : ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, વિનેશ ફોગાટ સામે યોગેશ બૈરાગીને ટિકિટ
Haryana Assembly election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે (@NayabSainiBJP)

Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં નારાયણગઢથી પવન સૈની, પિહોવાથી જય ભગવાન શર્મા (ડીડી શર્મા), પુંડરીથી સતપા જામ્બા, અંસધથી યોગેન્દ્ર રાણા, ગનૌરથી દેવેન્દ્ર કૌશિક, રાઇથી ક્રૃષ્ના ગહલાવત, બરોદાથી પ્રદીપ સાંગવાન, જુલાનાથી યોગેશ બૈરાગી, નરવાનાથી કૃષ્ણ કુમાર બેદી, ડબવાલીથી બલદેવ સિંહ માંગીયાનાને ટિકિટ મળી છે.

આ સિવાય એલાનાબાદથી અમીર ચંદ મહેતા, રોહતકથી મનીષ ગ્રોવર, નાનૌલથી ઓમ પ્રકાશ યાદવ, બાવલથી કૃષ્ણ કુમાર, પટૌડીથી બિમલા ચૌધરી, નૂહથી સંજય સિંહ, ફિરોઝપુર ઝિરકાથી નસીમ અહેમદ, પુન્હાનાથી એજાઝ ખાન, હથિનથી મનોજ રાવત, હોડલથી હરિંદર સિંહ રામતરન અને બડખલથી ધનેશ અદલખાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિનેશ ફોગાટ સામે ભાજપે જુલાનાથી યોગેશ બૈરાગીની ટિકિટ આપી છે.

આ પણ વાંચો – હરિયાણામાં કેમ ન થઈ શકે AAP અને કોંગ્રેસનું ગઠબંધન?

ભાજપે છ ધારાસભ્યોની ટિકિટ કાપી

ભાજપે પોતાની બીજી યાદીમાં નિર્મલ રાની, મોહન બડોલી, સત્ય પ્રકાશ, સીમા ત્રિખા, પ્રવિણ ડાગર અને જગદીશ નાયર સહિત 6 ધારાસભ્યોની ટિકિટ કાપી છે. ભાજપે ફરી એકવાર નારનૌલથી ઓમ પ્રકાશ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ગનૌરથી ભાજપના વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીના સ્થાને દેવેન્દ્ર કૌશિકને ટિકિટ આપી છે. રાઇ બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીના બદલે કૃષ્ણા ગેહલાવતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય સત્ય પ્રકાશના બદલે બિમલા ચૌધરીને પટૌડીથી ટિકિટ મળી છે. આ ઉપરાંત ભાજપના વર્તમાન ધારાસભ્ય સીમા ત્રિખાની બઢખલથી ટિકિટ કપાઈ છે. જ્યારે હથિન વિધાનસભાથી પ્રવિણ ડાગરના સ્થાને મનોજ રાવતને ટિકિટ અપાઇ છે. હોડલથી જગદીશ નાયરના બદલે હરિંદર સિંહ રામરતનને ટિકિટ મળી છે.

5 ઓક્ટોબરે મતદાન યોજાશે

90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે અને 8 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ