Haryana Vidhan Sabha Election Results 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 એ ઇતિહાસ રચ્યો છે. પરિણામ સામે આવી ગયા છે. 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 48, કોંગ્રેસને 37, આઇએનએલડીને 2 અને અપક્ષને 3 બેઠકો મળી છે. ભાજપ હરિયાણામાં સતત ત્રીજી વખત સરકાર બનાવશે. આ સાથે જ ફરી એકવાર અહીં ડબલ એંજિન સરકાર અસ્તિત્વમાં આવશે. અત્યાર સુધી અહીં કોઇ રાજકીય પક્ષે સતત ત્રણ વખત સરકાર બનાવી નથી.
હરિયાણામાં આજ સુધી સતત ત્રીજી વખત કોઇ પક્ષની સરકાર બની નથી. પરંતુ ભાજપે ઇતિહાસ રચ્યો છે. હરિયાણાના રાજકીય ઇતિહાસ તપાસીએ તો બીજી એક મહત્વની બાબત એ છે કે અહીંના ઇતિહાસમાં માત્ર 2 વખત જ કેન્દ્ર અને રાજ્ય સરકાર અલગ અલગ રહી છે. 56 વર્ષો સુધી બંને એક જ રહી છે. આ વખતે અહીં ફરી એકવાર ડબલ એંજિન સરકાર જોવા મળશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પરિણામ : જાણો Live અપડેટ
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પરિણામની વાત કરવામાં આવે તો 90 બેઠકોમાંથી ભાજપને 48, કોંગ્રેસને 37, આઇએનએલડીને 2 અને અપક્ષને 3 બેઠકો મળી છે. ભાજપે આ સાથે ઇતિહાસ રચી દીધો છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019 આંકડા તપાસીએ તો 90 બેઠકો પૈકી ભાજપ 40 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે આગળ આવી હતી. કોંગ્રેસ 31 બેઠકો, જેજેપી 10 બેઠક, ઇનેલો 1 બેઠક અને અન્યને 8 બેઠકો મળી હતી. મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા હતા અને દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.
હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2014
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2014 માં ભાજપ જાદુઇ કરિશ્મા સાથે 47 બેઠકો સાથે સ્પષ્ટ બહુમત સાથે જીત્યું હતું. કોંગ્રેસ માત્ર 15 બેઠકો પર સીમિત રહ્યું હતું. ઇનેલો 19 બેઠકો, હજકા 2 બેઠક અને અન્યોને 7 બેઠકો મળી હતી. ભાજપના મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી બન્યા હતા.
ભાજપ 2014 vs 2019 : વોટ શેર વધ્યો બેઠકો ઘટી
છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો ભાજપ મજબૂત બન્યું છે. ભાજપના વોટ શેરમાં વધારો થયો છે. વર્ષ 2014 માં ભાજપે 33.2 ટકા મત સાથે 47 બેઠકો જીતી હતી. વર્ષ 2019 માં ભાજપને 36.49 ટકા મત મળ્યા હતા. ભાજપનો વોટ શેર વધ્યો હતો પરંતુ બેઠકો ઘટી છે. ભાજપ 40 બેઠકો જ જીતી શક્યું હતું.
કોંગ્રેસ 2014 vs 2019 : બેઠક અને વોટ શેર બંને વધ્યું
વર્ષ 2014 માં 20.6 ટકા મત સાથે કોંગ્રેસ 15 બેઠકો જીત્યું હતું. જે વર્ષ 2019 માં 28.08 ટકા મત સાથે 31 બેઠકો જીત્યું હતું. આમ હરિયાણા વિધાસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસ વધુ મજબૂત થઇ હતી. વોટ શેર અને બેઠક બંનેમાં વધારો થયો હતો.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2009 પરિણામ
વર્ષ 2005 માં સત્તામાં આવેલી કોંગ્રેસ વર્ષ 2009 ચૂંટણીમાં પણ મોટી પાર્ટી તરીકે ઉપસી આવી હતી. જોકે 27 બેઠકોનો ઘટાડો થયો હતો અને 40 બેઠકો પર જીત્યું હતું. ભાજપને માત્ર 4 બેઠકો જ મળી હતી. INLD 31, HJC(BL) 6 બેઠકો પર જીત્યું હતું. કોંગ્રેસના ભુપેન્દ્રર સિંહ હુડ્ડા મુખ્યમંત્રી બન્યા હતા.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2005 પરિણામ
હરિયાણા 11મી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઇતિહાસમાં સૌથી મોટી જીત હાંસિલ કરી હતી. કોંગ્રેસ 67 બેઠકો પર જીતી હતી. જ્યારે INLD 9 બેઠકો પર જીતી હતી. હરિયાણા રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસની સૌથી મોટી અને પ્રદેશની બીજી સૌથી મોટી જીત હતી. આ અગાઉ 1977 માં જનતા પાર્ટી 75 બેઠકો પર જીતી હતી. જે સૌથી મોટી જીત છે.
- હરિયાણા ચૂંટણી અન્ય રાજ્યો કરતાં અલગ છે. અહીંનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો રસપ્રદ વિગતો સામે આવે છે. જનતાનો ભરોસો તૂટતાં અહીં 10 વખત સરકાર બદલાઇ છે.
- અહીંનો ઇતિહાસ એવો પણ છે કે, કોઇ પક્ષ સરકારમાં સતત ત્રીજી વખત આવ્યો નથી. જોકે સતત બે ટર્મથી સત્તામાં રહેલી ભાજપ આ વખતે ઇતિહાસ બદલશે એવો દાવો કરી રહી છે.
- 1972 માં ચૌધરી બંસીલાલ અને 2009 માં ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને 2019 માં મનોહર લાલ એવા મુખ્યમંત્રી રહ્યા છે કે જેઓ ફરી વખત સરકાર બનાવવામાં સફળ રહ્યા છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પરિણામ હજુ આવી રહ્યા છે. મત ગણતરી ચાલી રહી છે.