Haryana Vidhan Sabha Election Results 2024, હરિયાણા વિધાનસભા ચૂંટણી : હરિયાણાની ચૂંટણીમાં ભાજપ અપ્રત્યાશિત જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ બતાવી રહ્યા છે કે રાજ્યમાં ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. મોટી વાત એ છે કે આ વખતે ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમતી મળી છે. જોકે ચૂંટણી પહેલા એવી આશા રાખવામાં આવી રહી હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવશે.
આ ચૂંટણીમાં ઘણા એવા ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા, જેના પર સૌની નજર હતી. આ ઉમેદવારોમાં કેટલાક એવા પણ છે જે મોટા રાજકીય પરિવારમાંથી આવે છે તો કેટલાક ખેલાડી પણ છે. ઘણા એવા નેતાઓ પણ છે જેમનો પ્રભાવ રાજ્યથી લઈને દેશ સુધી છે.
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હુડ્ડા, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ, રેસલર વિનેશ ફોગાટ, પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા સહિત ઘણા ઉમેદવારો છે જેમના પરિણામ બધા જાણવા માંગે છે. આવો જાણો આ બધા વીવીઆઈપી ઉમેદવારો વિશે.
આ પણ વાંચો – નાયબ સિંહ સૈની ભાજપ માટે સાબિત થયા તારણહાર, શું ખટ્ટરની વિદાયથી ખુલ્યા પાર્ટીના દરવાજા?
હરિયાણા રાજ્યના તમામ વીઆઈપી ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી વિધાનસભા સીટ જીત/ હાર 1. નાયબ સિંહ સૈની ભાજપ લાડવા જીત 2. ભૂપિંદર સિંહ હુડ્ડા કોંગ્રેસ ગઢી સામ્પલા જીત 3. અનિલ વિજ ભાજપ અંબાલા કેન્ટ જીત 4. દુષ્યંત ચૌટાલા JJP ઉચાના કલાં હાર 5. વિનેશ ફોગાટ કોંગ્રેસ જુલાના જીત 6. સાવિત્રી જિંદાલ અપક્ષ હિસાર જીત 7. અભય સિંહ ચૌટાલા INLD એલેનાબાદ હાર 8. આરતી રાવ ભાજપ એટેલી જીત 9. દિગ્વિજય સિંહ ચૌટાલા JJP ડબવાલી હાર 10. શ્રુતિ ચૌધરી ભાજપ તોશામ જીત 11. ભવ્ય બિશ્નોઈ ભાજપ આદમપુર જીત 12. ઉદયભાન કોંગ્રેસ હોડલ હાર 13. આદિત્ય સુરજેવાલા કોંગ્રેસ કૈથલ જીત 14. ગોપાલ કાંડા હરિયાણા લોકહિત પાર્ટી સિરસા હાર
હરિણાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે.