ટ્રાવેલ બ્લોગર જ્યોતિ રાનીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ

travel blogger Jyoti Rani : ટ્રાવેલ બ્લોગર જ્યોતિ રાનીના યુટ્યુબ ચેનલ પર 3,77,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 1,32,000 થી વધુ ફોલોઅર્સ છે, તેને દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના એક અધિકારી સાથે સંવેદનશીલ માહિતી શેર કરતી જોવા મળ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવી હતી

travel blogger Jyoti Rani : ટ્રાવેલ બ્લોગર જ્યોતિ રાનીના યુટ્યુબ ચેનલ પર 3,77,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 1,32,000 થી વધુ ફોલોઅર્સ છે, તેને દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના એક અધિકારી સાથે સંવેદનશીલ માહિતી શેર કરતી જોવા મળ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
YouTuber Jyoti Rani, Jyoti Rani

હરિયાણા પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાના આરોપમાં ટ્રાવેલ બ્લોગર 33 વર્ષીય જ્યોતિ રાનીની ધરપકડ કરી (Screenshot: Youtube/TravelWithJo)

travel blogger youtuber Jyoti Rani arrested : હરિયાણા પોલીસે શુક્રવારે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાના આરોપમાં ટ્રાવેલ બ્લોગર 33 વર્ષીય જ્યોતિ રાનીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાની જેની યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો છે, જેના 3,77,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 1,32,000 થી વધુ ફોલોઅર્સ છે, તેને દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના એક અધિકારી સાથે સંવેદનશીલ માહિતી શેર કરતી જોવા મળ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવી હતી.

Advertisment

રાનીની હિસાર જિલ્લાના ન્યૂ અગ્રવાલ એક્સટેન્શન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટની કલમ 3 અને 5 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 152 (ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મુકતા કૃત્યો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. શનિવારે તેણીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેણીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

જ્યોતિ રાની જેના પિતા હરીશ કુમાર મલ્હોત્રા હરિયાણા વીજળી બોર્ડના નિવૃત્ત કર્મચારી છે, તે ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતા હતા, પરંતુ કોવિડ 19 રોગચાળા દરમિયાન નોકરી છોડી દીધી અને લગભગ ત્રણ વર્ષ પહેલાં ટ્રાવેલ બ્લોગર બની ગઈ. પોલીસે જણાવ્યું હતું કે તે છેલ્લે 6 મેના રોજ હિસારમાં તેના ઘરેથી નીકળી હતી અને તેના માતાપિતાને કહ્યું હતું કે તે દિલ્હી જઈ રહી છે.

પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ

પોલીસે જણાવ્યું હતું કે તેણી પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો અને ત્યાંના હેન્ડલર્સ સાથે સીધા સંપર્કમાં રહેવાનો આરોપ છે જેથી તેની સામગ્રી દ્વારા તે દેશની સકારાત્મક છબી રજૂ કરી શકાય. માર્ચ અને એપ્રિલમાં જ્યોતિ રાનીએ પાકિસ્તાન યાત્રાના વીડિયો અને રીલ્સ અપલોડ કર્યા હતા.

Advertisment

2023માં વિઝા મળ્યા અને બે વાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર તેણીએ કથિત રીતે તેની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તે 2023માં વિઝિટર વિઝા મેળવવા માટે પાકિસ્તાન હાઇ કમિશન ગઈ હતી. તે પછી જ તે કથિત રીતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારી એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી. તેણીએ કથિત રીતે અધિકારીનો ફોન નંબર પોલીસ સાથે શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે તેના સંપર્કમાં રહે છે. પોલીસે જણાવ્યું કે રાનીને 2023માં વિઝા મળ્યા અને ત્યારબાદ તેણે બે વાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.

આ પણ વાંચો - હવે ચીની હોય કે તુર્કી તમામ ડ્રોનનો આંખના પલકારામાં થશે નાશ, ભારતને મળ્યું ભાર્ગવાસ્ત્ર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દાનિશના આગ્રહથી તે પાકિસ્તાનમાં અલી આહવાન નામના એક વ્યક્તિને મળી જેણે ત્યાં તેની મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરી. તેણીએ ઉમેર્યું કે અલીએ તેને શાકિર અને રાણા શાહબાઝ નામના બે પાકિસ્તાની સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. તેણીએ શાકિરનો મોબાઇલ ફોન નંબર પણ લીધો અને તેને કોઈ શંકા ન થાય તે માટે જટ્ટ રંધાવા તરીકે પોતાના મોબાઇલ ફોનમાં સેવ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ત્રણેય પુરુષો સાથે સંપર્કમાં હતી

અધિકારીએ ઉમેર્યું કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ત્રણેય પુરુષો સાથે સંપર્કમાં રહી અને અનેક ફોન કોલ્સ અને સંદેશાઓની આપ-લે કરતી હતી. ત્યારબાદ તેણીએ ભારતના મહત્વપૂર્ણ સ્થાપનો વિશે સંવેદનશીલ માહિતી આ વ્યક્તિઓને શેર કરવાનું શરૂ કર્યું.

પોલીસના જણાવ્યા અનુસાર દાનિશ પર જાસૂસીનો આરોપ લાગ્યા બાદ ભારત સરકારે 13 મેના રોજ તેને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો હતો. તેને તાત્કાલિક ભારત છોડી દેવાનું પણ કહેવામાં આવ્યું હતું.

આ અઠવાડિયાની શરૂઆતમાં, હરિયાણા પોલીસે પાણીપતથી એક 24 વર્ષીય વ્યક્તિની પાકિસ્તાનમાં અનેક વ્યક્તિઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે આ વ્યક્તિની ઓળખ ઉત્તર પ્રદેશના નૌમાન ઇલાહી તરીકે કરી હતી, જે પાણીપતમાં એક ધાબળા ગૂંથવાની ફેક્ટરીમાં ખાનગી સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

ભારત પાકિસ્તાન સંઘર્ષ પાકિસ્તાન india દેશ