Amit Shah In Haryana Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાની ધરતી પરથી મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો હરિયાણામાં ભાજપની સરકાર બનશે તો પીએમ કિસાનની રકમ 6 હજારથી વધારીને 10 હજાર કરવામાં આવશે. એ જ રીતે આયુષ્યમાન ભારત યોજનાને લઈને કહેવામાં આવ્યું છે કે વીમો 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવશે.
કિસાન નિધિ અને આયુષ્માન યોજનાને લઈને મોટી જાહેરાત
અમિત શાહે કહ્યું કે તમે ફરી એકવાર ભાજપની સરકાર બનાવશો, તો જે ખેડૂતોને 6 હજાર રૂપિયા મળી રહ્યા છે તે વધારીને 10 હજાર રૂપિયા કરી દેવામાં આવશે. આયુષ્યમાન ભારતની અંદર પણ 5 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે, તેને વધારીને 10 લાખ કરવામાં આવશે. અમે વૃદ્ધોને વધારાના ૫ લાખ રૂપિયાની મફત મેડિકલ સારવાર આપીશું. હવે ચૂંટણીની મોસમમાં ગૃહમંત્રી અમિત શાહની આ જાહેરાત એટલા માટે મહત્વની છે કારણ કે કિસાન નિધિ યોજનાને કારણે દેશના ઘણા ખેડૂતોને ફાયદો થયો છે.
આવી સ્થિતિમાં જો તે રકમ વધારવામાં આવે તો તેની સીધી અસર ખેડૂતોની આવક પર પડશે. નિષ્ણાતો માને છે કે તે ભાજપનો માસ્ટર સ્ટ્રોક પણ સાબિત થઈ શકે છે. હરિયાણામાં ખેડૂતોનો એક વર્ગ પાર્ટીથી નારાજ છે, 3 કૃષિ કાયદાના આંદોલન બાદ પડકાર વધી ગયા છે. આવી સ્થિતિમાં ગૃહ મંત્રી અમિત શાહે આ જ ખેડૂતોને ખુશ કરવા માટે આ મોટી જાહેરાત કરી છે.
હરિયાણામાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો
આવી જ રીતે હાલ આયુષ્માન ભારતનો લાભ પણ અનેક લોકોને મળી રહ્યો છે. તેને મોદી સરકારની મોટી યોજના તરીકે પણ જોવામાં આવે છે. હવે જો તેનો વ્યાપ પણ વધારવામાં આવે તો જમીન પર વ્યાપક અસર થઇ શકે છે.
આ પણ વાંચો | મોદી સરકારે વધાર્યો લઘુત્તમ વેતન દર, આ સેક્ટર્સના શ્રમિકોને થશે ફાયદો
આમ જોવા જઈએ તો હરિયાણા ચૂંટણીને લઈને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ યાદીમાં લાડો લક્ષ્મી યોજના હેઠળ તમામ મહિલાઓને દર મહિને 2100ની નાણાકીય સહાય આપવાની કલ્પના કરવામાં આવી છે. તેવી જ રીતે ગામડાના 50 હજારથી વધુ યુવાનોને રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું છે.