Haryana Election 2024, Vinesh Phogat : ભારતની પૂર્વ દિગ્ગજ પહેલવાન વિનેશ ફોગાટે રાજનીતિમાં ડગલું માંડતા જ વિરોધીઓને ખુબ જ ખરાબ રીતે પછાડી દીધા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે વિનેશ ફોગાટને જિંદ જિલ્લાની જુલાના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. વિનેશના સાથી પહેલવાન બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા એક પોસ્ટ કરતા લખ્યું છે કે, વિનેશે ચૂંટણીના અખાડામાં બાજી મારી લીધી છે.
જોકે ભારતીય ચૂંટણી આયોગની વેબસાઈટનું માનીએ તો વિનેશને આ ખબર લખાઈ રહી છે ત્યાં સુધીમાં પાંચ હજાર મતથી આગળ ચાલી રહી છે. અહીંથી બીજેપી તરફથી લડી રહેલા યોગેશ કુમાર બીજા ક્રમે છે. આ બેઠકથી આમ આદમી પાર્ટી તરફથી કવિતા રાની મેદાનમાં હતી. રિપોર્ટ અનુસાર, કવિતા રાની WWE પહેલવાન છે.
બજરંગ પૂનિયાએ શુભેચ્છા પાઠવી
બજરંગ પૂનિયાએ એક્સ પર લખ્યું,”દેશની દીકરી વિનેશ ફોગાટને જીતની શુભેચ્છાઓ. આ લડાઈ માત્ર એક જુલાના બેઠકની નથી, માત્ર 3-4 ઉમેદવારો સામે નથી, માત્ર પાર્ટીઓની લડાઈ નથી. આ લડાઈ દેશની સૌથી મજબૂત દમણકારી શક્તિઓ વિરૂદ્ધ છે. અને વિનેશ તેમા વિજેતા રહી.”
આ પણ વાંચોઃ- Haryana Results: હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2024, ભાજપ ઇતિહાસ રચવા તરફ, ફરી એકવાર ડબલ એંજિન સરકાર
પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશને મળ્યો હતો ઝટકો
તમને જણાવી દઈએ કે, 2024માં પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને તગડો ઝટકો મળ્યો હતો. ઓલિમ્પિક એપેલવાન વિનેશ ફોગાટે મહિલા 50 કિોગ્રામ ભાર વર્ગમાં ભાગ લીધો હતો. તેણે શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ ફાઈનલ મુકાબલો શરૂ થતા પહેલા જ વિનેશનો વજન લગભગ 100 કિલોગ્રામ વધી ગયો હતો, જેના કારણે તેને ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવી હતી.