/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Himani-Narwal-Murder-In-Haryana.jpg)
Himani Narwal Murder In Haryana: હરિયાણામાં કોંગ્રેસ મહિલા કાર્યકર્તા હિમાની નરવાલનો મૃતદેહ સુટકેશ માંથી આવતા રાજકીય વિવાદ થયો છે. (Photo: @tiwari_pratish)
Himani Narwal Murder Haryana Crime News: હરિયાણાના રોહતક જિલ્લામાં શનિવારે હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. સાંપલા બસ સ્ટેન્ડ નજીક એક ત્યજી દેવાયેલી સુટકેસમાં 22 વર્ષીય મહિલાની લાશ મળી આવતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક તપાસમાં મૃતકની ઓળખ સોનીપતના કથુરા ગામની રહેવાસી હિમાની નરવાલ તરીકે થઈ છે, જે કોંગ્રેસ પાર્ટીની સક્રિય કાર્યકર હતી. તે કોંગ્રેસની રેલીઓ અને સામાજિક કાર્યક્રમોમાં હરિયાણવી લોક કલાકારો સાથે પરફોર્મ કરતી હતી.
કેવી રીતે થયો ખુલાસો?
શનિવારે સવારે રોહતક-દિલ્હી હાઈવે પર રાબેતા મુજબ અફરાતફરી મચી ગઈ હતી. સાંપલા બસ સ્ટેન્ડથી થોડે દૂર એક મોટી વાદળી રંગની સૂટકેસ પડી હતી, જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને શંકા ગઈ હતી. કેટલાક લોકોએ નજીક જઈને જોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસામાન્ય પરિસ્થિતિને સમજીને તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને સૂટકેસ ખોલી તો ત્યાં હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. સૂટકેસમાં એક યુવતીની લાશ હતી, જેના ગળા પર ગળું દબાવવાના નિશાન હતા.
Who Is Himani Narwal : હિમાની નરવાલ કોણ હતી?
પોલીસ લાશની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે સોશિયલ મીડિયા પર યુવતીની તસવીરો વાયરલ થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ મૃતકોની ઓળખ કરતા કહ્યું કે હિમાની નરવાલ એક સક્રિય કોંગ્રેસ કાર્યકર્તા હતા. તેમણે હરિયાણામાં અનેક રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને તે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ એક ભાગ હતી.
#WATCH रोहतक, हरियाणा: वीडियो कांग्रेस कार्यकर्ता हिमानी नरवाल के घर के बाहर से है। हिमानी का शव 1 मार्च को रोहतक में हाईवे के पास सूटकेस में मिला था। कांग्रेस नेताओं ने हत्या की उच्चस्तरीय जांच की मांग की है। pic.twitter.com/Byy85tVSsm
— ANI_HindiNews (@AHindinews) March 2, 2025
હિમાની નરવાલ મર્ડર કેસ
પોલીસનું માનવું છે કે હિમાની નરવાલની હત્યા કોઈ અન્ય સ્થળે કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશને સૂટકેસમાં ભરીને અહીં ફેંકી દેવામાં આવી હતી. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ હવે સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે, જેથી એ જાણી શકાય કે સૂટકેસને અહીં ક્યારે અને કોણે ફેંકી હતી.
હરિયાણામાં મહિલાઓની સુરક્ષા જોખમમાં
આ હત્યા બાદ કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે અને આ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવાની માંગ કરી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા તેને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધબ્બો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં મહિલાઓની સલામતી સંપૂર્ણપણે જોખમમાં છે અને સરકાર ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહી છે.
સાંપલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિજેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હિમાની નવાલની કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવી રહી છે અને હત્યા પાછળના કાવતરાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તેની નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.
પરિવાર પર દુઃખનો પહાડ
આ ઘટના મૃતકના પરિવાર પર કોઈ મોટા આઘાતથી કમ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે હિમાનીના પિતાએ થોડા વર્ષો પહેલા આત્મહત્યા કરી હતી અને તેના ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી. હવે હિમાની નરવાલની પણ હત્યા કરવામાં આવી છે, જેના કારણે પરિવાર સંપૂર્ણ રીતે ભાંગી પડ્યો છે.
આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. પોલીસ હવે દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી હત્યારાઓને વહેલી તકે પકડી શકાય. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી હિમાની નરવાલને ન્યાય અપાવવાની માંગ કરી રહી છે અને દોષિતોને કડક સજા આપવા માટે સરકાર પર દબાણ કરી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us