/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Haryana-politics.jpg)
હરિયાણામાં નાયબસિંહ સૈની નવા મુખ્યમંત્રી બન્યા
Haryana Political Crisis | હરિયાણા રાજકીય સંકટ : ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટી હરિયાણામાં અલગ થઈ ગઈ છે. હવે નાયબસિંહ સૈનીએ ભાજપના નવા મુખ્યમંત્રી તરીકે આજે 5 કલાકે શપથ ગ્રહણ કર્યા. લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણી પર સર્વસંમતિના અભાવે ભાજપ અને જેપીપી વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. સીએમ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. તેમજ સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતુ.
હરિયાણામાં ભાજપે કેવી રીતે સરકાર બચાવી?
હરિયાણામાં ભાજપ વિધાયક દળની બેઠક યોજાઈ હતી અને નાયબ સિંહ સૈનીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બની ગયા છે. તમને જણાવી દઈએ કે, હરિયાણામાં ભાજપના 41 ધારાસભ્યો છે. બહુમત માટે 46 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. 6 અપક્ષ ધારાસભ્યો છે અને તેમણે પણ સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં ભાજપનો આંકડો 47 થઈ ગયો અને ભાજપની સરકાર બચી ગઈ.
નાયબ સિંહ સૈની કોણ છે?
નાયબ સિંહ સૈની હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે અને કુરુક્ષેત્રના સાંસદ પણ છે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે 6 મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે. જો કે હરિયાણામાં 6 મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેઓ આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન જ ચૂંટણી લડશે અને પેટાચૂંટણી થશે નહીં.
હરિયાણા વિધાનસભા બેઠકોનું ગણિત
90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે. ભાજપ પાસે 41, જેજેપીના 10 અને કોંગ્રેસના 30 ધારાસભ્યો છે. આ સિવાય 7 અપક્ષ ધારાસભ્યો, 1 હરિયાણા લોકહિત પાર્ટી અને 1 ઈન્ડિયન નેશનલ લોકદળ ધારાસભ્ય છે. 7 અપક્ષ ધારાસભ્યોમાંથી 6 ભારતીય જનતા પાર્ટી સાથે છે. તો, ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટી પણ ભાજપ સાથે છે. એટલે કે હવે વાત કરીએ તો ભાજપ પાસે કુલ 48 ધારાસભ્યો થઈ ગયા છે. જે આ બહુમતીનો આંકડો પાર કરે છે.
જેજેપી અને ભાજપ વચ્ચે કેમ ગઠબંધન તૂટ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુષ્યંત ચૌટાલા સોમવારે દિલ્હીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. સીટ શેરિંગ ફોર્મ્યુલા પર કોઈ ચર્ચા થઈ શકી ન હતી. જેજેપી હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢની સીટો પર દાવો કરી રહી હતી. ભાજપ આ આપવા તૈયાર ન હતી. સિરસામાં પાર્ટીની બેઠક બાદ દુષ્યંત ચૌટાલાએ હરિયાણાની હિસાર અને ભિવાની-મહેન્દ્રગઢ લોકસભા બેઠકો પર દાવો કરતાં કહ્યું હતું કે, જે રીતે ભાજપે એનડીએ ગઠબંધન હેઠળ નાના પક્ષોને સમાયોજિત કર્યા છે અને તેમની સંભાળ લીધી છે, તે આશાવાદી છે. હરિયાણામાં જેજેપી અંગે પણ લેવામાં આવશે.
દુષ્યંત ચૌટાલાએ એમ પણ કહ્યું કે, આ સિવાય પાર્ટી રાજ્યની તમામ 10 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડવાની પણ તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 10 સીટો પર જીત મેળવી હતી. હાલમાં ભાજપ પાસે 9 સાંસદો છે. અંબાલા સીટ એક સાંસદના નિધન બાદ ખાલી પડી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us