હરિયાણાના રેવાડીના ધરૂહેરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતુ, આ દુર્ઘટનામાં 40થી વધુ કર્મચારી સળગતા ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસે જણાવ્યું હતુ કે, શનિવારે સાંજે લગભગ 5.45 વાગ્યે રેવાડીના ધરુહેરામાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટતાં ઓછામાં ઓછા 40 કામદારો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી એકને રોહતક પીજીઆઈએમએસમાં રીફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીનાને જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ હરિયાણાના રેવાડીના ધરૂહેરામાં આવેલી વાહનના પાર્ટ્સ બનાવતી લાઈફલોંગ ફેક્ટરીમાં થયો હતો.
ANI સાથે વાત કરતા, સિવિલ સર્જન ડૉ. સુરેન્દર યાદવ કહે છે કે, “રેવાડીના ધરુહેરામાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યો છે. અમે હોસ્પિટલોને એલર્ટ કરી છે. અમે એમ્બ્યુલન્સને ફેક્ટરીમાં મોકલી છે. કેટલાય લોકો દાઝી ગયા છે. હાલના સમાચાર મુજબ લગભગ 40 લોકો ઘાયલ છે. એક ગંભીર દર્દી જેને રોહતક રીફર કરવામાં આવ્યો છે.”





