Haryana Unmanned Toll Plaza: હરિયાણમાં દેશનુ પ્રથમ બૂથ વગરનું ટોલ પ્લાઝા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. NHAI એ આ માટે ટોલના દર પણ નક્કી કર્યા છે. ઝીંઝોળીમાં બનનારા આ ટોલ પ્લાઝામાં ટોલ કલેક્શનની સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટિક હશે. અહીં સોનેપતથી બવાના સુધીની 29 કિલોમીટરની સફર પૂર્ણ કરવા માટે તમારે 65 રૂપિયા ચૂકવવા પડશે. આ ટોલ પર આવા સેન્સર લગાવવામાં આવી રહ્યા છે, જે ફાસ્ટેગ માંથી જ ટોલ કાપી લેશે. તેની ટ્રાયલ રન પણ કરી દેવામાં આવી છે.
આ રાજ્યોમાં મુસાફરી સરળ બનશે
આ ટોલ શરૂ થવાથી દિલ્હી, હરિયાણા અને પંજાબમાં અવરજવર સરળ બની જશે. નવા હાઇવેના નિર્માણ સાથે સોનીપતથી બવાના સુધીની મુસાફરી એક કલાકથી ઘટીને માત્ર 20 મિનિટ થઇ જશે. સાથે જ આઈજીઆઈની યાત્રા એક કલાકથી પણ ઓછી થઈ જશે. એટલું જ નહીં, આ હાઇવે શરૂ થયા બાદ દિલ્હી-અમૃતસર એન-44 પર ટ્રાફિકનું દબાણ પણ ઘટી જશે.
કેટલો ટોલ ટેક્સ ચૂકવવો પડશે
આ એક્સપ્રેસ હાઇવ પરથી પસાર થતા તમારે કાર, જીપ અને વાન માટે 65 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ મિની બસ, લાઈટ કોમર્શિયલ વાહનોને 105 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત ટુ એક્સલ કોમર્શિયલ વાહનોના ટોલના દર 225 અને 3 થી 6 એક્સલ વાળા વાહનો માટે ટોલના દર 245 થી 350 રાખવામાં આવ્યા છે. 7 કે તેથી વધુ એક્સલ વાળા વાહનો માટે 430 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત સ્થાનિક લોકો માટે પણ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
રોકડ પેમેન્ટ માટે અલગ લાઈન લાગશે
હાલ લોકોને ફાસ્ટેગ માટે જાગૃત કરવામાં આવ્યા રહ્યા છે. અલબત્ત એક્સપ્રેસ હાઇવે પર રોકડમાં ટોલ ટેક્સ ચૂકવનાર વાહન ચાલકો માટે અલગ લાઇનની વ્યવસ્થામાં રાખવામાં આવી છે. જો કોઈ બ્લેકલિસ્ટ ફાસ્ટેગ અથવા રોકડ આપનાર આવશે, તો તેને ડાબી બાજુની લાઇમાંથી દૂર કરવામાં આવશે. આવા વાહનો પાસેથી વધુ ચાર્જ લેવામાં આવશે.