Hathras Bus Accident : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે આવતી બસે પીકઅપ વાનને ટક્કર મારી હતી. પીકઅપમાં લગભગ 35 લોકો હતા, જેમાંથી 11 લોકોના કરૂણ મોત થયા છે અને 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણકારી મળતા જ પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સંબંધીની તેરમી બાદ લોકો પિકઅપમાં પર ઘરે પરત ફરી રહ્યા હતા. હાથરસના કોતવાલી ચાંદપા વિસ્તારના કપુરા પાસે નજીક એક રોડવેઝ બસ મેક્સ પીકઅપ સાથે ટકરાઇ હતી. આ અકસ્માતને કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં મહિલાઓ અને બાળકોના પણ મોત થયા હોવાના સમાચાર છે. પ્રશાસને રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
પિકઅપમાં 45 લોકો હતા
આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી આગ્રાના ખંડૌલી વિસ્તારની એક મહિલાએ જણાવ્યું હતું કે તે સાસની ક્ષેત્રના મુકંદ ખેરા ગામમાં પોતાની નણંદની દાદીની તેરમીમાં હાજરી આપીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. શબાનાના જણાવ્યા અનુસાર મેક્સમાં લગભગ 35 લોકો હતા. ઘટના સ્થળે પહોંચેલા ડીએમ આશિષ કુમાર અને એસપી નિપુણ અગ્રવાલે આ ઘટનાની જાણકારી લીધી હતી અને કહ્યું કે ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે અલીગઢ રિફર કરવામાં આવ્યા છે. પોલીસ-પ્રશાસન રાહત બચાવમાં લાગી ગયું છે.
સીએમ યોગીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે અને એક એક્સ પોસ્ટમાં લખ્યું છે કે હાથરસ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવાની ઘટના ખૂબ જ દુ:ખદ છે. મારી સંવેદનાઓ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને તેમના શ્રી ચરણોમાં સ્થાન આપે અને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થાય.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો સંકલ્પ પત્ર, જાણો ખાસ વાતો
પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી હતી
પીએમ મોદીએ એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા માર્ગ અકસ્માતની ઘટના ખૂબ જ પીડાદાયક છે. આમાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યેની મારી સંવેદના છે. ભગવાન આ મુશ્કેલ સમયમાં તેમને શક્તિ આપે. હું અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટ પીડિતોને તમામ શક્ય મદદમાં રોકાયેલ છે.
પ્રધાનમંત્રી તરફથી વળતરની પણ જાહેરાત કરાઇ છે. યુપીના હાથરસ અકસ્માતમાં દરેક મૃતકના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.