Hathras Stampede Case : હાથરસ નાસભાગ મામલે બાબાના વકીલની નવી થીયરી, '10-12 લોકોએ છાંટ્યું ઝેરી સ્પ્રે'

Hathras Stampede Case : હાથરસ નાસભાગ માં 121 ના મોત મામલે બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ના વકીલ એ પી સિંહે કોર્ટમાં એક અલગ થીયરી રજૂ કરતા કહ્યું કે, કેટલાક અજાણ્યા શખ્સોએ ઝેરી સ્પ્રે છાંટ્યો જેથી નાસભાગ મચી, બાબાની લોકપ્રિયતા વધી રહી હતી, જેને પગલે કાવતરાખોરોએ આ ષડયંત્ર રચ્યું, આ હત્યા નહીં પરંતુ આયોજનબદ્ધ હત્યા છે.

Hathras Stampede Case : હાથરસ નાસભાગ માં 121 ના મોત મામલે બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ના વકીલ એ પી સિંહે કોર્ટમાં એક અલગ થીયરી રજૂ કરતા કહ્યું કે, કેટલાક અજાણ્યા શખ્સોએ ઝેરી સ્પ્રે છાંટ્યો જેથી નાસભાગ મચી, બાબાની લોકપ્રિયતા વધી રહી હતી, જેને પગલે કાવતરાખોરોએ આ ષડયંત્ર રચ્યું, આ હત્યા નહીં પરંતુ આયોજનબદ્ધ હત્યા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Hathras Stampede Case

હાથરસ અકસ્માત કેસ

Hathras Stampede Case : ઉત્તર પ્રદેશના હાથરસ માં સત્સંગ બાદ મચેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. ત્યારથી પોલીસે આ સત્સંગના આયોજક સહિત બાબા સાથે જોડાયેલા ઘણા લોકોની ધરપકડ કરી છે. જોકે બાબા સૂરજપાલ હજુ ફરાર છે. બીજી તરફ બાબાના વકીલ એપી સિંહે અલગ જ થિયરી રજૂ કરી છે. એપી સિંહે કહ્યું કે, ઝેરી સ્પ્રેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેના કારણે નાસભાગ મચી જવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Advertisment

હાથરસની ઘટના બાદથી એપી સિંહ બાબા સૂરજપાલના બચાવમાં નિવેદનો આપી રહ્યા છે અને તેમણે એવો પણ દાવો કર્યો છે કે, એક ષડયંત્રના ભાગરૂપે બાબા અને તેમના સત્સંગને બદનામ કરવામાં આવી રહ્યો છે. મીડિયા સાથે વાત કરતા વકીલ એપી સિંહે આરોપ લગાવ્યો કે, બાબાની લોકપ્રિયતા વધી રહી હતી, જેના કારણે આ ઘટનાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

હાથરસ નાસભાગ : બાબા વિરુદ્ધ ષડયંત્ર

એડવોકેટ એપી સિંહે કહ્યું કે, 2 જુલાઈના રોજ હાથરસમાં એક સત્સંગમાં કેટલાક લોકોએ ભીડમાં ઝેરી પદાર્થ ધરાવતું સ્પ્રે ખોલ્યું હતું, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. એડવોકેટ એપી સિંહે આરોપ લગાવ્યો હતો કે, 10-12 લોકો ઝેરી સ્પ્રે લાવ્યા હતા અને તેઓ સ્પ્રે છાંટીને ભાગી ગયા હતા, જે પૂર્વ આયોજિત કાવતરાનો એક ભાગ હતો. એપી સિંહનો આરોપ છે કે, આ તમામ લોકો તરત જ કારમાં બેસી ભાગી ગયા હતા.

બાબાની લોકપ્રિયતા વધતા કાવતરાખોરોએ ષડયંત્ર રચ્યું, આ અકસ્માત નહી, આયોજનબદ્ધ હત્યા : વકીલ

Advertisment

બાબા સૂરજપાલના વકીલે આ મામલાની તપાસ કરી રહેલી SIT ટીમ પાસે માંગ કરી છે કે, આ મામલાની તપાસ કરવામાં આવે અને આ ઝેરી સ્પ્રે છાંટનારા લોકો કોણ છે તે શોધવામાં આવે. એપી સિંહે એમ પણ કહ્યું કે, પોલીસે ઘટના પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજ જપ્ત કરવા જોઈએ કારણ કે, તે પછી જ કાવતરાખોરોની સાચી ઓળખ જાહેર થશે. એપી સિંહે તેને અકસ્માત નહીં પરંતુ આયોજનબદ્ધ હત્યાનો મામલો ગણાવ્યો છે.

અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે

નોંધનીય છે કે, 2 જુલાઈએ હાથરસમાં નાસભાગની આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. યુપી સરકારે મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. સત્સંગના આયોજક દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મધુકર આ ઘટનાનો મુખ્ય આરોપી છે. આ સિવાય 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Hathras Stampede Case: હાથરસ દુર્ઘટના બાદ પહેલી વાર સામે આવ્યા બાબા સૂરજપાલ, જાણો શું કહ્યું?

દેવ પ્રકાશ મધુકર હાથરસના મુખ્ય આયોજક હોવાનું કહેવાય છે, જેમને બાબા સૂરજપાલના નજીકના માનવામાં આવે છે. અકસ્માત બાદ બાબાએ તેમની સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. અકસ્માત બાદ મધુકર ઘરે પરત ફર્યો ન હતો અને તેના પરિવારના સભ્યો પણ ગુમ છે.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ અકસ્માત દેશ