Hathras Stampede: નારાયણ સાકાર હરિ બાબા મહારાજ કોણ છે, જેના હાથરસ સત્સંગમાં નાસભાગથી થયા 110 થી વધુ લોકોના મોત

Who Is Narayan Sakar Hari Baba Maharaj: ઉત્તરપ્રદેશના હાથરસમાં નારાયણ સાકાર હરિ બાબા મહારાજના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગ મચતા 110 થી વધુ લોકોના મોત થયા છે. ભગવાનનો સાક્ષાત્કાર થયો હોવાનો દાવો કરતા નારાયણ સાકાર હરિ બાબા મહારાજ વિશે જાણો

Who Is Narayan Sakar Hari Baba Maharaj: ઉત્તરપ્રદેશના હાથરસમાં નારાયણ સાકાર હરિ બાબા મહારાજના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગ મચતા 110 થી વધુ લોકોના મોત થયા છે. ભગવાનનો સાક્ષાત્કાર થયો હોવાનો દાવો કરતા નારાયણ સાકાર હરિ બાબા મહારાજ વિશે જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
narayan sakar hari baba maharaj | sant bhole baba | narayan sakar hari baba maharaj real name | narayan sakar hari baba maharaj satsang live | who is narayan sakar hari baba maharaj | Hathras Stampede

Who Is Sant Bhole Baba: હાથરસમાં નારાયણ સાકાર હરિ બાબા મહારાજના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગ મચતા 50 થી વધુ લોકોના મોત થયા છે.

Who Is Narayan Sakar Hari Baba Maharaj: ઉત્તર પ્રદેશના હાથરસના રતિભાનપુરમાં એક સત્સંગ કાર્યક્રમમાં નાસભાગ મચતા 50 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર નારાયણ સાકાર હરિ ભોલે બાબા જે સંત ભોલે બાબાના નામ પ્રખ્યાત છે, તેમના સત્સંગના સમાપન કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી હતી. આ નાસભાગમાં મહિલા અને બાળકો નીચે પડી અને ચગદાય જવાથી મોતને ભેટ્યા છે. ઉત્તરપ્રદેશ સરકારે હાથરસ નાસભાગ દૂર્ઘટનાની તપાસ માટે સમિતિ રચી છે. જાણો નારાયણ સાકાર હરિ ભોલે બાબા કોણ છે

Advertisment

સંત ભોલે બાબાનું સાચું નામ શું છે?

સંત ભોલે બાબાના નામથી જાણીતા બાબા પશ્ચિમ યુપીમાં ઘણા લોકપ્રિય છે. તેમનો સત્સંગ સાંભળવા માટે યુપી અને આસપાસા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને તેમના લાખો અનુયાયીઓ છે. સંત ભોલે બાબાના નામથી જાણીતા સંતનું સાચું નામ સૂરજપાલ છે અને લોકો તેમને હરિ ભોલે બાબાના નામથી ઓળખે છે. ભોલે બાબા કાસગંજના પટિયાલી ગામનો રહેવાસી છે અને તેણે ત્યાં જ પોતાનો આશ્રમ બનાવ્યો છે.

ગુપ્તચર વિભાગમાં નોકરી, આધ્યાત્મ તરફ ફંટાયા

ઉત્તર પ્રદેશના હાથરસમાં નારાયણ સાકાર હરિ ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગ મચતા 110થી વધુ લોકોના મોત થયા છે. મીડિયા અનુસાર નારાયણ સાકાર હરિ ભોલે બાબા મૂળ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ઈન્ટેલિજન્સ વિભાગમાં જોડાયા હતા. જો કે થોડાક વર્ષ નોકરી માંથી વીઆરએસ લીધા બાદ આધ્યાત્મ તરફ ફંટાઇ ગયા. આ પછી, તે ગામડે ગામડે જઈને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપવાનું શરૂ કરે છે અને તેને દાન પણ મળવાનું શરૂ થયું. ધીમે ધીમે તેમના સત્સંગનું આયોજન થવા લાગ્યું અને તેઓ પશ્ચિમ યુપીમાં લોકપ્રિય થયા.

Advertisment

સંત ભોલે બાબા એવો દાવો કરે છે કે, નોકરીમાંથી વીઆરએસ લીધા બાદ ભગવાનનો સાક્ષાત્કાર થયો અને ત્યાર પછી પોતાનું જીવન માનવ કલ્યાણને સમર્પિત કરવાનો નિર્ણય લીધો. તેઓ ભક્તોની વિનંતી અનુસાર અલગ અળગ સ્થળોએ સત્સંગ કાર્યક્રમ કરે છે.

નારાયણ સાકાર હરિ ભોલે બાબા પત્ની સાથે કરે છે સત્સંગ કાર્યક્રમ

મીડિયા રિપોર્ટ અનુસાર નારાયણ સાકાર હરિ ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયી આવી છે. બાબાના સત્સંગ કાર્યક્રમ પત્ની પણ સાથે હોય છે.

સફેદ કોટ અને ટાઇ પહેરી કરે છે સત્સંગ

સંત ભોલે બાબા નામથી ઓળખાતા નારાયણ સાકાર હરિ ભોલે બાબા સફેદ કોટ અને ટાઇ પહેરીને સત્સંગ કાર્યક્રમમાં આવે છે. બાબાનો સત્સંગ કાર્યક્રમ માનવ મંગલ મિલન સદભાવના સમાગમ કહેવામાં આવે છે. નારાયણ સાકાર હરિ ભોલે બાબાના મોટાભાગના અનુયાયી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં છે. બાબાના સત્સંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ આવે છે.

હાથરસ નાસભાગમાં 50 થી વધુ મોત, ઉત્તરપ્રદેશ સરકારે તપાસ સમિતિ રચી

ઉત્તરપ્રદેશમાં નારાયણ સાકાર હરિ ભોલે બાબા બહુ પ્રખ્યાત છે અને રાજકીય કનેક્શન પણ ધરાવે છે. ઘણા મોટા નેતાઓ બાબાના કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યા છે, જેમા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું પણ નામ સામેલ છે. અહીં વાંચો હાથરસ નાસભાગ ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ

Hathras Stampede Accident UP
ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગ મચતા અનેકના મોત (ફોટો - સોશિયલ મીડિયા)

હાથરસ નાસભાગની ઉત્તરપ્રદેશ સરકારે ગંભીર નોંધ લીધી છે. હાથરસ નાસભાગ ઘટનાની તપાસ માટે એડીજી આગ્રા અને કમિશનર અલીગઢની એક તપાસ સમિતિ રચવામાં આવી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત આ નાસભાગની તપાસના નિર્દેશ આપ્યા છે.

ગુજરાતી ન્યૂઝ ઉત્તર પ્રદેશ ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત દેશ