હેવાનિયતની હદ! કાચા પોચા લોકો ના વાંચતા, ક્રૂર માતાએ પુત્રીની હત્યા કરી, ટુકડા કર્યા અને ખાઈ ગઈ, હૃદય પણ ન છોડ્યું

cruel mother kills daughter Kenya Kitengela : ક્રૂર માતાની હેવાનિયતની કહાની સામે આવી છે. કેન્યાના કિટેંગેલા નામના શહેરમાં માતાએ બે વર્ષની પુત્રીની હત્યા કરી તેના શરીરના ટૂકડા કરી ખાઈ ગઈ.

cruel mother kills daughter Kenya Kitengela : ક્રૂર માતાની હેવાનિયતની કહાની સામે આવી છે. કેન્યાના કિટેંગેલા નામના શહેરમાં માતાએ બે વર્ષની પુત્રીની હત્યા કરી તેના શરીરના ટૂકડા કરી ખાઈ ગઈ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
cruel mother kills daughter Kenya Kitengela

ક્રૂર માતાએ પુત્રીની હત્યા કરી, કેન્યા કિટેંગેલામાં

Cruel Mother, Limit of Cruelty : આપણે માતાના પ્રેમ વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે, જે ભલ ભલા માણસને હચમચાવી મુકે તેવી છે. આ ઘટનામાં માતાની ક્રૂરતાની તમામ દહ વટાવી દીધી છે. વાસ્તવમાં, એક માતાએ તેની 2 વર્ષની પુત્રીને ચાકુના ઘા મારીને હત્યા કરી દીધી હતી અને તે પછી પણ જ્યારે તેણીને સંતોષ ન થયો અને તેણીએ તેના શરીરના કટકા કરી નાખ્યા અને તે ખાઈ ગઈ. આટલું જ નહી, આ કલયુગી માતાએ તેની પુત્રીનું હૃદય પણ છોડ્યું નહીં.

Advertisment

આ ઘટના ક્યાંની છે?

આત્માને હચમચાવી દે તેવી ઘટના આફ્રિકન દેશ કેન્યાથી લગભગ 20 માઈલ દક્ષિણમાં આવેલા કિટેંગેલા નામના નાના શહેરમાં બની હતી. આ ઘટના ગયા વર્ષે બની હતી, પરંતુ @Morbidful નામના યુઝરે તેને ઓગસ્ટ 2024 માં સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કલયુગી માતાની હરકતો સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને ધરપકડ કરી હતી

cruel mother kills daughter Kenya Kitengela
ક્રૂર માતાએ પુત્રીની હત્યા કરી, કેન્યા કિટેંગેલામાં

મળતી માહિતી મુજબ, આ ઘટના ગયા વર્ષે એપ્રિલમાં બની હતી. 24 વર્ષીય ઓલિવિયા કેસેરાને તેની બે વર્ષની પુત્રીને છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી અને પછી બાળકીના શરીરમાંથી હૃદય કાઢીને તેને ખાઈ લીધું હતું. આ ઘટનાની જાણ પડોશીઓને થતાં જ તેઓએ તાત્કાલિક પોલીસને બોલાવી અને પોલીસે ઘટનાસ્થળેથી મહિલાની ધરપકડ કરી. ધરપકડ બાદ મહિલાને જેલમાં મોકલી દેવામાં આવી હતી. જો કે આ ઘટના પાછળ મહિલાની માનસિક સ્થિતિ પણ ખરાબ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો - ઓપરેશન ‘દૂલ્હે રાજા’: IB ઓફિસર બની 49 મહિલાઓને ફસાવી, સંબંધ બનાવી દુબઈ ભાગી જતો, પોલીસે દુલ્હન દબોચ્યો

Advertisment

કેમ બાળકીની હત્યા કરી ખાઈ ગઈ?

મળતી માહિતી મુજબ ઓલિવિયા કસરનને સ્થળ પર નજરે જોનારા લોકોએ કહ્યું કે, તે પોતાના ઘરમાં નગ્ન અવસ્થામાં મળી હતી અને તેના દાંત અને કપડા પર લોહી હતું. તેણે તેની પુત્રીના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને આવું કરવા માટે તેણે છોકરીને ઘણી વાર છરીથી વાર કર્યો હતો. તેની ધરપકડ બાદ ઓલિવિયાએ આ જઘન્ય અપરાધ પાછળનું કારણ સમજાવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તે પોતાની જાતને નફરત કરતી હતી અને તેથી તેણે દીકરી પર હુમલો કર્યો હતો.

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ વિશ્વ