Washington DC Plane Crash: અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક એક અમેરિકન એરલાઈન્સનું વિમાન મધ્ય હવામાં હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. આ ટક્કર બાદ પ્લેન અને હેલિકોપ્ટર બંને તૂટીને નદીમાં પડી ગયા હતા. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પ્લેન એરપોર્ટ પર લેન્ડ થવા જઈ રહ્યું હતું. ત્યારબાદ સામેથી આવી રહેલા અમેરિકન આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટર સાથે તેની ટક્કર થઈ હતી. આ પછી બંને ક્રેશ થયા અને પોટોમેક નદીમાં પડ્યા. જે હેલિકોપ્ટર સાથે પ્લેન ટકરાયું હતું તે સિરોસ્કી એચ-60 હેલિકોપ્ટર હતું.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીની બહાર રીગન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે નજીક 64 લોકોને લઈ જતું પેસેન્જર પ્લેન યુએસ લશ્કરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ સમયે કોઈ ઈજાની પુષ્ટિ થઈ નથી. ડીસીની પોટોમેક નદી પર બચાવ કામગીરી ચાલુ છે.
અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 60 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યોને લઇને હતી અને તેણે વિચિટા, કેન્સાસથી ઉડાન ભરી હતી. વ્હાઇટ હાઉસે આ ઘટનામાં લશ્કરી હેલિકોપ્ટર સામેલ હોવાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના બાદ રેગન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. “ફાયરબોટ્સ ઘટનાસ્થળે છે,” કોલંબિયાના ડિસ્ટ્રિક્ટ ઓફ ફાયર એન્ડ ઇમરજન્સી મેડિકલ સર્વિસ ડિપાર્ટમેન્ટે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
- વિદેશ અભ્યાસ માટે આ 5 દેશ સ્વર્ગ સમાન, સરળ સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા અને ઉત્તમ શિક્ષણ, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બધા લોકો માટે પ્રાર્થના કરો – યુએસ વાઇસ પ્રેસિડેન્ટ
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે સાંજે રીગન એરપોર્ટ પાસે થયેલી મિડ-એર અથડામણમાં સામેલ તમામ લોકો માટે કૃપા કરીને પ્રાર્થના કરો. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ અત્યારે આપણે સારા પરિણામની આશા રાખવી જોઈએ.





