Israel Hezbollah War: પેજરમાં બ્લાસ્ટ અને હિઝબુલ્લાહના હોંશ ઉડી ગયા, ઈઝરાયલે દુનિયાથી છુપાવ્યું હતું આ ષડયંત્ર

Israel Hezbollah War: લેબનાનમાં પેજર બ્લાસ્ટ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલે જણાવ્યું હતું કે આ હુમલાનો હેતુ માત્ર હિઝબુલ્લાહના સભ્યોને નિશાન બનાવવાનો હતો, પરંતુ પીડિતોમાં નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

Written by Ajay Saroya
December 29, 2024 09:32 IST
Israel Hezbollah War: પેજરમાં બ્લાસ્ટ અને હિઝબુલ્લાહના હોંશ ઉડી ગયા, ઈઝરાયલે દુનિયાથી છુપાવ્યું હતું આ ષડયંત્ર
Lebanon Pager Explosion : લેબનોનમાં સીરીયલ બ્લાસ્ટ થયા છે. અહીં પેજર બ્લાસ્ટમાં 2750 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 8 લોકોના મોત થયા છે (તસવીર - સ્ક્રીનગ્રેબ સોશિયલ મીડિયા)

Israel Hezbollah War: 2024 મધ્ય પૂર્વ માટે નિર્ણાયક રહ્યું હતું. આ સમય દરમિયાન અહીં ભયંકર સંઘર્ષ અને યુદ્ધ થયા છે. લેબેનોનમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ લગભગ દસ વર્ષથી વોકી-ટોકીનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે તેઓ જેનો ઉપયોગ કરી રહ્યા છે તે એક દિવસ તેમના માટે ખૂબ જ જોખમી સાબિત થશે. હિઝબુલ્લાહ લડવૈયાઓને ખબર નહોતી કે તેઓ જે વોકી-ટોકીનો એકબીજાનો સંપર્ક કરી રહ્યા હતા તેની સાથે ચેડા કરવામાં આવ્યા હતા. તેમા ગમે ત્યારે વિસ્ફોટ થઇ શકે છે.

બીબીસીના રિપોર્ટ મુજબ આ વર્ષે સપ્ટેમ્બરમાં લેબેનોનમાં પેજર્સ અને વોકીટોકીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા. ઇઝરાયલના બે પૂર્વ એજન્ટોએ જણાવ્યું હતું કે મોસાદે વોકી-ટોકીમાં વપરાતી બેટરીની અંદર એક ડિવાઇસ છુપાવ્યું હતું. વૉકી-ટૉકી મોટાભાગે શર્ટ ઉપરના ખિસ્સા પાસે મૂકવામાં આવે છે.

નકલી કંપની બનાવવામાં આવી

હિઝબોલ્લાહે લગભગ 10 વર્ષ પહેલા ખૂબ જ ઊંચી કિંમતે 16000 વોકી ટોકી ખરીદ્યા હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ વોકી ટોકી નકલી કંપની પાસેથી ખરીદવામાં આવ્યા હતા. એજન્ટોએ જણાવ્યું હતું કે, “અમે સપ્લાય ચેઇનનો કબજો લેવા માટે શેલ કંપનીઓ બનાવીએ છીએ. અમે એક નકલી કંપની બનાવીયે છીએ. મોસાદને માહિતી મળી હતી કે તે સમયે હિઝબુલ્લાહ ગોલ્ડ અપોલો નામની તાઇવાનની કંપની પાસેથી પેજર ખરીદી રહ્યો છે. ત્યારે આ પછી તેણે આ કંપનીના નામે નકલી કંપની બનાવી હતી. પેજર બનાવવામાં તેણે વિસ્ફોટકો લગાવવાનું કામ શરૂ કર્યું હતું.

Lebanon pager explosions
લેબનોન પેજર બ્લાસ્ટ – photo – Social media

આ પણ વાંચો : મોસાદ શું છે? તેને વિશ્વની સૌથી ખતરનાક ગુપ્તચર એજન્સી કેમ કહેવાય છે?

પેજર બ્લાસ્ટ બાદ ઈઝરાયલનું મોસાદ શંકાના દાયરામાં

સૌથી મહત્વની વાત એ છે કે આ પેજર્સમાં એટલું જ વિસ્ફોટક નાખવામાં આવ્યું હતું જેટલું વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. મોસાદે પેજર્સ માટે રિંગ ટોનની પસંદગી પણ કરી હતી. આ પેજર્સનો લેબેનોનમાં બહોળા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. જેથી હિઝબોલ્લાહ તેની જાળમાં ફસાઈ શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિઝબોલ્લાહે 2024 સુધીમાં લગભગ 5000 પેજર્સ ખરીદ્યા હતા. આ હુમલાઓ ઇઝરાઇલ થી થયા હતા જ્યારે મોસાદને ડર હતો કે હિઝબુલ્લાહ તેમના પર શંકા કરવાનું શરૂ કરી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ