Highest Victory Margin, Election Results 2024 in Gujarati, લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચૂંટણી પરિણામમાં ન ધારેલા ઉલટફેર અને અપસેટ સર્જાયા છે. બીજી તરફ આ વખતના ચૂંટણી પરિણામોએ અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. ચૂંટણી પરિણામમાં સૌથી વધારે માર્જીનનો નવો રેકોર્ડ પણ નોંધાયો હતો. આ રેકોર્ડ મધ્ય પ્રદેશના ઈન્દોર બેઠકના ઉમેદવાર શંકર લાલવાણીના નામે 11,75,092 લાખના માર્જીન સાથે નોંધાયો છે. તો બીજી તરફ સૌથી ઓછા માર્જીન સાથે શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના રવિન્દ્ર વાયકર મહારાષ્ટ્રની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા છે.
મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠક પર બન્યો સૌથી વધુ માર્જીનનો રેકોર્ડ
લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ મધ્ય પ્રદેશની ઇન્દોર બેઠકે સૌથી વધુ માર્જીનનો રેકોર્ડ નોંધાવ્યો છે. ઇન્દોર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શકર લાલવાનીએ 1175092 મતના વિક્રમી માર્જીન સાથે જીત નોંધાવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપના કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે. રસપ્રદ વાત એ છે કે, NOTA બે લાખથી વધુ મતો સાથે બીજા ક્રમે છે.
અહીં ઈન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. કોંગ્રેસના ઉમેદવારની ગેરહાજરીમાં, ઈન્દોરમાં શંકર લાલવાણી અને ભાજપનો આસાન વિજય હતો. કોંગ્રેસના સમર્થકોએ ચૂંટણી દરમિયાન NOTA માટે પ્રચાર કર્યો હતો.
1962થી લઈને 2024 સુધી સૌથી વધારે માર્જીન પર એક નજર
વર્ષ ઉમેદવાર માર્જીન 1962 ગાયત્રી દેવી 1.6 લાખ 1967 કરણી સિંહ 1.9 લાખ 1971 એમએસ સંજીવી રાઓ 2.9 લાખ 1977 રામવિલાસ પાસવાન 4.3 લાખ 1980 માર્તન્ડ સિંહ 2.4 લાખ 1984 રાજીવ ગાંધી 3.2 લાખ 1989 રામવિલાસ પાસવાન 5.0 લાખ 1991 એસ. મોહન દેવ 4.3 લાખ 1996 સોમુ એનવીએન 3.9 લાખ 1998 કેવીરામજીભાઈ 3.5 લાખ 1999 કે અસુંઘા સંગતમ 3.5 લાખ 2004 અનિલ બાસુ 5.9 લાખ 2009 સીએમ ચાંગ 4.8 લાખ 2014 નરેન્દ્ર મોદી 5.7 લાખ 2019 સીઆર પાટીલ 6.9 લાખ 2024 શંકર લાલવાની 11.75 લાખ
ગુજરાતમાં સૌથી વધારે માર્જીન સાથે જીતેલા ઉમેદવારો
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરોએ જીત નોંધાવી હતી. ગુજરાતમાં સૌથી વધારે માર્જીનથી ઉમેદાવરો જીત્યા હતા.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી પરિણામ વિશ્લેષણ : NDA માટે મહત્વના છે આ પક્ષ, ભાજપ સાથે રહેશે કે છોડી દેશે હાથ? સમજો ગણિત
જોકે, ત્રણ લાખથી વધારે માર્જીન જીતેલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો 13 ઉમેદવારો ત્રણ લાખથી વધારે માર્જીન સાથે જીત્યા છે. જેમાં સૌથી વધારે નવસારી બેઠકના ઉમેદવાર અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ 7,73,551 ના વિક્રમી માર્જીન સાથે જીત્યા હતા. બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પર 7,44,716 મતોના જંગી માર્જીનથી જીત નોંધાવી છે.
ગુજરાતમાં ત્રણ લાખથી વધારે માર્જીનથી જીત નોંધાવનાર ઉમેદવારો
બેઠક વિજેતા ઉમેદવાર માર્જિન મહેસાણા હરિભાઈ પટેલ 328046 ગાંધીનગર અમિત શાહ 744716 અમદાવાદ પૂર્વ હસમુખભાઈ પટેલ (HSPATEL) 461755 રાજકોટ પરષોત્તમભાઈ રૂપાલા 484260 પોરબંદર ડૉ. મનસુખ માંડવિયા 383360 અમરેલી ભરતભાઈ મનુભાઈ સુતરીયા 321068 ભાવનગર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા (નીમુબેન બાંભણીયા) 455289 ખેડા દેવુસિંહ ચૌહાણ 357758 પંચમહાલ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 509342 દાહોદ જસવંતસિંહ સુમનભાઈ ભાભોર 333677 વડોદરા ડૉ. હેમાંગ જોષી 582126 છોટા ઉદેપુર જશુભાઈ ભીલુભાઈ રાઠવા 398777 નવસારી સી.આર.પાટીલ 773551
ઉલ્લેખનીય છે કે ગુજરાત લોકસભા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો એક બે ઉમેદવારોને બાદ કરતા તમામ ઉમેદવારોનું માર્જીન લાખોમાં છે.