Hilsa Fish: બાંગ્લાદેશની હિલ્સા માછલી બંગાળીઓની અતિ પ્રિય, જાણો ધાર્મિક અને રાજકીય મહત્વ

Hilsa Fish Significance: હિલ્સા માછલી ધાર્મિક અને રાજકીય મહત્વ ધરાવે છે. બાંગ્લાદેશ સરકારે પશ્ચિમ બંગાળ અને ભારતભરમાં વસતા બંગાળીઓને દુર્ગાપૂજાની મોટી ભેટ આપતા હિલ્સા માછલીની નિકાસ કરવાની મંજૂરી આપી છે.

Written by Ajay Saroya
September 27, 2024 21:43 IST
Hilsa Fish: બાંગ્લાદેશની હિલ્સા માછલી બંગાળીઓની અતિ પ્રિય,  જાણો ધાર્મિક અને રાજકીય મહત્વ
Hilsa Fish Significance: હિલ્સા માછલી બંગાળીઓની પ્રિય વાનગી છે તેમજ બાંગ્લાદેશ અને ભારત માટે રાજકીય મહત્વ પણ ધરાવે છે. (Photo: Freepik)

Hilsa Fish Significance: હિલ્સા માછલી ધાર્મિક અને રાજકીય દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. બંગાળમાં પ્રખ્યાત હિલ્સા માછલી માત્ર પરંપરાનો વિશેષ ભાગ જ નથી પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓમાં પણ તેનું ખૂબ જ મહત્વ રહ્યું છે. હિલ્સા માછલી ચોમાસાના રીતિ રિવાજો સાથે ઉંડે સંકળાયેલી છે. ચોમાસું એ ઇલીશની ઋતુ છે. હિલ્સા માછલી બંગાળીઓ માટે એટલી જ પવિત્ર છે જેટલી પંજાબીઓ માટે રાજમા છે. આ માછલી એ જ શેખ હસીનાના આશ્રયને લઇ બાંગ્લાદેશ સાથે ભારતના રાજકીય સંબંધોમાં તિરાડ પડી હતી.

જેમ જેમ દુર્ગાપૂજા નજીક આવી રહી હતી, તેમ તેમ ઘણાને આશ્ચર્ય થયું કે હિલ્સા માછલી વિના આ તહેવાર કેવી રીતે ઉજવવામાં આવશે. બાંગ્લાદેશ દર વર્ષે 3000 થી 5000 ટન માછલીની નિકાસ ભારતમાં કરે છે. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના ભારતમાં હાજર છે. કૂટનીતિને ટાંકીને બાંગ્લાદેશે હિલ્સા માછલીની નિકાસ પર પોતાની પકડ મજબૂત કરી હતી. હિલ્સા કૂટનીતિ એ લાંબા સમયથી સરહદ પારના બંગાળના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

બાંગ્લાદેશે હિલ્સા માછલીનું બમણું ઉત્પાદન કર્યું

બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની સરહદ વિશ્વની સૌથી લાંબી સરહદ છે. તે 4096 કિલોમીટરથી વધુ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર પણ નોંધપાત્ર રહ્યો છે. બાંગ્લાદેશે તાજેતરના વર્ષોમાં હિલ્સા માછળીનું ઉત્પાદન બમણું કર્યું છે. દુર્ગા પૂજા નજીક આવતાની સાથે જ હિલ્સા માછલીની માંગ વધતી જાય છે અને તે મુજબ તેની કિંમત પણ નક્કી થાય છે.

હિલ્સા માછલી અંગે કૂટનીતિ

ગયા રવિવારે બાંગ્લાદેશ સરકારે પશ્ચિમ બંગાળ અને ભારતભરમાં બંગાળીઓને દુર્ગાપૂજાની શ્રેષ્ઠ ભેટ આપી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, ભારતમાં 3000 ટન ઇલસાની નિકાસ કરવામાં આવશે. આ દુર્ગાપૂજામાં હિલ્સા માછલી બંગાળીઓની થાળીમાં હશે. હિલ્સા માછલી ઉપર કૂટનીતિ એ એક સમયે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પ્રિય વ્યૂહરચના હતી.

તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હિલ્સા માછલી મોકલી હતી અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 30 કિલો હિલ્સા માછલી ભેટ આપીને ભારત સાથેનો જળ વિવાદ ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ બાંગ્લાદેશ સરકારે આ વર્ષે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. બાંગ્લાદેશના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયના સલાહકાર ફરીદા અખ્તરે એવી જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ તરફથી પ્રતિબંધ હોવા છતાં ઘણી માછલીઓ ભારતમાં જઈ રહી છે. આ વખતે અમે હિલ્સા માછલીને બોર્ડર પાર નહીં થવા દઈએ.

હિલ્સા માછલીનું ધાર્મિ મહત્વ

બંગાળમાં હિલ્સા માછલી વિના કોઈ પણ શુભ કાર્યની કલ્પના કરી શકાતી નથી. તે બંગાળીઓ માટે વિશેષ છે અને વર્ષોથી અહીંની સંસ્કૃતિનો એક ભાગ છે. હિલ્સા માછલી પાછળ ઘણી વાર્તાઓ છે. જેમ કે તેને માછેર રાજા એટલે કે માછલીનો રાજા કહેવામાં આવે છે. આ માછલી બાંગ્લાદેશની નદીઓ અને ખાડીઓના તાજા પાણીમાં રહે છે અને તેથી આ માછલી સમુદ્ર અને નદીના પાણીનો વિશેષ સ્વાદ ધરાવે છે. એટલે કે તેમાં નદીની મીઠાશ અને ખાડીનું મીઠું હોય છે. તેને પવિત્ર પણ માનવામાં આવે છે અને તે સમાગમનું પ્રતીક છે જાણે કે કોઈ નદી સમુદ્ર ને મળી રહી હોય.

બાંગ્લાદેશની હિલ્સા માછલી કેમ ખાસ છે?

બાંગ્લાદેશ વિશ્વની લગભગ 70 ટકા હિલ્સા માછલીનું ઉત્પાદન કરે છે, જે તેને ગૌરવની વાત બનાવે છે. હિલ્સા બાંગ્લાદેશની રાષ્ટ્રીય માછલી પણ છે. સૌથી પ્રખ્યાત પ્રજાતિ જેને આપણે પદ્મ ઇલીશ કહીએ છીએ તેનું નામ તેનુલોસા ઇલિશા છે. આ હિલ્સા માછલી બંગાળની ખાડીથી નદીઓ સુધી બાંગ્લાદેશમાં વ્યાપકપણે જોવા મળે છે. આ હિલ્સા માછલીમાં ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્થ ફેટથી ભરપૂર હોય છે. પરંતુ, સમયની સાથે હિલ્સા માછલીની સંખ્યા ઘટી રહી છે, તેથી હવે 1 કિલો હિલ્સા માછલી 2000 રૂપિયા સુધી વેચાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ