cloudbursts in Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઇ છે. ગુરૂવારે કુલ્લુ અને મંડીમાં વાદળ ફાટવાની ઘટના બની છે, ભારે વરસાદના કારણે ઘણા સ્થળો પર પાણી ભરાવાની સ્થિતિ છે, નદીએ રોદ્ર રુપ ધારણ કર્યું છે. પરિસ્થિતિ એવી બની છે કે અનેક મકાનો નાશ પામ્યા છે, ઘણી શાળાઓ પાણીના જબરજસ્ત વહેણમાં તણાઈ ગઈ છે. લોકોના મોતના પણ સમાચાર આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે કુલ્લુના રામપુર વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે વધુ વિનાશ થયો છે. જ્યાં વાદળ ફાટ્યું હતું ત્યાં પાવર પ્લાન્ટ પ્રોજેક્ટના ઘણા લોકો કામ કરી રહ્યા હતા. પરંતુ વાવાઝોડાની જેમ પાણી ત્યાં પહોંચતા જ અનેક કર્મચારીઓ તણાઈ ગયા હતા, અત્યાર સુધી તેઓ લાપતા હોવાનું કહેવાય છે.
રામપુરની આસપાસ આવા કુલ 15 વિસ્તારો સામે આવ્યા છે જ્યાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. કુર્પણ, સમેઝ અને ગાનવી ખડ્ડુ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એ જ રીતે શિમલાના ગાનવી અને બાગીપુર બજારોમાં પણ નાળા ઉફાન પર ચાલી રહ્યા છે.
બિયાસ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે
આ સમયે બિયાસ નદી પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે અનેક નિર્માણાધીન ઈમારતો જમીનદોસ્ત થઇ ગઇ છે. NH 3ને પણ બાધિત થયો છે, લાંબો ટ્રાફિક જામ છે, ઘણા વાહનો ફસાયેલા છે. જો કુલ્લુમાં સ્થિતિ વિસ્ફોટક છે તો વાયુસેનાને મંડીમાં હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ પણ વાંચો – ઉત્તરાખંડ કેદારનાથમાં વાદળ ફાટ્યું, 200થી વધુ યાત્રીઓ ફસાયા, દિલ્હી માટે વરસાદને લઇ રેડ એલર્ટ
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહીના કારણે આગામી દિવસોમાં સંકટ વધારે થવાની પૂરેપૂરી શક્યતા છે. આમ જોવા જઈએ તો વરસાદના આંકડા પણ બતાવી રહ્યા છે કે હિમાચલ માટે આવનારા દિવસો વધુ મુશ્કેલીભર્યા રહેશે.
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું
છેલ્લા 24 કલાકમાં પાલમપુરમાં 212.0 મીમી, જોગિન્દરનગરમાં 161 મીમી, ધર્મશાળામાં 183 મીમી, બૈજનાથમાં 135 મીમી, સુજાનપુર ટિહરા 142 મીમી, નાદૌન 103 મીમી, પાંવટા સાહિબમાં 121 મીમી વરસાદ નોંધાયો છે. અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કુલ્લુ, મંડી અને કાંગડાના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે જ્યાં વાદળ ફાટ્યા છે, ત્યાં વધુ વિનાશની સંભાવના છે.





