વિક્રમાદિત્ય સિંહ કોણ છે? જેમણે હિમાચલમાં સુખવિંદર સુખુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

Vikramaditya Singh: વિક્રમાદિત્ય સિંહે રડતા રડતાં પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે આ ધારાસભ્યોની ઉપેક્ષા અને અસંતોષનું પરિણામ છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમની વફાદારી કોંગ્રેસ પાર્ટી સાથે છે

Vikramaditya Singh: વિક્રમાદિત્ય સિંહે રડતા રડતાં પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે આ ધારાસભ્યોની ઉપેક્ષા અને અસંતોષનું પરિણામ છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમની વફાદારી કોંગ્રેસ પાર્ટી સાથે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vikramaditya Singh, Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં વિક્રમાદિત્ય સિંહે કેબિનેટના પદ પરથી રાજીનામું આપી દીધું છે (@VikramadityaINC)

Who is Vikramaditya Singh : રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હિમાચલ પ્રદેશમાં રાજકીય ઘમાસાન જોવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કેબિનેટના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને પગલે તરત જ સદનમાં હોબાળો મચી ગયો અને અધ્યક્ષે જય રામ ઠાકુર સહિત ભાજપના 15 ધારાસભ્યોને સદનમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Advertisment

હું ભવિષ્ય વિશે નિર્ણય લઈશ - વિક્રમાદિત્ય

વિક્રમાદિત્યે કહ્યું કે હું એટલું જ કહેવા માંગુ છું કે હાલના સંજોગોમાં સરકારનો ભાગ બની રહેવું મારા માટે યોગ્ય નથી. તેથી મેં મંત્રી મંડળમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આવનાર સમયમાં હું મારા પોતાના લોકો સાથે ચર્ચા કરીશ અને પછી ભવિષ્ય વિશે નિર્ણય લઈશ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિક્રમાદિત્ય સિંહે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. 28 ફેબ્રુઆરી બુધવારે તેમણે રડતા રડતાં પોતાનું રાજીનામું રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે આ ધારાસભ્યોની ઉપેક્ષા અને અસંતોષનું પરિણામ છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તેમની વફાદારી કોંગ્રેસ પાર્ટી સાથે છે.

આ પણ વાંચો -  સીએમ સુખુએ કહ્યું, રાજીનામાની વાત અફવા, હું યોદ્ધા, સંઘર્ષ કરીશ, પૂરા પાંચ વર્ષ સરકાર ચાલશે’

Advertisment

વિક્રમાદિત્ય વીરભદ્ર સિંહ અને પ્રતિભા સિંહના પુત્ર છે

વિક્રમાદિત્ય સિંહ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે. હાલમાં તેઓ શિમલા ગ્રામીણ મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય છે. તેઓ સુખુ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી હતા. તેમની માતા પ્રતિભા સિંહ મંડી લોકસભા ક્ષેત્રથી સાંસદ છે. વિક્રમાદિત્ય સિંહે શિમલાની બિશપ કોટન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

2017માં પ્રથમ વખત ધારાસભ્ય ચૂંટાયા

વર્ષ 2013માં હિમાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સામેલ થયા બાદ વિક્રમાદિત્ય સિંહ યૂથ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા. તેમણે 2017 સુધી અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. આ પછી તેઓ વર્ષ 2017માં શિમલાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના રવિ કુમાર મહેતાને હરાવ્યા હતા. સુખુ સરકારમાં તેમને પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

વિક્રમાદિત્ય રાજવી પરિવારમાંથી આવે છે

વિક્રમાદિત્ય રાજવી પરિવારમાંથી આવે છે. 2021માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છ વખતના મુખ્યમંત્રી રહેલા તેમના પિતા વીરભદ્ર સિંહના નિધન પછી વિક્રમાદિત્ય રાજા બન્યા હતા. વિક્રમાદિત્ય સિંહનો જન્મ 17 ઓક્ટોબર 1989ના રોજ થયો હતો.

ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ congress