HMPV Virus : શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો થયો નથી પરંતુ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના, જાણો HMPV અંગે કેન્દ્રની કેવી છે તૈયારી

hmpv virus news in gujarati : HMPV વાયરસના શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો થયો નથી. પરંતુ આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને શ્વસન રોગોની ઓળખ કરવા માટે ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) માટે દેખરેખ વધારવાની સલાહ આપી છે.

Written by Ankit Patel
January 07, 2025 13:34 IST
HMPV Virus : શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો થયો નથી પરંતુ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના, જાણો HMPV અંગે કેન્દ્રની કેવી છે તૈયારી
ભારતમાં hmpv વાયરસ photo - freepik

HMPV Virus latest updates : દેશમાં HMPV વાયરસના વધતા જતા કેસોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય સક્રિય બન્યું છે. જોકે સારી વાત એ છે કે શ્વાસ સંબંધી રોગોમાં કોઈ વધારો થયો નથી. પરંતુ આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને શ્વસન રોગોની ઓળખ કરવા માટે ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) અને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) માટે દેખરેખ વધારવાની સલાહ આપી છે.

કેન્દ્રએ આ સૂચના આપી છે

કર્ણાટકના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) પરની બેઠક દરમિયાન SARI અને ILI કેસ પર તકેદારી વધારવા સૂચનાઓ આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “એક સલાહ આપવામાં આવી છે કે તમામ SARI કેસોનું પરીક્ષણ કરવું જોઈએ (HMPV માટે) અને પરીક્ષણ માટેની કિટ્સ રાજ્યોને મોકલવામાં આવશે,” અધિકારીએ જણાવ્યું હતું.

કર્ણાટક સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યમાં સામાન્ય શરદી, ILI અને SARI જેવા શ્વસન ચેપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું છે અને ડિસેમ્બર 2024 માં નોંધાયેલા કેસોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી”

સોમવારે તમામ રાજ્યોની IDSP સમીક્ષામાં પણ દેશમાં શ્વસન ચેપમાં કોઈ મોટો વધારો નોંધાયો નથી. જો કે તે દર્શાવે છે કે ભારતમાં ડિસેમ્બરમાં એચએમપીવીના 9 કેસ મળી આવ્યા હતા, જેમાં મૃત્યુદર શૂન્ય હતો.

HMPV કેસનો દર શું છે તે જાણો

દેશમાં ડિસેમ્બર 2024માં 714 શંકાસ્પદ કેસોની તપાસ બાદ HMPV માટે 1.3 ટકાના બનાવો નોંધાયા હતા. ડિસેમ્બરમાં નોંધાયેલા નવ કેસોમાં પુડુચેરીના ચાર, ઓડિશાના બે અને ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના એક-એક કેસનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓ સાજા થયા છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ત્રણ કેસમાંથી, બેંગલુરુમાં ત્રણ મહિનાના બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે આઠ મહિનાનું બાળક પણ સ્વસ્થ થઈ રહ્યું છે. અમદાવાદના કેસમાં, દર્દી સ્વસ્થ થઈ ગયો છે અને તેને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ- HMPV Virus vs કોવિડ 19 વાયરસ ! શું છે સમાનતા? જાણો તમારે જે જાણવું છે એ બધું જ!

IDSP ડેટા અનુસાર, દેશમાં ILI અથવા SARI કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. IDSP આગામી દિવસોમાં ILI અને SARI વલણો પર નજર રાખશે અને રોગ સર્વેલન્સ પ્રોગ્રામ હેઠળના રાજ્ય અને જિલ્લા એકમોને તે કરવા માટે કહેવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ