China New Virus: ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો, હોસ્પિટલોમાં ઘણી ભીડ હોવાનો દાવો

China New Virus Outbreak: ચીનમાં ફરી એક નવો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોવિડ -19 રોગચાળાના પાંચ વર્ષ પછી આ વાત સામે આવી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલોમાં ઘણી ભીડ જોવા મળી રહી છે. એવી અટકળો છે કે ચીને કટોકટી લાદી દીધી છે

Written by Ashish Goyal
January 03, 2025 19:04 IST
China New Virus: ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો, હોસ્પિટલોમાં ઘણી ભીડ હોવાનો દાવો
China New Virus: ચીનમાં ફરી એક નવો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે (ફાઇલ ફોટો)

HMPV Outbreak In China : ચીનમાં ફરી એક નવો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. શિયાળાની ઋતુમાં ચીનમાં શ્વસન સંબંધી રોગો, ખાસ કરીને હ્યુમન મેટાન્યૂમોવાયરસની સંખ્યા વધી રહી છે. કોવિડ -19 રોગચાળાના પાંચ વર્ષ પછી આ વાત સામે આવી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલોમાં ઘણી ભીડ જોવા મળી રહી છે. એવી અટકળો છે કે ચીને કટોકટી લાદી દીધી છે.

સોશિયલ મીડિયા વીડિયોમાં વધુ પડતી ભીડવાળી હોસ્પિટલો જોવા મળે છે

સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ઓનલાઇન વીડિયોમાં વધુ પડતી ભીડવાળી હોસ્પિટલો જોવા મળે છે, જ્યારે કેટલાક યુઝર્સ દાવો કરે છે કે HMPV, ઈન્ફલ્યુએન્ઝા એ, માઇકોપ્લાજ્મા ન્યુમોનિયા અને કોવિડ -19 સહિતના ઘણા વાયરસ એક સાથે ફેલાઈ રહ્યા છે. આ સાથે જ આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

બાળકોની હોસ્પિટલોમાં ન્યુમોનિયા અને વ્હાઇટ લંગ્સના કેસ વધી રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીનની સરકારે દેશભરમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. જોકે ચીનની સરકાર કે ડબ્લ્યુએચઓ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે બેઇજિંગે આંતરરાષ્ટ્રીય મીડિયાના આ અહેવાલને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધો છે.

આ પણ વાંચો – લદ્દાખમાં શું પ્લાન કરી રહ્યું છે ચીન? ભારતે નોંધાવ્યો વિરોધ

આ અઠવાડિયે જાહેર થયેલા એનસીડીપીએ તરફથી એક નિવેદનમાં બહાર આવ્યું છે કે 16 થી 22 ડિસેમ્બર દરમિયાન શ્વસન દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એનસીડીપીએના એક અધિકારી કાન બિયાઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં શ્વસન ચેપ વધવાની ધારણા છે, તેમ છતાં આ વર્ષે કુલ કેસોની સંખ્યા 2024 ની તુલનામાં ઓછી હોવાનો અંદાજ છે.

ચીનમાં કોવિડ જેવા વાયરસનો ડર: HMPV શું છે?

ચીનના નવા વાયરસની વાત કરીએ તો તે હ્યુમન મેટાન્યૂમોવાયરસ છે. તે કોરોનાની જેમ માણસના શ્વસનમાર્ગને ઇફેક્ટ કરે છે. તે ન્યુમોવાયરિડે પરિવારના મેટાન્યૂમોવાયરસ વર્ગ સાથે સંબંધ ધરાવે છે. ડચ સંશોધનકારો દ્વારા તેની પ્રથમ શોધ 2001માં કરવામાં આવી હતી. આ વાયરસ મુખ્યત્વે શ્વસન ચેપનું કારણ બને છે અને ઉધરસ અથવા છીંક દ્વારા ફેલાય છે. ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાથી પણ તે ઝડપથી ફેલાઈ શકે છે.

એચએમપીવીના કેસ માત્ર ચીનમાં જ નોંધાયા છે, ભારત કે અન્ય દેશોમાં કોઈ કેસ મળ્યા નથી. ચીનમાં આ વાયરસની ગંભીરતા હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ ચેપને રોકવા માટે સાવચેતી રાખવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ