ખૂની હનીમૂન : પતિ માર્યો ગયો, પત્ની મિસિંગ, મેઘાલયની ઘાટીમાં દફન ઘણા રહસ્ય

Meghalaya Murder: રાજા રઘુવંશી મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતો હતો. તે ઘણા મહિનાઓથી પૈસાની બચત કરતો હતો અને પોતાની પત્ની સોનમને મેઘાલય લઇ જવા માંગતો હતો. બન્નેએ હમણા જ લગ્ન કર્યા હતા

Written by Ashish Goyal
Updated : June 05, 2025 23:34 IST
ખૂની હનીમૂન : પતિ માર્યો ગયો, પત્ની મિસિંગ, મેઘાલયની ઘાટીમાં દફન ઘણા રહસ્ય
રાજા રઘુવંશી મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતો. તે પત્ની સાથે હનીમૂન માટે મેઘાલય ગયો હતો

Meghalaya Murder: હમણા જ લગ્ન થયા હતા. અરેન્જ મેરેજ થયા હતા, એકબીજા સાથે સમજણની ભાવના હતી. નવા કપલ્સ હોય તો હનીમૂન પર જવાનો ઉત્સાહ પણ અલગ હતો. એ જ ઉત્સાહમાં મેઘાલયની ટિકિટ બુક કરાવી પતિ-પત્ની પૂર્વોત્તરના આ સુંદર રાજ્યમાં પહોંચી ગયા હતા. એક જ દિવસે થયો હતો ઘણી વાર સંબંધીઓ સાથે વાત થઇ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ પછી ફોન વાગવાનું બંધ થઈ ગયું, પરિવાર પરેશાન થઈ ગયો, ઘણા દિવસો સુધી રાહ જોઈ. આઠમા દિવસે ખબર પડી કે પતિ મરી ગયો છે, પત્ની ગાયબ છે અને મેઘાલયની ખીણમાં ઘણા રહસ્યો દફન છે.

રાજા રઘુવંશીની કહાની

રાજા રઘુવંશી મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા, તેઓ ઘણા મહિનાઓથી પૈસાની બચત કરતા હતા. બસ મન હતું કે પોતાની પત્ની સોનમને મેઘાલય લઈ જવું છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી રીલ્સ જોઈ હતી – મેઘાલયના લિવિંગ રુટ બ્રિજે તેનું દિલ જીતી લીધું હતું. રાજા જેટલું આયોજન કરતા હતા, હવે તેનો પરિવાર તેના વિશે ઉલ્લેખ કરે છે. તે કહે છે કે રાજાને દરેક વસ્તુ પર રિસર્ચ કરવાની ટેવ હતી, તે તપાસ કર્યા વિના ક્યાંય જતો ન હતો. આવી સ્થિતિમાં જ્યારે તેણે મેઘાલય જવાનું નક્કી કર્યું ત્યારે રાજાએ ફરીથી ઘણું રિસર્ચ કર્યું અને પછી પ્લાન ફાઇનલ થયો હતો.

પત્ની સોનમનો વ્યવહાર કેવો હતો?

તેની પત્ની સોનમ પણ રાજાના પરિવાર સાથે ભળી ગઈ હતી. તેનો પરિવાર જણાવી રહ્યો છે કે સોનમ રોજ સાસુને ફોન કરતી હતી, તેને ફરવા જતી વખતે પણ ઉપવાસ કરવાની આદત હતી. આવી સ્થિતિમાં બંને ખુશ હતા. 22 મેના રોજ રાજા અને સોનમ મેઘાલય પહોંચ્યા હતા. સોનમે તેની સાસુને ફોન કરીને કહ્યું હતું કે રાજા તેને એક એવા જંગલમાં લઈ ગયો છે જ્યાં એક સીધા ચઢાણ છે. આ સોનમનો છેલ્લો કોલ હતો. 23 મેના રોજ રાજાએ પોતાના ભાઈ વિપિનને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે મેં લોકલ કોલી ટ્રાય કરી, પસંદ ન મળી, હવે હું કેળા ખાઈ રહ્યો છું. બપોરે 1:43 વાગ્યે કોલ પૂરો થયો. તે રાજાનો છેલ્લો કોલ હતો.

છેલ્લો ફોન કોલ અને પછી તે બધું સમાપ્ત થઈ ગયું

સોનમે સાસુ સાથે વાત કરી હતી, રાજાએ ભાઈ સાથે વાત કરી હતી અને પછી બંનેના ફોન બંધ થઇ ગયા હતા. ઘણા દિવસો આ રીતે પસાર થયા, કોઈ સમજી શક્યું નહીં કે શું થયું છે. આખરે રાજાના ભાઈઓ વિપિન અને સચિન મેઘાલય જવા રવાના થયા. તેની સાથે સોનમનો ભાઈ ગોવિંદ પણ હતો. તેમણે મેઘાલય પોલીસનો સંપર્ક સાધ્યો, તપાસ શરૂ થઈ, પરંતુ ખરાબ હવામાનને કારણે શોધખોળમાં વિલંબ થયો.

આ પણ વાંચો – બેંગલુરું ભાગદોડ : RCB સામે એફઆઈઆર, DNA અને KSCA ની પ્રશાસનિક સમિતિને પણ બનાવ્યા આરોપી

હવે પરિવાર પણ બેચેન થઈ ગયો હતો, પોલીસ પણ કોઇ સુરાગને શોધી રહી હતી. ત્યારબાદ આ શોધ ભાડાની એક્ટિવા સ્કૂટી પર લગાવવામાં આવેલા જીપીએસ ટ્રેકર પર અટકી ગઈ. તે જીપીએસ ટ્રેકરે જાહેર કર્યું કે રાજા અને સોનમ વેઇ સોડોંગ તરફ ગયા હતા. રાજાએ એક સ્થાનિક ગાઈડ પણ રાખ્યો હતો. તેને સોહરાના પ્રખ્યાત ડબલ ડેકર પુલનો નજારો જોવો હતો.

લાશથી 25 કિમી દૂર મળી સ્કૂટી

હવે તે પછી શું થયું, આ સૌથી મોટું રહસ્ય છે. પોલીસને રાજાના મૃતદેહથી 25 કિમી દૂર એક્ટિવા સ્કૂટી મળી આવી હતી. સ્કૂટરમાં બે બેગ પણ હતી, જે હવે રાજા અને સોનમની હોવાનું કહેવાય છે. સોનમની બહેન જણાવી રહી છે કે જ્યારે તમે ડબલ ડેકર બ્રિજ પર જાવ છો તો સામાન લઇ જઇ શકતા નથી, આ જ કારણથી બંનેએ સ્કૂટી પાસે પોતાની બેગ રાખી હશે. આમ જોવા જઈએ તો પોલીસને તેમની તપાસ પરથી ચોક્કસ ખબર પડી ગઈ હતી કે રાજાની હત્યા કરવામાં આવી છે, તેના શરીર પર ઘણા ઘા છે.

પુરાવા ઘણા પણ હેતુ જાણી શકાતો નથી

આઠ દિવસની તપાસ બાદ 2 જૂને રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. એડિશનલ ડેપ્યુટી કમિશનર માર્ક એ ચલ્લમે જણાવ્યું હતું કે આઠ દિવસની શોધખોળ પછી અમને રિયાત અરલિયાંગમાં વેઇસાવડોંગ પાર્કિંગ લોટમાં ડ્રોનની મદદથી ખાડાના તળિયે એક લાશ મળી આવી હતી. બાદમાં પરિવારજનોએ મૃતદેહ પર ટેટૂ દ્વારા પુષ્ટિ કરી હતી કે લાશ રાજાની છે અને તેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હવે પોલીસને ઘટના સ્થળેથી ઘણા પુરાવા મળ્યા છે. એક મહિલાનું સફેદ શર્ટ, પેન્ટ્રા 40 દવાનું એક પાન, વીવો મોબાઇલ ફોનની એલઇડી સ્ક્રીનના ટુકડા અને રાજાના કાંડા પર રહેલ એક સ્માર્ટ વોચ.

પોસ્ટ મોર્ટમમાં મોટો ખુલાસો

રાજાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે તેમાં એવું જાણવા મળ્યું છે કે તેને એક વાર નહીં પરંતુ અનેક વખત છરીના ઘા મારવામાં આવ્યા છે. પૂર્વ ખાસી હિલ્સના પોલીસ અધિક્ષક વિવેક સિમે જણાવ્યું છે કે હત્યા ઝાડ કાપવાના સાધન દ્વારા કરવામાં આવી હતી. સ્થાનિક ભાષામાં તેને DAO કહેવાય છે. વિવેક સિમે જાણકારી આપી છે કે હત્યા, પુરાવાનો નાશ કરવા જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ હત્યા શા માટે કરવામાં આવી તે હેતુને સમજવો મહત્વપૂર્ણ છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે રાજાનું પર્સ, તેની સોનાની ચેઇન, ડાયમંડ બ્રેસલેટ અને વીંટી પણ ગાયબ છે. હાલ તો પરિવાર સીબીઆઈ તપાસની માગ કરી રહ્યો છે, તેઓ સોનમને શોધવા માગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ