Lok Sabha Election 2024 Voter : લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે. ચૂંટણી કમિશ્નરે શનિવારે ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર કર્યો હતો. મતદાન તારીખ, પરિણામ તારીખ સહિત મતદારોની વિગતો આપી. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના મતદારોના આંકડા એટલા જ રસપ્રદ છે. આ ચૂંટણીમાં 96 કરોડથી વધુ મતદારો નોંધાયા છે જે યુરોપ અને અમેરિકાની વસતી કરતાં પણ વધુ છે.
ની તારીખો શનિવારે જાહેર કરવામાં આવી છે. વિજ્ઞાન ભવનમાં ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સાત તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, તથા 13 રાજ્યોમાં વિધાનસભા પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે.
આ દરમિયાન રાજીવ કુમારે મતદારોની સંખ્યા વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં 96.8 કરોડ મતદારો પોતાનો મત આપશે. પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડ છે. 2019 માં આ આંકડો 89.6 કરોડ હતો. તેમણે કહ્યું કે, 2019 ની સરખામણીમાં આ વર્ષે મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે.
ભારતમાં માત્ર મતદારો જ અમેરિકા કરતાં ત્રણ ગણા છે
તમને જણાવી દઈએ કે, યુરોપની વસ્તી 74 કરોડ, અમેરિકાની વસ્તી 33.19 કરોડ અને કેનેડાની વસ્તી 3.82 કરોડ છે. આ રીતે ભારતમાં મતદારોની સંખ્યા આ દેશોની વસ્તી કરતા વધુ છે. ભારતના મતદારો અમેરિકાની વસ્તી કરતા ત્રણ ગણા છે.
2.63 કરોડ નવા મતદારો
2024 ની લોકસભા ચૂંટણીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારો જોડાયા છે. જેમાં અંદાજે 1.41 કરોડ મહિલા મતદારો છે, જ્યારે 1.22 કરોડ પુરૂષ મતદારો છે. આ રીતે નવા મહિલા મતદારોની સંખ્યા નવા પુરૂષ મતદારો કરતાં 15% વધુ છે.
કયા વર્ગમાં કેટલા મતદારો છે?
સમગ્ર દેશમાં મતદાર જાતિ ગુણોત્તર 948 છે, જેમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે, જ્યાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધુ છે. અમારી મતદાર યાદીમાં 85 વર્ષથી વધુ ઉંમરના 82 લાખ અને 100 વર્ષથી વધુ ઉંમરના 2.18 લાખ મતદારોનો સમાવેશ થાય છે. કુલ 48 હજાર ટ્રાન્સજેન્ડર મતદારો છે. પ્રથમ વખત મતદાન કરનાર આવા મતદારોની સંખ્યા 1.8 કરોડ છે. દેશમાં 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખથી વધુ મતદાન મથકો છે.
ચીફ કમિશનરની મુખ્ય વાતો
ચૂંટણીની તૈયારીઓ પર, ચૂંટણી પંચે કહ્યું કે ‘પેમેન્ટ વોલેટ’ દ્વારા શંકાસ્પદ વ્યવહારો પર નજીકથી નજર રાખવામાં આવશે. જો મતદાન દરમિયાન ક્યાંય પણ હિંસા થશે તો અમે તેની સાથે કડક કાર્યવાહી કરીશું. ચૂંટણીની તૈયારીઓ પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણી દરમિયાન ડ્રોન વડે સરહદો પર નજર રાખવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, “ચાર ‘એમ’ – બાહુબલ (મસલ), પૈસા (મની), ખોટી માહિતી (મિસઈન્ફોર્મેશન) અને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન (મોડલ કોડ ઓફ કન્ડક્ટ) સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2024 મતદારની સંખ્યા
ક્રમ રાજ્ય બુથ પુરુષ મહિલા અન્ય કુલ 1 આંધ્ર પ્રદેશ 46165 2,00,09,275 2,07,27,065 3482 4,07,39,822 2 અરુણાચલ પ્રદેશ 2226 4,33,760 4,49,050 6 8,82,816 3 આસામ 28645 1,21,79,358 1,21,22,188 414 2,43,01,960 4 બિહાર 77,392 4,00,29,136 3,64,01,903 2290 7,64,33,329 5 છત્તીસગઢ 24109 1,01,80,405 1,03,32,115 732 2,05,13,252 6 ગોવા 1725 5,65,628 6,01,300 11 11,66,939 7 ગુજરાત 50,677 2,54,69,723 2,39,78,243 1503 4,94,49,469 8 હરિયાણા 19812 1,04,74,461 92,50,339 457 1,97,25,257 9 હિમાચલ પ્રદેશ 7990 28,07,387 27,48,578 36 55,56,001 10 ઝારખંડ 29,521 1,29,37,458 1,24,48,225 469 2,53,86,152 11 કર્ણાટક 58,834 2,69,33,750 2,68,47,145 4920 5,37,85,815 12 કેરલ 25177 1,31,02,228 1,39,96,729 309 2,70,99,326 13 મધ્ય પ્રદેશ 64,523 2,89,51,705 2,73,87,122 1237 5,63,40,064 14 મહારાષ્ટ્ર 97,325 4,74,72,369 4,37,66,708 5492 9,12,44,679 15 મણિપુર 2955 9,79,678 10,46,706 239 20,26,623 16 મેઘાલય 3512 10,94,947 11,22,150 3 22,17,100 17 મિઝોરમ 1276 4,14,777 4,41,520 0 8,56,297 18 નાગાલેન્ડ 2342 6,56,489 6,60,544 3 13,17,036 19 ઓડિશા 37,809 1,68,50,949 1,63,82,031 3380 3,32,36,360 20 પંજાબ 24,433 1,11,75,395 1,00,56,163 750 2,12,32,308 21 રાજસ્થાન 51,756 2,76,02,057 2,54,65,932 616 5,30,68,605 22 સિક્કિમ 624 2,32,117 2,30,334 5 4,62,456 23 તમિલનાડું 68,144 3,03,96,330 3,14,85,724 8294 6,18,90,348 24 તેલંગણા 35356 1,64.31,777 1,65,87,221 277 3,30,21,735 25 ત્રિપુરા 3349 14,35,172 14,21,679 74 28,56,925 26 ઉત્તરાખંડ 11,729 42,70,597 39,72,540 286 82,43,423 27 ઉત્તર પ્રદેશ 1,62,012 8,14,33,752 7,14,82,605 7705 15,29,24,062 28 પશ્વિમ બંગાળ 80,453 3,85,30,981 3,73,04,960 1837 7,58,37,778 29 આંદોમાન નિકોબાર 412 1,62,389 1,49,410 3 3,11,802 30 ચંડીગઢ 614 3,36,110 3,12,819 35 6,48,964 31 દાદરાનગર હવેલી, દમણ, દીવ 446 2,11,624 1,97,503 0 4,09,127 32 જમ્મુ કાશ્મીર 11,629 44,35,523 42,58,105 161 86,93,789 33 લદાખ 577 91,703 90,867 0 1,82,570 34 દિલ્હી 13,637 79,86,572 67,30,371 1176 1,47,18,119 35 લક્ષદિપ 55 29,152 28,442 0 57,594 36 પાંડુચેરી 961 4,79,329 5,41,437 148 10,20,914 કુલ 10,48,202 49,67,84,133 47,10,25,873 46,350 96,78,58,816
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરના 85 વર્ષથી વધુ ઉંમરના અને વિકલાંગ લોકો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો – Lok Sabha Elections 2024 Gujarat Schedule : ગુજરાત લોકસભા ચૂંટણી 2024 કાર્યક્રમ
ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે, “અમારું વચન રાષ્ટ્રીય ચૂંટણીઓ એવી રીતે કરાવવાનું છે જે વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવશે. 2022-23 દરમિયાન છેલ્લી 11 રાજ્યોની ચૂંટણીઓમાં ભંડોળની જપ્તી 835 ટકા વધીને રૂ. 3,400 કરોડ થઈ છે. અમે મની પાવરનો ઉપયોગ થવા દઈશું નહીં.