Explained : ચોમાસું ક્યાં પહોંચ્યું? કેવી રીતે નક્કી થાય છે? સમજો ચોમાસાની શરૂઆત’નો અર્થ?

Monsoon Announcement Standards Rules : ચોમાસુ અંદમાન-નિકોબાર પહોંચ્યું, કેરળ પહોંચશે, આ બધુ કેવી રીતે નક્કી થાય છે? હવામાન વિભાગ કયા નિયમો અને ધોરણો મુજબ જાહેરાત કરે છે.

Written by Kiran Mehta
May 28, 2024 17:29 IST
Explained : ચોમાસું ક્યાં પહોંચ્યું? કેવી રીતે નક્કી થાય છે? સમજો ચોમાસાની શરૂઆત’નો અર્થ?
ચોમાસું શરૂ થયાની જાહેરાત કેવી રીતે કરાય છે (ફોટો - એક્સપ્રેસ)

Monsoon Announcement Rules : ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે (27 મે) જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે અને આગામી પાંચ દિવસમાં કેરળના દરિયાકાંઠે તે પહોંચી જશે તે માટે સ્થિતિ યોગ્ય છે.

ચોમાસુ આગળ વધતા જ આ મહિનાના અંતમાં કાળઝાળ ગરમીની સ્થિતિમાંથી કામચલાઉ રાહત મળશે તેવી અપેક્ષા છે. જોકે, જૂનમાં થોડા દિવસો બાદ ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

‘ચોમાસાની શરૂઆત’નો અર્થ શું થાય છે?

કેરળમાં ચોમાસાની શરૂઆત ભારતની ચાર મહિનાની, જૂન-સપ્ટેમ્બર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સિઝનની શરૂઆત દર્શાવે છે, જે દેશમાં દર વર્ષે વાર્ષિક વરસાદના 70% થી વધુ વરસાદ લાવે છે. ચોમાસાની શરૂઆત એ ભારતના આર્થિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ દિવસ હોય છે.

IMD મુજબ, ચોમાસાની શરૂઆત ભારત-પેસિફિક પ્રદેશમાં મોટા પાયે વાતાવરણીય અને સમુદ્રી પરિભ્રમણમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે, અને વિભાગ 2016 માં અપનાવવામાં આવેલા ચોક્કસ વ્યાખ્યાયિત અને માપી શકાય તેવા પરિમાણોની પરિપૂર્ણતા પછી જ તેને જાહેર કરે છે. વ્યાપક રીતે કહીએ તો, IMD નિર્ધારિત ભૂગોળ પર વરસાદની સુસંગતતા, તેની તીવ્રતા અને પવનની ગતિની તપાસ કરે છે.

ચોમાસુ ક્યાં પહોંચ્યું, કેવી રીતે નક્કી થાય છે

  • વરસાદ : IMD ચોમાસાની શરૂઆત જાહેર કરે છે, જો કેરળ અને લક્ષદ્વીપના 14 નિયુક્ત હવામાન મથકોમાંથી ઓછામાં ઓછા 60% 10 મે પછી કોઈપણ સમયે સતત બે દિવસ સુધી ઓછામાં ઓછો 2.5 મીમી વરસાદ નોંધે છે તો. તે કેરળમાં બીજા દિવસે જાહેર કરવામાં આવે છે, આમાં ચોક્કસ પવનની ગતી અને (ગરમી) તાપમાનના ધોરણો પણ પૂર્ણ રીતે જોવામાં આવે છે. ત્યારબાદ ચોમાસાની જાહેરાત કરવામાં આવે છે.

સૂચિબદ્ધ 14 સ્ટેશનો છે : મિનિકોય, અમિની, તિરુવનંતપુરમ, પુનાલુર, કોલ્લમ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, કોચી, થ્રિસુર, કોઝિકોડ, થાલાસેરી, કન્નુર, કાસરગોડ અને મેંગલુરુ.

  • વિન્ડ ઝોન (પવન ક્ષેત્ર) : વિષુવવૃત્ત અને રેખાંશથી અક્ષાંશ 10ºN દ્વારા સીમિત વિસ્તારમાં પશ્ચિમથી પવન ચાલે છે – મધ્ય-અક્ષાંશ પર પશ્ચિમથી ફૂંકાતા પવનો – 600 હેક્ટોપાસ્કલ્સ (1 hPa બરાબર 1 મિલિબાર દબાણ) સુધી હોવા જોઈએ. 55ºE થી 80ºE. 5-10ºN અક્ષાંશ અને 70-80ºE રેખાંશથી સીમિત વિસ્તારમાં પવનની ઝોનલ ગતિ 925 hPa પર 15-20 નોટ્સ (28-37 kmph)ની હોવી જોઈએ.
  • ગરમી : IMD મુજબ, INSAT-વ્યુત્પાદિત આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) મૂલ્યો (પૃથ્વીની સપાટી, મહાસાગરો અને વાતાવરણ દ્વારા અવકાશમાં ઉત્સર્જિત ઊર્જાનું માપ) પ્રતિ ચોરસ મીટર (Wm2) 200 વોટ કરતાં ઓછું હોવું જોઈએ. બોક્સ 5-10ºN અક્ષાંશ અને 70-75ºE અક્ષાંશ સુધી મર્યાદિત છે.

આ પણ વાંચો – Monsoon 2024 Forecast : આનંદો! ચોમાસું ટૂંક સમયમાં કેરળ પહોંચશે, ત્રણે મહિનામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે

ચોમાસુ પ્રથમ અંદમાન નિકોબાર પહોંચે છે, પછી કેરળ

સામાન્ય રીતે, આંદામાન અને નિકોબાર ટાપુઓ પર દર વર્ષે 15 મે અને 20 મેની વચ્ચે ચોમાસાનો વરસાદ શરૂ થાય છે, અને સામાન્ય રીતે કેરળના દરિયાકાંઠે મેના છેલ્લા સપ્તાહમાં. જો કે, જ્યાં સુધી નિર્ધારિત શરતો (ઉપર જણાવ્યા તે) પૂરા ન થાય ત્યાં સુધી પ્રારંભ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ