Explained: અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે ‘ટ્રેડ ટેન્શન’ વચ્ચે ઓમાન ડીલથી મોદી સરકારે ભારતને કેવી રીતે આપી મજબૂતી?

India Oman trade deal : અમેરિકાના ટેરિફ વોર અને યુરોપિયન યુનિયનમાં કાર્બન ટેક્સના કારણે વધતા વેપાર પ્રતિબંધો વચ્ચે ભારતે પશ્ચિમ એશિયામાં તેની નિકાસને વધારવા માટે 18 ડિસેમ્બરે ઓમાન સાથે એક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે

Written by Ashish Goyal
Updated : December 19, 2025 17:26 IST
Explained: અમેરિકા અને પશ્ચિમ દેશો સાથે ‘ટ્રેડ ટેન્શન’ વચ્ચે ઓમાન ડીલથી મોદી સરકારે ભારતને કેવી રીતે આપી મજબૂતી?
પીએમ નરેન્દ્ર મોદી અને ઓમાનના શાસક સુલતાન હૈથમ બિન તારિક અલ સૈયદ (તસવીર - પીએમઓ)

India Oman trade deal news update: અમેરિકાના ટેરિફ વોર અને યુરોપિયન યુનિયનમાં કાર્બન ટેક્સના કારણે વધતા વેપાર પ્રતિબંધો વચ્ચે ભારતે પશ્ચિમ એશિયામાં તેની નિકાસને વધારવા માટે 18 ડિસેમ્બરે ઓમાન સાથે એક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ અમેરિકા સાથેના ટ્રેડ ડીલના તણાવ વચ્ચે નવા બજારોમાં પ્રવેશવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેંટ્સ (એફટીએ) વધારવાની મોદી સરકારની રણનીતિનો એક ભાગ છે.

યુરોપિયન યુનિયન (ઇયુ)ની સરખામણીમાં આરબ દેશોમાં ઓછા કડક ધોરણોને કારણે ભારતીય નિકાસકારો માટે માર્ગ મોકળો થઈ રહ્યો છે. આનાથી નિકાસકારો માટે અનુપાલનના ખર્ચમાં વધારો થવાની સાથે નોન-ટેરિફ બેરિયર (એનટીબી) તરીકે પણ કામ કરશે. ઓમાન સાથેનો આ કરાર એવા સમયે થયો છે જ્યારે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) સાથે ટ્રેડ ડીલની વાતચીત સફળ થઈ નથી. જીસીસીમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. હવે ભારત જીસીસીના બે સભ્યો ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત સાથે કરાર કરશે.

ભારત-ઓમાન ડીલ શા માટે મહત્વપૂર્ણ છે?

યુએઈની સરખામણીમાં ઓમાન એક નાનું બજાર હોવા છતાં, તેની વ્યૂહાત્મક સ્થિતિ એવી છે કે ભારતીય ઉત્પાદનો ગલ્ફ દેશો અને આફ્રિકાના અન્ય બજારો સુધી પહોંચી શકે છે. ઓમાનની કુલ વાર્ષિક આયાત લગભગ 40 અબજ ડોલર છે, પરંતુ તે તેના મશીનરીના માલના માત્ર બે તૃતીયાંશ આયાત કરે છે. ઓમાન મુખ્યત્વે ઊર્જા નિકાસકાર છે.

ઓમાનનો અમેરિકા સાથે એફટીએ છે

ઉલ્લેખનીય છે કે ઓમાન 2009થી અમેરિકા સાથે મુક્ત વેપાર કરાર ધરાવે છે. આ કરાર હેઠળ મોટી માત્રામાં ટેક્સ ફ્રી માલ ઓમાનથી અમેરિકા લઈ જઈ શકાય છે. ઓમાનના ટોચના નિકાસકારો ઔદ્યોગિક પુરવઠો, એલ્યુમિનિયમ, ખાતર, જ્વેલરી, તેલ અને પ્લાસ્ટિક ઉત્પાદનો અમેરિકા મોકલે છે. ભારત સરકાર રત્નો અને ઝવેરાતની નિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે હાલમાં વધુ ટેરિફ સમસ્યાઓનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા, મૃતદેહને ઝાડથી બાંધીને આગ લગાડી દીધી

પાંચ વર્ષમાં ભારતની નિકાસમાં વધારો

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય નિકાસ ત્રણ અબજ ડોલરથી વધીને છ અબજ ડોલર થઈ છે. જેમાં મુખ્યત્વે મશીનરી અને પાર્ટ્સ સામેલ છે. નેપ્થા અને પેટ્રોલ ઉપરાંત ભારતની મુખ્ય નિકાસમાં મશીનરી, એરક્રાફ્ટ, ચોખા, લોખંડ અને સ્ટીલની ચીજવસ્તુઓ, સૌંદર્ય અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને સિરામિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

ઓમાન ઝીરો ટેક્સની ઓફર કરે છે

ઓમાને તેની ટેરિફ લાઇનના 98 ટકા પર શૂન્ય કરની ઓફર કરી છે, તેથી આ ડીલથી ભારતીય ઔદ્યોગિક નિકાસની સ્પર્ધાત્મકતામાં સુધારો થવાની અપેક્ષા છે. નિષ્ણાતો કહે છે કે ચોક્કસપણે ઓમાનના નાના બજારમાં ભારતનું વર્ચસ્વ તેની ક્વોલિટી અપગ્રેડ્સ અને ઉત્પાદન વૈવિધ્યકરણ પર આધારિત રહેશે.

ઓમાન મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, લિક્વિડ નેચરલ ગેસ અને ખાતર, મિથાઇલ આલ્કોહોલ અને એનહાઇડ્રોસ એમોનિયા જેવા રસાયણો તેમજ પેટ્રોલિયમ કોકની નિકાસ કરે છે. આ ભારતના ઊર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે અને ભારતના અન્ય એફટીએ હેઠળ પહેલાથી જ ઓછા ટેરિફ લાગુ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ