Ration Card Apply: રેશનકાર્ડ માટે આ રીતે કરો અરજી? જાણો શું છે રીત, સ્ટેપબાય સ્ટેપ પ્રોસેસ

Ration Card : રેશન કાર્ડ પરિવારના મોભીના નામે આપવામાં આવે છે, જેમાં પરિવારના અન્ય સભ્યોની માહિતી રાખવામાં આવે છે. અનેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ હોવું જરૂરી છે.

Ration Card : રેશન કાર્ડ પરિવારના મોભીના નામે આપવામાં આવે છે, જેમાં પરિવારના અન્ય સભ્યોની માહિતી રાખવામાં આવે છે. અનેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ હોવું જરૂરી છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ration Card Apply, Ration Card

રેશનકાર્ડ એ આપણા દેશમાં નાગરિકો માટે જારી કરાયેલ એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે (પ્રતિકાત્મક તસવીર)

Ration Card Apply: રેશનકાર્ડ એ આપણા દેશમાં નાગરિકો માટે જારી કરાયેલ એક મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. રેશન કાર્ડ પરિવારના મોભીના નામે આપવામાં આવે છે, જેમાં પરિવારના અન્ય સભ્યોની માહિતી રાખવામાં આવે છે. અનેક સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રેશનકાર્ડ હોવું જરૂરી છે. જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો તમે તેને સરળતાથી બનાવી શકો છો. અમે આજે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રીતથી તમે રેશન કાર્ડ કેવી રીતે અપ્લાઇ કરી શકો છો.

Advertisment

નોંધનીય છે કે દરેક રાજ્યનું રેશનકાર્ડ બનાવવાની રીત થોડી અલગ હોઇ શકે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) હેઠળ જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) દ્વારા સબસિડીવાળા અનાજ ખરીદવા માટે પાત્રતા ધરાવતા પરિવારોને રેશનકાર્ડ આપવામાં આવે છે.

રેશનકાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો

ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. તેમની સંપૂર્ણ યાદી જુઓ
-આધાર કાર્ડ/મતદાર ઓળખપત્ર
-સરનામાનો પુરાવો/વીજળી બિલ/પાણીનું બિલ
-મોબાઇલ નંબર
-તમારા પરિવારના સભ્યોનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
-પાન કાર્ડ
-આવકનું પ્રમાણપત્ર
-બેંક પાસબુક
-ગેસ કનેક્શનની વિગતો

આ પણ વાંચો - અમદાવાદ સ્થિત ટ્રેડ યુનિયને સ્થળાંતરિત કામદારો માટે પોસ્ટલ બેલેટની કરી માંગ

Advertisment

રેશન કાર્ડ ઓનલાઇનની અરજી કેવી રીતે કરવી

-રેશન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા તમારે રાજ્યની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જો તમે ગુજરાતના રહેવાસી હોય તો તમે https://dcs-dof.gujarat.gov.in/ration-card.htm પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છે.

-જેમાં તમારું નામ, સરનામું જેવી મહત્વપૂર્ણ માહિતી ભરો.

-તમારા બધા દસ્તાવેજો અપલોડ કરો. જેમકે આધાર કાર્ડ, મતદાર આઈડી, વીજ બિલ અથવા પાણીનું બિલ વગેરે.

-તમારી અરજી ફી ચૂકવો. દરેક રાજ્યમાં ફી અલગ અલગ હોય છે. અરજી ફી 5 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી હોય છે.

-ત્યાર બાદ બધી ભરેલી માહિતી ધ્યાનથી વાંચો અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.

-તમારી અરજી સબમિટ કર્યા પછી, તમારી પાત્રતાની સમીક્ષા કરવામાં આવશે. જો તમે પાત્ર છો, તમારું રેશનકાર્ડ થોડા દિવસોમાં આવી જશે.

ધ્યાન રાખો કે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન કરો, નહીં તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે. જો તમે તમામ જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલું ફોર્મ સબમિટ કર્યું છે, તો પછી થોડા દિવસોમાં રેશનકાર્ડ તમારા ઘર સુધી પહોંચી જશે.

ગુજરાત સરકાર દેશ