/indian-express-gujarati/media/media_files/2026/02/10/road-reflectors-facts-2026-02-10-13-29-41.jpg)
Road Reflectors Work : રોડ રિફ્લેક્ટર કેવી રીતે કામ કરે છે? Photograph: (jackwinsafety.com)
Interesting Facts Of Road Reflectors : તમે જ્યારે પણ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હોવ ત્યારે ટોલ પ્લાઝા જેવા ઘણા સ્થળોએ કાર કે વાહન રોકવાની ફરજ પડે છે. દિવસમાં દરેક જગ્યા સ્પષ્ટ દેખાય છે પરંતુ રાતે અંધારુ થતા જ વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે. આથી રાતે રોડ રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાહન ચલાવતી વખતે સારી વિઝિબિલિટી રહે.
તમે જોયું હશે કે સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોય ત્યારે નીચે રોડે પર લાગેલા રિફ્લેક્ટર ઉપયોગી થાય છે. આ રિફ્લેક્ટરમાં ટમ ટમ લાઇટ થતી હોય તેવું દેખાય છે. પરંતુ શું તમે ક્યારે વિચારયું છે, હાઇવે પર લાગેલા રિફ્લેક્ટરમાં લાઇટ ક્યાંથી આવે છે? જાણો ચાણીયે રસપ્રદ વિગત
હાઇવે પર સુરક્ષા માટે કઇ કઇ વ્યવસ્થા હોય છે?
હાઇવે, એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે સુરક્ષા માટે લાઇન પાલન, નિર્ધારિત સ્પીડ લિમિટ, સીટ બેલ્ડ, હેલ્મેટનો ઉપયોગ અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાનું હોય છે. ઉપરાંત હાઇવે નજીક ક્રેશ બેરિયર, સારા માાર્કિંગ, સાઇનેઝ, લાઇટની વ્યવસ્થા અને પેટ્રોલિંગ વાહનો સુરક્ષાનું ધ્યાન રાખે છે.
- નિર્ધારિત સ્પીડ લિમિટ
- ઇન્ડિકેટર / હોર્નનો ઉપયોગ
- ફોનનો ઉપયોગ ન કરવો
- શરાબ જેવી નશાકારક ચીજોનું સેવન ન કરવું
રોડ પર રિફ્લેક્ટર કેમ લગાડવામાં આવે છે?
નોંધનિય છે કે,રોડ રિફ્લેક્ટર લોકોને રસ્તો દેખાડવામાં મદદ કરે છે. તે ઘણા પ્રકારના હોય છે, જેમ કે - પ્લાસ્ટિક રિફ્લેક્ટર, મેટલ રિફ્લેક્ટર, ડોટ્સ રિફ્લેક્ટર, ઉપસેલા રિફ્લેક્ટર વગેરે. આ તમામની રાતે, ખરાબ હવામાન કે ધુમ્મ્સ હોય ત્યારે જરૂર પડે છે. તેની અંદર કાંચના ડોટ્સ કે ક્રિસ્ટલ માંથી બનેલા પાર્ટ્સ દેખાય છે.
રિફ્લેક્ટરને રોડ, સેન્ટરલાઇન કે લાઇનની કિનારે લગાડવામાં આવે છે. તે વળાંકનો સંકેત આપવા ઉપરાંત વાહન ચાલકને રોડ પર આવતા ફેરફાર વિશે એલર્ટ કરે છે. સામાન્ય રીતે નેશનલ હાઇવે, એક્સપ્રેસ વાઇવ, રોડ ક્રોસિગ પર રોડ રિફ્લેક્ટર લગાડવામાં આવે છે, જેથી દુર્ઘટના ન બને.
રોડ પર લાગેલા રિફ્લેક્ટરમાં લાઇટ ક્યાંથી આવે છે?
રોડ પર લાગેલા રિફ્લેક્ટરમાં લબુક ઝબુક લાઇટ કેમ થાય છે તેના વિશે ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે. હકીકતમાં હાઇવે પર લાગેલા રિફ્લેક્ટર વાહનોની હેડલાઇટ્સ માંથી આવતી લાઇટને પરત રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે. તેની અંદરના પાર્ટ્સ એવી રીતે ડિઝાઇન કરાય છે, તે પ્રકાશને તે દિશામાં ડાયવર્ટ કરી રિફ્લેક્ટ કરે છે, જેનાથી હેડલાઇટ્સ રિફ્લેક્ટર ચમકવા લાગે છે. તેમાં પણ બે કેટેગરી હોય છે એક્ટિવ અને પેસિવ રિફ્લેક્ટર.
રિફ્લેક્ટર બે પ્રકારના હોય છે
એક્ટિવ રિફ્લેક્ટર વીજળીથી ચાલે જેમાં LED હોય છે જે રાત થાય ત્યારે આપમેળે પ્રકાશિત થાય અને દિવસમાં બંધ રહે છે. પેસિવ રિફ્લેક્ટર રેડિયમ વાળા હોય છે, તેમા બંને બાજુ રેડિયમ પટ્ટી લાગેલી હોય છે. અંધારામાં વાહનની લાઇટ પડેતા જ તે ચમકવા લાગે છે. તે લાઇટ વગર કામ કરે છે.
તમને જણાવી દઇયે કે, વીજળી સંચાલિત રિફ્લેક્ટર સોલર પેનલ અને બેટરી થી ચાલે છે. દિવસમાં સૌર ઊર્જાથી ચાર્જ થયા બાદ આપમેળે જ પ્રકાશિત થાય છે. રિફ્લેક્ટરની લાઇટ ઓટોમેટિક હોય છે અને લાઇટમાં ફીટ LED - સેન્સરથી કામ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે, અંધારું થતા જ આ સેન્સર આપમેળે પ્રકાશિત થાય છે અને અજવાળું છતાં ઓટોમેટિક બંધ થઇ જાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us